નવી દિલ્હી : વર્તમાન કોરોના મહામારીના કારણે કેન્દ્ર સરકાર દ્વારા પર્મનેન્ટ એકાઉન્ટ નંબર (PAN) અને આધારકાર્ડને લિંક કરવા માટેની સમય મર્યાદાને વધારવાનો નિર્ણય લેવાયો હતો. સમયમર્યાદા 31 માર્ચથી વધારી 30 જૂન કરાઈ હતી. હવે આ પ્રક્રિયા માટે એક મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે પાન અને આધાર લિંક ના થાય તો શું થઈ શકે તેનો જવાબ અહીં આપવામાં આવ્યો છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા જણાવાયું છે કે, જો કોઈ પાનકાર્ડ અને આધારકાર્ડ સાથે લિંક કરવામાં નિષ્ફળ રહેશે તો તે નિષ્ક્રિય થઈ જશે. જો અરજકર્તા સમય મર્યાદા વીતી ગયા બાદ પાનકાર્ડને આધારકાર્ડથી લિન્ક કરે તો આધાર સાથેના જોડાણની તારીખથી તે સક્રિય થશે.
કેન્દ્ર સરકારે 2021ના બજેટમાં આવકવેરા કાયદા 1961માં નવી 234H કલમ ઉમેરી હતી. જેમાં પાન કાર્ડ જો નિયત તારીખ પછી આધાર સાથે જોડવામાં આવે તો તેઓ પાસેથી ફી વસૂલ કરી શકાય છે. નવી કલમ મુજબ જો કોઈ વ્યક્તિ 1 જુલાઈ 2021 અથવા ત્યારબાદ પાન કાર્ડને આધાર સાથે લિંકઅપ કરશે તો તેને 1000થી વધુ રૂપિયાનો દંડ ભરવો પડશે. જો તમારું પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે તો તમે નાણાકીય વ્યવહારો કરી શકતા નથી. 2021માં સીબીડીટીના નોટિફિકેશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જે દિવસથી પાનકાર્ડ આધારકાર્ડ સાથે જોડાશે તે દિવસથી તેને સક્રિય કરવામાં આવશે. જો પાન કાર્ડ સમયસીમા બાદ એટલે કે 30 જૂન બાદ લિંક કરાશે તો કલમ 234H હેઠળ વ્યક્તિ ફી ભરવા બદલ જવાબદાર રહેશે. જેથી સમયમર્યાદા પહેલા જ તેને લિંક કરવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો - એક જ વ્યક્તિને પ્રેમ કરે છે આ જોડીયા બહેનો, કરી લીધી સગાઇ, જુઓ PHOTOS આવકવેરાના કાયદા મુજબ જો કોઈ વ્યક્તિનું પાન 30 જૂન સુધીમાં તેના આધાર સાથે લિંક ન કરવાને કારણે નિષ્ક્રિય થઈ જાય છે અને આવા વ્યક્તિએ પાન આપવું અથવા ક્વોટ કરવું જરૂરી હોય તો તેમણે આવશ્યક રજૂઆત / જાણ / અવતરણ કર્યું નથી તેમ માની લેવામાં આવશે. આનાથી તેઓ આવકવેરા કાયદા હેઠળના તમામ પરિણામો માટે જવાબદાર ગણાશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર