ચીનની ચાલમાં ફસાયું પાકિસ્તાન, કેવી રીતે ચીની કંપનીઓએ પાકમાં ફેલાવી ભ્રષ્ટ્રાચારની જાળ

News18 Gujarati
Updated: June 27, 2020, 5:50 PM IST
ચીનની ચાલમાં ફસાયું પાકિસ્તાન, કેવી રીતે ચીની કંપનીઓએ પાકમાં ફેલાવી ભ્રષ્ટ્રાચારની જાળ
તસવીર : ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પેજ, ફેસબુક

બીજિંગના દબાણ પછી પાકિસ્તાન સરકારે આ રિપોર્ટના કારણે જરૂરી તપાસને આટોપી લીધી છે

  • Share this:
નવી દિલ્હી : ચીની કંપનીઓ પર પાવર પ્રોજેક્ટના ખર્ચમાં ભારે વઘારો કરવાના આરોપ લગાવ્યા પછી હવે પાકિસ્તાન ચીનથી બેલ્ટ એન્ડ રોડ રિપેમેન્ટ (Belt & Road Repayment) પર ચર્ચા કરવામાં લાગ્યું છે. બંને દેશો વચ્ચે ચર્ચાનો રાઉન્ડ એવા સમયે શરૂ થયો છે જ્યારે થોડાક દિવસ પહેલા જ પાકિસ્તાનની એક કમિટીએ ચીન અને ઘરેલું પાવર કંપનીઓ દ્વારા જરુર કરતા વધારે ખર્ચનો ખુલાસો કર્યો છે. કોરોના વાયરસની મહામારીના કારણે ગંભીર આર્થિક સંકટના (Pakistan Financial Crisis)આ રાઉન્ડમાં પાકિસ્તાન બેલ્ટ એન્ડ રોડ રિપેમેન્ટને લઈને વાતચીત કરવા લાગ્યું છે. જેથી વર્તમાન આર્થિક સંકટમાં તેને થોડીક રાહત મળી શકે.

ઇસ્લામાબાદ દ્વારા જાહેર કરેલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 30 વર્ષના લાઇફટાઇમ વાળા પ્રોજેક્ટ માટે હુઆનેંગ શેનડોંગ રુયી એનર્જી અને પોર્ટ કાસિમ ઇલેક્ટ્રિક પાવર કંપની નામના કોલસા પ્લાંટ્સ લગભગ 3 અરબ ડોલર વધારાનો ખર્ચ કરી રહ્યા છે. જેમાં વ્યાજ ભુગતાન પણ સામેલ છે. આ બંને પ્લાંટ્સના સેટઅપ કોસ્ટ પર જ એકલા 32 અરબ રૂપિયા વધારે ખર્ચ કર્યા છે.

આ પણ વાંચો - રાજકોટ : લૉકડાઉનનો સદુપયોગ, ખેડૂતે એક મહિનાની મહા-મહેનતે અલ્ટ્રા મીની ટ્રેકટર બનાવ્યું

હવે બીજિંગના દબાણ પછી પાકિસ્તાન સરકારે આ રિપોર્ટના કારણે જરૂરી તપાસને આટોપી લીધી છે. ફાઇનેન્સિયલ ટાઇમ્સે આ મામલા સાથે જોડાયેલ કેટલાક સૂત્રોના હવાલાથી લખ્યું છે કે હાલ પાકિસ્તાન સરકાર પાવર ટેરિફમાં વાતચીત કરવાના બદલે આગામી 10 વર્ષ માટે રિપેમેન્ટ ટાળવા પર વિચાર કરી રહી છે. એક પાકિસ્તાની કેબિનેટ મંત્રીએ કહ્યું કે વર્તમાન આર્થિક સ્થિતિને જોતા અમે રાહતનો દરેક પ્રયત્ન કરી રહ્યા છીએ. આ જ કારણ છે કે સૌ પહેલા અમે સ્વતંત્ર વીજળી ઉત્પાદકો સાથે અનૌપચારિક રીતે ડીલ કરી રહ્યા છીએ. જોઈએ છીએ કે આમાં આગળ શું પ્રગતિ થાય છે અને આ પછી અમે કોઈ ઔપચારિક પ્રક્રિયા પૂરી કરીશું.

એલિસ વેલ્સ નામના એક પૂર્વ અમેરિકી ફૂટનીતિજ્ઞએ સતત 62 અરબ ડોલરના ખર્ચ પર બની રહેલ ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર(China-Pak Economic Corridor)ની ટિકા કરી છે. વેલ્સનું કહેવું છે કે તેમાં કોઈ પારદર્શિતા નથી અને ચીની કંપનીઓને અપ્રત્યાશિત લાભ પહોંચાડવાની ગેરન્ટી છે. ચીન વર્તમાન સ્થિતિનો ફાયદો ઉઠાવી પાકિસ્તાન પર બોઝ ડાલી રહ્યું છે.
First published: June 27, 2020, 5:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading