Home /News /business /

PAN Card: 31 માર્ચ પહેલા કરી લે જો આ કામ, નહીં તો થશે 10,000 રૂપિયાનો દંડ

PAN Card: 31 માર્ચ પહેલા કરી લે જો આ કામ, નહીં તો થશે 10,000 રૂપિયાનો દંડ

બધા માટે PAN કાર્ડ માન્ય હોવું જરૂરી છે

PAN-Aadhaar Link : પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ અનેક વખત વધારી ચૂકી છે અને હાલ છેલ્લી તારીખ વધારી 31 માર્ચ, 2022 કરી છે

શું તમે હજુ સુધી તમારું પાન કાર્ડ (PAN Card) આધાર કાર્ડ (Aadhaar Card) સાથે લિંક નથી કર્યુ? તો આ સમાચાર ખાસ તમારા માટે છે. હકીકતમાં પાનકાર્ડ ધારકોએ 31 માર્ચ, 2022 સુધીમાં તેમના પાનકાર્ડને આધાર કાર્ડ નંબર સાથે લિંક (PAN-Aadhaar Link) કરવાનું કહેવામાં આવ્યું છે. જો સમય મર્યાદા દરમિયાન પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક નહીં કરો તો તમારું પાન કાર્ડ અમાન્ય ગણાશે. સરકાર પહેલા પણ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ અનેક વખત વધારી ચૂકી છે અને હાલ છેલ્લી તારીખ વધારી 31 માર્ચ, 2022 કરી છે.

નહીં કરી શકો આ કામ

જો તમારું PAN-આધાર નિર્ધારિત તારીખ સુધીમાં લિંક કરવામાં આવ્યું નથી, તો તમે મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક, બેંક એકાઉન્ટ ખોલવા વગેરે જેવા કામ કરી શકશો નહીં, કારણ કે આ બધા માટે PAN કાર્ડ માન્ય હોવું જરૂરી છે. એકંદરે, જો આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક ન કરવાને કારણે PAN કાર્ડ લૉક થઈ ગયું હોય, તો તમે એવી કોઈપણ સુવિધાનો લાભ લઈ શકશો નહીં જ્યાં પાન કાર્ડ ફરજિયાત છે.

આ પણ વાંચો - ભવિષ્ય માટે તૈયાર કરો 20 લાખનું ફંડ, કરવું પડશે માત્ર 150 રૂપિયાનું રોકાણ, જાણો સ્કિમ?

થશે રૂ.10 હજાર સુધીનો દંડ

વિવિધ બેંકિંગ વ્યવહારો માટે પાનકાર્ડની ખાસ જરૂર પડે છે. ઇન્કમ ટેક્સ એક્ટ, 272B અંતર્ગત રૂ.10 હજાર સુધીનો દંડ ભરવો પડી શકે છે. આ નિયમ સમજાવતા, નવીન વધાવા, ડીજીએમ, ટેક્સમેનએ જણાવ્યું કે, દરેક ડિફોલ્ટ પર રૂ.10,000નો દંડ વસૂલવામાં આવે છે. ધારોકે, કોઇ વ્યક્તિનું પાન કાર્ડ નિષ્ક્રિય થઇ જાય છે, તે હોટલને 50,000 રૂપિયાથી વધુની રકમ માટે રોકડમાં ચુકવણી કરે છે અને 50,000 રૂપિયાથી વધુ રકમ માટે વિદેશી ચલણની ખરીદી માટે રોકડમાં ચૂકવણી પણ કરે છે. આ સ્થિતિમાં આવકવેરા વિભાગ 20,000 રૂપિયાનો દંડ લાદી શકે છે, એટલે કે, દરેક ડિફોલ્ટ માટે રૂ.10,000 દંડ લાગશે.

બજેટ 2021માં કેન્દ્ર સરકારે આવકવેરા અધિનિયમમાં એક નવી કલમ 234H ઉમેરી છે, જેમાં જણાવ્યા અનુસાર જો કોઇ વ્યક્તિ સમયમર્યાદા સમાપ્ત થયા પછી પણ પાન અને આધારને લિંક ન કરે તો તેમને દંડ ચૂકવવો પડશે. આવી સ્થિતિમાં જે તે વ્યક્તિએ રૂ.1000 સુધીનો દંડ ચૂકવવાનો રહેશે.

આ પણ વાંચો - ફક્ત 977 રૂપિયામાં કરો હવાઇ યાત્રા, Vistara ની એનિવર્સરી ઓફર

પાન-આધાર લિંક કરવાની સમયમર્યાદા વિશે જણાવતા Taxbuddy.comના ફાઉન્ડર સુજીત બાંગરે જણાવ્યું કે, આધાર સાથે પાન લિંક કરવાની સમય મર્યાદા 31 માર્ચ, 2022 સુધી લંબાવવામાં આવી હોવા છતા શક્ય તેટલી વહેલી તકે લોકોએ આ લિંકિંગ પૂર્ણ કરી લેવું જોઇએ. પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાના અનેક ફાયદાઓ છે, જેમ કે તમને રીફંડ વહેલું મળી રહે છે.

જ્યારે આધાર સાથે પાન કાર્ડ લિંક કરવાની પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે તમારું સક્રિય પાન કાર્ડ ઓપરેટિવ બની જશે. જો તમને ખાતરી નથી કે તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક છે કે નહીં, તો તમે ઓનલાઇન સ્ટેટસ ચેક કરી શકો છો.
First published:

Tags: Aadhaar card, Pan card

આગામી સમાચાર