PAN કાર્ડ વગર ટ્રાન્ઝેક્શન કરશો તો ભરવો પડશે મોટો દંડ

જો તમે PAN કાર્ડ વગર એક વર્ષમાં 2.5 લાખ રૂપિયાથી વધારે પૈસામાં લેવડ-દવેડ કરો છો, તો 31 મી મે પહેલાં તમારે પાન કાર્ડ માટે અરજી કરવી પડશે. નહીંતર તમારે ભારે દંડ ચૂકવવો પડશે.

News18 Gujarati
Updated: June 7, 2019, 3:54 PM IST
PAN કાર્ડ વગર ટ્રાન્ઝેક્શન કરશો તો ભરવો પડશે મોટો દંડ
પાન કાર્ડ
News18 Gujarati
Updated: June 7, 2019, 3:54 PM IST
પાન કાર્ડ, આધાર કાર્ડ અને વોટર આઇડીની જેમ એક જરુરી દસ્તાવેજ છે. આમ છતાં અનેક લોકો પાન કાર્ડ બનાવતા નથી. પરંતુ હવે જો તમારે PAN કાર્ડ વગર એક વર્ષમાં 2.5 લાખ રૂપિયાથી વધારે લેવડ-દેવડ કરો છો તો 31 મી મે પહેલાં તમારે પાન કાર્ડ માટે અરજી કરવી પડશે. આમ નહીં કરવા પર ઇન્કમ ટેક્સ વિભાગને દંડ આપવો પડશે.

આ માટે જરુરી છે પાન કાર્ડની અરજી

આવકવેરા અધિનિયમની કલમ 139 એ અનુસાર, કોઈ પણ કંપની, ટ્રસ્ટ, એલએલપી, હિન્દુ અવિભાજ્ય પરિવારો (એચયુએફ) વગેરે છે અને જે લોકો પાન વગર બિઝનેસ કરે છે અને જેનું વાર્ષિક ટર્નઓવર 2.5 લાખથી વધુ છે તે લોકોને 31 મે પહેલાં અરજી કરવી જરુરી છે.

આ પણ વાંચો: બિઝનેસ કરવા માટે સરકાર આપે છે 10 લાખ સુધી લોન, આ છે યોજના

10 હજાર દંડ થશે

ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જો આ કરવામાં નહીં આવે તો સીબીડીટી કંપનીઓ અને વ્યક્તિઓ પર 10 હજાર રૂપિયા દંડ કરવામાં આવશે. આવકવેરા કાયદાના રૂલ 114 બી અનુસાર, જો લોકો અથવા કંપનીઓ વાહનો ખરીદે છે, તો બેંકમાં એફડી કરતાં અન્ય ખાતાઓ, ડીમેટ એકાઉન્ટ્સ, મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ માટે પાન કાર્ડ માટે અરજી કરવી તે જરૂરી રહેશે.
Loading...

નિયામક, પાર્ટનર માટે પણ છે જરુરી

સેન્ટ્રલ પ્રત્યક્ષ ટેક્સ બોર્ડએ 5 ડિસેમ્બર 2018 ના રોજ જાહેરનામું બહાર પાડ્યુ હતુ. આ સૂચના માં 31 મે છેલ્લી તારીખે મૂકવામાં આવી હતી. આ નોટિફિકેશન અનુસાર કંપનીઓ, ટ્રસ્ટ, વગેરે ભાગીદાર, ટ્રસ્ટી સ્થાપક, સર્જક નિયામક અને સીઇઓ પાસે પાન કાર્ડ નથી તો તેને પણ આ માટે આવેદન કરવું પડશે. આઇટીઆર નહીં ભરેવા પર કંપનીઓને પાન કાર્ડ માટે અરજી કરવી પડશે.
First published: May 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...