નવી દિલ્હી: તમામ લોકો જાણે છે કે આધાર કાર્ડ (Aadhaar) એક મહત્ત્વનું ઓળખપત્ર હોવાની સાથે સાથે સરકારી દસ્તાવેજ પણ છે. સરકારની સૂચના પ્રમાણે તમારા PAN કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક (PAN-Aadhaar Link) કરવું અનિવાર્ય છે. મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી સૂચના પ્રમાણે આગામી 31 માર્ચ, 2021 સુધી આ કામ કરી શકાય છે. જો આ કામ (પાન-આધાર લિંક) નિર્ધારિત સમયમાં નહીં કરવામાં આવે તો ઇન્કમ ટેક્સ એક્ટ અંતર્ગત ગંભીર પરિણામ અંતર્ગત તમારે 10 હજાર રૂપિયા દંડ પણ ભરવો પડી શકે છે.
ઇન્કમ ટેક્સ વિભાગ પ્રમાણે જો 31 માર્ચ, 2021 પછી કોઈ નિષ્ક્રિય કે કેન્સલ PAN કાર્ડનો ઉપયોગ થયો હોવાનું માલુમ પડશે તો તેના પર ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 272B અંતર્ગત 10,000 રૂપિયાનો દંડ લાગી શકે છે. એક જાહેરનામું બહાર પાડીને ટેક્સ વિભાગે કહ્યુ છે કે, 31 માર્ચ સુધી કરદાતાઓ પાન કાર્ડને આધાર સાથે લિંક નહીં કરાવે તો પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે.
લિંક નહીં કરવા પર PAN કાર્ડ અમાન્ય ગણાશે
PAN કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે. આવું નહીં કરવામાં આવે તો તમારા PAN કાર્ડને અમાન્ય જાહેર કરી દેવામાં આવશે. એક વખત PAN કાર્ડ રદ થશે તો અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તમારા અનેક કામ અટકી જશે. સીબીટીડીએ કહ્યુ છે કે જે લોકો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી રહ્યા છે તેમના માટે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની આધાર યોજનાને બંધારણીય રીતે માન્ય કહી હતી.
>> સૌથી પહેલા તમારે ઇન્કમ ટેક્સની અધિકૃત વેબસાઇટ incometaxindiaefiling.gov.in પર જવાનું રહેશે. જેના પર Link Aadhaar પર ક્લિક કરો. >> જે બાદમાં Click here ફર ક્લિક કરો. નીચે આપવામાં આવેલા બૉક્સમાં પાન કાર્ડ, આધાર નંબર, નામ અને નીચે આપવામાં આવેલો કેપ્ચા ટાઇપ કરો. >> તમામ બૉક્સ ભરી દીધા બાદ Link Aadhaar પર ક્લિક કરો. >> ધ્યાન રાખો કે નામ કે નંબર લખવમાં કોઈ ભૂલ ન થાય.
આ પણ જુઓ-
આ ઉપરાંત PAN સેન્ટર પર જઈને પણ આધારને PAN કાર્ડ સાથે લિંક કરાવી શકાય છે. આ માટે 25થી 110 રૂપિયા અને પાન કાર્ડ તેમજ આધાર કાર્ડની ઝેરોક્ષ આપવી પડશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર