પાકિસ્તાનમાં કપાસની અછત, ભારત પાસેથી કપાસ આયાત કરવા માટે થઈ રજૂઆત

પ્રતિકાત્મક તસવીર

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન દ્વારા વાણિજ્ય તથા કાપડ મંત્રાલયના પ્રભારી રૂપે આ અરજીને ECC સમક્ષ રજૂ કરવાની મંજૂરી આપવામાં આવી

  • Share this:
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની(Pakistan Prime Minister Imran Khan) અધ્યક્ષતામાં કાપડ મંત્રાલયે ભારત સરકારને(Government of India) કપાસની આયાત(Cotton Imports) પર પ્રતિબંધ દૂર કરવાની રજૂઆત કરી છે. પાકિસ્તાનમાં કાપડ ક્ષેત્રે કાચા માલની અછત વર્તાઈ રહી છે. ધ ડોન ન્યૂઝે(The Dawn News) સરકારી સૂત્રો દ્વારા જણાવ્યું છે કે કાપડ મંત્રાલયે (Ministry of Textile Industries) કપાસ પરનો પ્રતિબંધ દૂર કરવા માટે એક સપ્તાહ પહેલા કેબિનેટની આર્થિક સમન્વય સમિતિ ECCને લેખિતમાં રજૂઆત કરી છે.

પાકિસ્તાનમાં કપાસનું ઉત્પાદન ઓછુ થતા આયાતની જરૂરિયાત ઊભી થઈ છે

પાકિસ્તાની અધિકારીએ જણાવ્યું છે કે, સમન્વય સમિતિના નિર્ણયને સંઘીય મંત્રીમંડળ સામે પ્રસ્તુત કરવામાં આવશે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન દ્વારા વાણિજ્ય તથા કાપડ મંત્રાલયના પ્રભારી રૂપે આ અરજીને ECC સમક્ષ રજૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. પાકિસ્તાનમાં આ વર્ષે કપાસનું ઉત્પાદન ઓછું થવાને કારણે ભારતથી કપાસ આયાત કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.

આ પણ વાંચો - Nazara tech IPO: રોકાણકારો થયા માલામાલ, 79% પ્રીમિયમ સાથે બજારમાં લિસ્ટ થયો શેર

પાકિસ્તાનને ભારત કપાસની આયાત કરે છે

કપાસ અને યાર્નની અછતના કારણે પાકિસ્તાન સંયુક્ત રાજ્ય અમેરિકા, બ્રાઝીલ અને ઉજબેકિસ્તાનથી કપાસ આયાત કરવા માટે મજબૂર બન્યું હતું. ભારત પાસેથી કપાસ આયાત કરવું પાકિસ્તાનને સસ્તુ પડી રહ્યું છે. તેમજ કપાસ ઓછા સમયમાં ત્રણથી ચાર દિવસમાં કપાસનો જથ્થો પાકિસ્તાન પહોંચી જાય છે. પાકિસ્તાનને અન્ય દેશો પાસેથી કપાસની આયાત કરવી ખૂબ જ મોંધી પડી શકે છે, તથા કપાસનો જથ્થો પાકિસ્તાન પહોંચવામાં એક થી બે મહિનાનો સમય લાગે છે.

આ પણ વાંચોજો તમારી પાસે 1, 5 અને 10 રૂપિયાના સિક્કા છે, તો તમે બનશો લખપતિ! મળશે રૂ. 25 લાખ, બસ કરો કામ

પાકિસ્તાનમાં કપાસની અછત સર્જાતા ભારત પાસેથી કપાસ આયાત કરવાની રજૂઆત કરવામાં આવી છે. ત્યારે હવે જોવું રહ્યું કે, આ રજૂઆતને ECC શું પ્રતિસાદ આપશે.
First published: