જરૂરી સૂચના: સરકારે જાહેર કર્યો નિયમ, તમામ લોકો 30 જૂન સુધી કરી લે આ કામ નહીં તો...

જરૂરી સૂચના: સરકારે જાહેર કર્યો નિયમ, તમામ લોકો 30 જૂન સુધી કરી લે આ કામ નહીં તો...
પ્રતીકાત્મક તસવીર

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે (Income Tax Department) 30 જૂન પહેલા પાન (PAN) કાર્ડને આધાર કાર્ડ (Aadhaar) સાથે લિંક કરવાનું અનિવાર્ય કરી દીધું છે. આવું નહીં કરવા પર 1,000 રૂપિયા દંડ આપવો પડશે.

  • Share this:
    નવી દિલ્હી: આધાર કાર્ડ અને પાન કાર્ડને દેશમાં ખૂબ જ મહત્ત્વના દસ્તાવેજ ગણવામાં આવે છે. ઇન્કમટેક્સ રિપોર્ટ (Income tax Return) ફાઇલ કરવા માટે અને મોટા ટ્રાન્ઝેક્શન કરવા માટે પાન કાર્ડ (PAN Card) જરૂરી છે. આ ઉપરાંત પણ અનેક નાણાકીય વ્યવહાર માટે પાન કાર્ડ જરૂરી છે. જ્યારે આધાર કાર્ડ (Aadhaar car)નો ઉપયોગ અન્ય કામ માટે તેમજ ઓળખના પુરાવા માટે થાય છે. હવે ઇન્કમટેક્સ વિભાગે પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવા માટે 30 જૂન, 2021ની સમય મર્યાદા નક્કી કરી છે. જો આ તારીખ સુધીમાં પાન કાર્ડને આધાર સાથે લિંક નહીં કરાવવામાં આવે તો દંડ ભરવો પડી શકે છે. તો જાણીએ પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની પ્રોસેસ.

    1,000 રૂપિયા દંડ લાગશે



    જો તમે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક નહીં કરાવો તમારે 1,000 રૂપિયા દંડ ભરવો પડી શકે છે. એટલું જ નહીં આવું ન કરવા પર તમારું પાન કાર્ડ નિષ્ક્રિય પણ થઈ શકે છે.

    આવું શા માટે?

    કેન્દ્ર સરકારે 2021ના બજેટમાં આવકવેરા કાયદા 1961માં નવી 234H કલમ ઉમેરી હતી. જેમાં પાન કાર્ડ જો નિયત તારીખ પછી આધાર સાથે જોડવામાં આવે તો તેઓ પાસેથી ફી વસૂલ કરી શકાય છે. નવી કલમ મુજબ જો કોઈ વ્યક્તિ 1 જુલાઈ 2021 અથવા ત્યારબાદ પાન કાર્ડને આધાર સાથે લિંકઅપ કરશે તો તેને 1,000થી વધુ રૂપિયાનો દંડ ભરવો પડશે. જો તમારું પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે તો તમે નાણાકીય વ્યવહારો કરી શકશો નહીં. 2021માં સીબીડીટીના નોટિફિકેશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જે દિવસથી પાનકાર્ડ આધારકાર્ડ સાથે જોડાશે તે દિવસથી તેને સક્રિય કરવામાં આવશે.

    આ પણ વાંચો: AIIMS ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યુ- દેશમાં છથી આઠ અઠવાડિયામાં આવી શકે છે ત્રીજી લહેર

    આ રીતે પાન કાર્ડને આધાર સાથે લિંક કરો

    - ઈન્ક્મટેક્સની વેબસાઈટ પર જાઓ.
    - આધાર કાર્ડમાં આપેલું નામ, પાન નંબર અને આધાર નંબર એન્ટર કરો.
    - આધાર કાર્ડમાં માત્ર જન્મનું વર્ષ હોય તો તેને ટીક કરો.
    - કેપ્ચા કોડ એન્ટર કરો.
    - બાદમાં Link Aadhaar બટન પર ક્લિક કરો.
    - તમારું આધાર પાન કાર્ડ સાથે લિંક થઇ જશે.

    SMS દ્વારા આ રીતે કરો લિંક

    SMS દ્વારા આધાર અને પાન લિંક કરવા તમારે મોબાઈલમાં UIDPAN ટાઈપ કરીને બાદમાં 12 અંકોનો આધાર નંબર ટાઈપ કરો અને બાદમાં 10 અંકો વાળો પાન નંબર લખો. ત્યાર બાદ આ મેસેજને 567678 અથવા 56161 નંબર પર સેન્ડ કરી દો.

    આ પણ વાંચો: ફ્લાઈંગ શીખની વિદાઈ: મિલ્ખા સિંઘે અનેક પડકારો વચ્ચે હાંસલ કરી હતી આટલી સિદ્ધિ

    નિષ્ક્રિય પાનને આ રીતે કરો ઓપરેટીવ

    જો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઇ જાય તો તેને ઓપરેટીવ કરી શકાય છે. જેના માટે તમારે મેસેજ કરવો પડશે. મેસેજ બોક્સમાં જઈને રજીસ્ટર્ડ નંબર પરથી 10 અંકોવાળો પાન નંબર અને સ્પેસ આપીને 12 અંકવાળો આધાર નંબર દાખલ કરો. હવે આ મેસેજને 567678 or 56161 પર સેન્ડ કરી દો.

    આ પણ વાંચો: Gold Price: આ અઠવાડિયે સૌથી સસ્તું થયું સોનું, અત્યારે ખરીદી નહીં કરો તો પસ્તાવું પડશે!

    આ રીતે ચેક કરો તમારું આધાર અને પાન લિંક છે કે નહીં

    - ઈન્ક્મટેક્સની વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in પર જાઓ.
    - ક્વિક લિંક ટેબ પર લિંક આધાર પર જઈને સ્ટેટસ ચેક કરો.
    - સ્ટેટ્સ ચેક કરવા માટે આધાર અને પાનની જાણકારી ભરો.
    - વિગતો ભર્યા બાદ વ્યુ લિંક આધાર સ્ટેટસ પર ક્લિક કરો. બાદમાં તમને જાણવા મળશે કે તમારું આધાર અને પાન લિંક છે કે નહીં.

    SMS દ્વારા જાણો તમારું આધાર અને પાન લિંક છે કે નહીં

    તમે SMS દ્વારા પણ જાણો શકો છો કે તમારું આધાર અને પાન લિંક છે કે નહીં. આ માટે તમારે મેસેજ બોક્સમાં જઈને UIDPAN 12 અંકોનો આધાર નંબર, 10 અંકોનો પાન નંબર લખીને 567678 અથવા 56161 પર મેસેજ સેન્ડ કરો.
    Published by:Vinod Zankhaliya
    First published:June 19, 2021, 14:20 pm

    ટૉપ ન્યૂઝ