Home /News /business /સરકારે આપી મોટી જાણકારી, આ લોકોએ Aadhaar-Pan Link કરવાની જરૂર નથી

સરકારે આપી મોટી જાણકારી, આ લોકોએ Aadhaar-Pan Link કરવાની જરૂર નથી

Pan Aadhar link

પાનને આધાર સાથે લિંક કરવાની સમય મર્યાદાને ઘણીવાર વધારવામાં આવી છે. પરંતુ વર્તમાન સમય મર્યાદા 31 માર્ચ 2023 છે અને જો તમે આ સમય સુધી તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક કરતા નથી, તો તમારું પાન કાર્ડ 1 એપ્રિલ 2023થી અમાન્ય થઈ જશે.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે 31 માર્ચ 2023 પહેલા આધાર કાર્ડને પાન કાર્ડ સાથે જોડવું અનિવાર્ય કરી દીધું છે. ઈનકમ ટેક્સ વિભાગની એડવાઈઝરી પ્રમાણે, જો 31 માર્ચ 2023 પહેલા આધાર-પાન લિંક નહિ થાય તો પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે.

I-T વિભાગને જાહેર સલાહમાં કહ્યું કે, ‘આ જરૂરી છે, રાહ ન જુઓ, આજે જ લિંક કરો! I-T અધિનિયમ અનુસાર, બધા જ પાન ધારકો માટે આ અનિવાર્ય છે, જે છૂટની શ્રેણીમાં નથી આવતા. 31 માર્ચ, 2023 પહેલા તેમના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવું અનિવાર્ય છે. 1 એપ્રિલ 2023 થી અનલિંક પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે.’

આ પણ વાંચોઃ કેટલાય ખેડૂતોએ કરી આ ખેતીની શરૂઆત, ત્રણ મહિનામાં જ થઈ જાય છે લાખોની કમાણી

પાનને આધાર લિંક કરવાની સમય મર્યાદાને ઘણીવાર વધારવામાં આવી છે. પરંતુ વર્તમાન સમય મર્યાદા 31 માર્ચ 2023 છે અને જો તમે આ સમય સુધી તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક કરતા નથી, તો તમારું પાન કાર્ડ 1 એપ્રિલ 2023થી અમાન્ય થઈ જશે.

પાન-આધાર લિંકની કોને આવશ્યકતા નથી?


આવકવેરા અધિનિયમ 1961ના ધારા 139AA અનુસાર, જો તમે તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરતા નથી, તો તે 1 એપ્રિલ 2023થી નિષ્ક્રિય થઈ જશે. જો પાન કાર્ડધારક આ સમય મર્યાદાને પૂરી કરવામાં વિફળ રહે છે, તો 10-ડિજિટ યૂનિક અલ્ફાન્યૂમેરિક નંબર નિષ્ક્રિય થઈ જશે. ધ્યાન રાખો કે, સરકાર દ્વારા સૂચિત કરવામાં આવેલા આ નિયમમાં થોડી છૂટ છે. કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા મે 2017માં જારી એક અધિસૂચનાના અનુસાર, 4 શ્રેણીઓ છે, જેને પાન-આધાર લિંકિંગમાં છૂટ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ 1 શેરના બદલામાં 10 શેર આપશે આ કંપની, જાહેર કરી રેકોર્ડ ડેટ

પાન-આધાર લિંક આ લોકો માટે અનિવાર્ય નથી -


અસમ, મેઘાલય કે જમ્મુ અને કશ્મીરમાં રહેનારા લોકોને તેની જરૂરત નથી.

આવકવેરા અધિનિયમ, 1961 મુજબ બિન-નિવાસી.


ગત વર્ષ દરમિયાન કોઈ પણ સમયે 80 વર્ષ કે તેથી વધારે ઉંમરની લોકોને પણ તેની જરૂરત નથી.
First published:

Tags: Business news, Pan card, PAN-AADHAR