આ 13 કામ માટે ખૂબ જ જરુરી છે PAN કાર્ડ

News18 Gujarati
Updated: November 3, 2019, 1:46 PM IST
આ 13 કામ માટે ખૂબ જ જરુરી છે  PAN કાર્ડ
આ મહત્વપૂર્ણ કામ માટે પાનકાર્ડ જરૂરી

પાનકાર્ડ દેશના દરેક કરદાતા પાસે ઉપલબ્ધ છે, પરંતુ તેનો ઉપયોગ ક્યાં થાય છે. તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.

  • Share this:
પાનકાર્ડનો ઉપયોગ અનેક પ્રકારના વ્યવહારોમાં થાય છે. પગારથી લઇને પૈસા જમા કરવા પર જરૂરી છે. તેનો ઉપયોગ ક્યાં થાય છે અને તે દરેક માનવી માટે કેમ મહત્વપૂર્ણ છે? તે બહુ ઓછા લોકો આ જાણે છે. ભારતમાં કાયમી ખાતાના નંબર કાર્ડ અથવા પાન કાર્ડ આવકવેરા વિભાગની દેખરેખ હેઠળ બનાવવામાં આવે છે. જે માટે તેઓ કામ કરે છે. ઇંગ્લિશ બિઝનેસ વેબસાઇટ લાઇવમિન્ટમાં પાન કાર્ડ ક્યા કામ માટે જરુરી છે તે વિશે માહિતી આપવામાં આવી છે.

આ મહત્વપૂર્ણ કામ માટે પાનકાર્ડ જરૂરી

(1) શેરોની ખરીદી માટે કંપનીને 50 હજાર રૂપિયા અથવા વધુની ચુકવણી માટે પાનકાર્ડ આવશ્યક છે.

(2) પાંચ લાખ રૂપિયા કે તેથી વધુની મિલકત ખરીદવા અને વેચવા માટે પાનકાર્ડ આવશ્યક છે.

(3) બુલિયન અથવા ઝવેરાતની ખરીદી માટે પાંચ લાખ રૂપિયાથી વધુની ચુકવણી માટે પાનકાર્ડ આવશ્યક છે.

(4) બોન્ડ અથવા ડિબેન્ચર્સ ખરીદવા માટે કંપની અથવા સંસ્થાને 50 હજાર રૂપિયા અથવા વધુ ચૂકવણી પર પાનકાર્ડ પણ આવશ્યક છે.(5) વાહનના વેચાણ અથવા ખરીદી પર પણ પાનકાર્ડ આવશ્યક છે. ટુ વ્હીલર સિવાયના કોઈપણ અન્ય વાહનની ખરીદી અને વેચાણ માટે પણ તે જરૂરી છે.(6) જો બૅન્કમાં જમાની રકમ 50 હજાર રૂપિયાથી વધુ છે, તો આ સ્થિતિમાં પાનકાર્ડ હોવું ફરજિયાત છે.

(7) જો પોસ્ટ ઑફિસમાં કોઈ પણ પ્રકારના ખાતાની રકમ 50 હજાર રૂપિયાથી વધુ ચાલતી હોય તો તે હોવું ફરજિયાત છે.

(8) તેનો ઉપયોગ એક લાખ રૂપિયા અથવા તેથી વધુના માલની ખરીદી અથવા વેચાણ પર થાય છે.

(9) પાનકાર્ડ એ કોઈપણ બૅન્કમાં ખાતું ખોલવા માટે જરૂરી દસ્તાવેજ માનવામાં આવે છે.

(10) ટેલિફોન કનેક્શન બનાવવા માટેની અરજી ભરવી ફરજિયાત છે. સેલ્યુલર કનેક્શન માટે પણ તે જરૂરી છે.

(11) જો હોટેલમાં તમારો એક દિવસનો ખર્ચ 25 હજાર રૂપિયાથી વધુ થવાનો છે તો પાનકાર્ડ આવશ્યક છે.

(12) જો તમારે એક દિવસમાં 50 હજાર રૂપિયાથી વધુમાં બૅન્ક ડ્રાફ્ટ, પેમેન્ટ ઓર્ડર અથવા ચેક રોકડમાં ખરીદવો હોય તો તમારે તમારું પાનકાર્ડ બતાવવું જરૂરી છે.

(13) વિદેશ પ્રવાસ માટે જો તમે 25 હજાર રૂપિયા કે તેથી વધુની રોકડમાં ટિકિટ ખરીદતા હોય તો તે સમયે તમારે પાનકાર્ડ બતાવવું પડશે.

તાજેતરમાં આવકવેરા વિભાગે ઘરે બેઠા તમારા પાનકાર્ડમાં આધારકાર્ડ દ્વારા સરનામાં બદલવાની સુવિધા પણ શરૂ કરી છે. આ માટે તમારે યુટીઆઈ-ટીએસએલ અથવા ટીઆઇએન-એનએસડીએલ વેબસાઇટ પર જવું પડશે. તમારે આ બંને પ્લેટફોર્મમાંથી કોઈપણ એકનો ઉપયોગ કરવો પડશે. આ બંને પોર્ટલ પર આધારકાર્ડ ઇ-કેવાયસી સુવિધા મળશે.

 
First published: November 3, 2019
વધુ વાંચો
अगली ख़बर