PAN Aadhaar Linking: તમારું પાન કાર્ડ થઇ શકે છે નિષ્ક્રિય, ભરવો પડશે દંડ, જાણો છેલ્લી તારીખ

PAN Aadhaar Linking: તમારું પાન કાર્ડ થઇ શકે છે નિષ્ક્રિય, ભરવો પડશે દંડ, જાણો છેલ્લી તારીખ
આવકવેરા વિભાગે 31 માર્ચ 2021ને આધાર-પાન લિંક કરવા માટેની અંતિમ તારીખ નક્કી કરી છે

આવકવેરા વિભાગે 31 માર્ચ 2021ને આધાર-પાન લિંક કરવા માટેની અંતિમ તારીખ નક્કી કરી છે

  • Share this:
    નવી દિલ્હી. આવકવેરા વિભાગ (Income Tax Department)એ 31 માર્ચ 2021ને આધાર-પાન લિંક (Aadhaar PAN Link)ની અંતિમ તારીખ નક્કી કરી છે. જો કે ગત તારીખે પાન-આધાર લિન્કિંગમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હોય, લિંકિંગ ન કરી શકવાથી પાન કાર્ડ નિષ્ક્રિય (PAN Card Inoperative) થઈ જશે.

    આવકવેરા વિભાગે કહ્યું છે કે નિષ્ક્રિય પાન કાર્ડ ધારકો (PAN Card Holders)ને પાન નહીં રજૂ કરવા બદલ આવકવેરા કાયદા (Income Tax Laws) હેઠળ પરિણામ ભોગવવા પડશે. બીજા શબ્દોમાં કહીએ તો, આવા પાન ધારકોને માત્ર બિન-પાન કાર્ડ ધારકો તરીકે જ નહીં ગણવામાં આવે, પરંતુ આવકવેરા કાયદાની કલમ 272B હેઠળ 10,000 રૂપિયા દંડ પણ થઈ શકે છે.



    દા.ત, જો તમે કોઈ બેંકમાં જાઓ અને ખાતું ખોલવાનો પ્રયત્ન કરો અથવા 50,000 રૂપિયાથી વધુની રોકડ જમા કરાવવા/ઉપાડવાનો પ્રયાસ કરો, તો તમારે તમારું પાનકાર્ડ આપવું પડશે. જો તમે ખોટું કે નિષ્ક્રિય પાનકાર્ડ આપશો તો તમને 10,000 રૂપિયા દંડ થઈ શકે છે.

    આ પણ વાંચો, પેટ્રોલ, ડીઝલના ભાવ ઘટશે? કેન્દ્ર ઓટો ફ્યુઅલ ટેક્સમાં 5 રૂપિયા પ્રતિ લીટર ઘટાડી શકે- બેન્ક ઓફ અમેરિકા

    બેન્ક ખાતું ખોલવા, મ્યુચ્યુઅલ ફંડ અથવા શેર ખરીદવા અને રૂ. 50,000થી વધુના રોકડ વ્યવહાર કરવા જેવા અનેક હેતુઓ માટે પાનકાર્ડ રાખવું ફરજિયાત છે.

    જો કે, આવા તમામ નિષ્ક્રિય પાનકાર્ડ જ્યારે આધાર લિન્કિંગ થશે, ત્યારે ઓપરેટિવ બનશે. એક SMS દ્વારા આ કરી શકાય છે.

    આ પણ વાંચો, 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને સરકાર આપશે ગિફ્ટ, વધી શકે છે સેલરી!

    પાન આધાર લિંકિંગ કેવી રીતે કરવું?

    એસએમએસ દ્વારા આધાર પાન જોડવા માટે 567678 અથવા 56161 પર એસએમએસ મોકલવો પડશે. એસએમએસનું ફોર્મેટ નીચે મુજબ છે:
    UIDAIPAN(12 ડિજિટ આધાર નંબર) સ્પેસ (10 અંકનો પાન નંબર).

    દા.ત. જેમ કે કોઈનો આધાર કાર્ડ નંબર ABCDXXXXXXXXXX અને પાન નંબર ABCXXXXXXX હોય તો SMS ફોર્મેટ UIDAIPANABCDXXXXXXXXXX ABCXXXXXXX હશે.
    Published by:Mrunal Bhojak
    First published:February 25, 2021, 15:36 pm

    ટૉપ ન્યૂઝ