ભારત સાથે ચાલી રહેલો વિવાદ પાકિસ્તાન માટે ઘણો મોંગો સાબિત થઈ રહ્યો છે. પુલવામા એટેક બાદ ભારતના કડક વલણના ચાલતા પાકિસ્તાનમાં મોંઘવારી 4 વર્ષના ઉચ્ચ સ્તર પર પહોંચી ગઈ છે. ગલ્ફ ટાઈમ્સ અનુસાર, ફેબ્રુઆરી મહિનામાં પાકિસ્તાનનો મોંઘવારી દર વધીને 8.2 ટકા થઈ ગયો છે. ભારત દ્વારા કડક પગલા ભર્યા બાદ પાકિસ્તાનના રૂપિયામાં ભારે ઘટાડો નોંધાયો છે, જેના કારણે ઈમ્પોર્ટ બેસ્ડ ઈકોનોમિમાં કોમોડિટિઝની કિંમતો વધી છે.
પાકિસ્તાન બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સના રિપોર્ટ્રસ અનુસાર, ફેબ્રુઆરી 2019માં કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ મોંઘવારી જાન્યુઆરી મહિનામાં વાર્ષીક આધાર પર 7.19 ટકા હતા. કન્ઝ્યુમર ઈંફ્લેશન આ સમયે 2014ના લેવલ પર પહોંચી ગયો છે. જૂન 2014માં મોંઘવારી દર 7.19 ટકા હતો. પીબીએસ અનુસાર, ફેબ્રુઆરીમાં ટામેટા, આદુ, ખાંડ, ચા, મટન, ગોળ, ઘી, માછલી, મૂંગ દાળ, ઈંડા, કુકિંગ ઓઈલ, ચોખા, દાળ, દૂધ અને ઘઉંના ભાવમાં 3.21-179.40 ટકા વધારો થયો છે.
પાકિસ્તાનમાં મોંઘવારીની અસર તેની મૌદ્રીક નીતિ પર પણ પડી છે. સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાને રૂપિયાની ઘટતી કિંમત અને કાચા તેલની વધતી કિંમતોને જોતા કેટલાક પેરફાર કર્યા છે. બેન્કે વીતેલા વર્ષના જાન્યુઆરીમાં લોનના દરોમાં પણ 4.5 ટકા વધારો કર્યો છે.
SAFTAમાંથી બહાર થશે પાકિસ્તાન પુલવામા એટેકના ચાલતા મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો છીનવી અને નિકાસ કરવામાં આવતા સામાન પર બેસિક કસ્ટમ ડ્યૂટી 200 ટકા સુધી વધાર્યા બાદ ભારત સરકાર એક વખત ફરી પાકિસ્તાનને આર્થિક નુકશાન પહોંચાડવાની તૈયારી કરી રહ્યું છે. સૂત્રો અનુસાર, ભારત પોતાની નવી રણનીતિ હેઠળ પાકિસ્તાનને સાઉથ એશિન ફ્રી ટ્રેડ એરિયા (સાફ્ટા)માંથી પણ બહાર કરવા પર વિચાર કરી રહ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર