આર્થિક તંગી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનને પડ્યો વધુ એક મોટો ફટકો

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની ફાઇલ તસવીર

અમેરિકન ડૉલર સામે પાકિસ્તાની રૂપિયો ઐતિહાસીક તળીયે. મોઘવારીએ પાકિસ્તાનની કમર તોડી નાંખી.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : આર્થિક તંગી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનને વધુ એક મોટો ફટકો પડ્યો છે. અમેરિકન ડૉલર સામે પાકિસ્તાનનો રુપિયો તળિયે પટકાયો છે. એક અમેરિકન ડૉલરની સામે પાકિસ્તાનમાં રૂપિયા 148એ પહોંચ્યો છે. મીડિયા અહેવાલો મુજબ પાકિસ્તાની રૂપિયામાં ઐતિહાસીક મંદી જોવા મળી છે. આર્થિક બાબતોના જાણકારોના મતે આગામી દિવસોમાં પાકિસ્તાનનો રૂપિયા વધુ ગગડી શકે છે. પાકિસ્તાન મોટા ભાગનું કાચું તેલ વિદેશથી ખરીદે છે આ સ્થિતિમાં પાકિસ્તાનમાં ઇમ્પોર્ટ મોંઘું થઈ શકે છે.

  શા માટે ગગડી રહ્યો છે પાકિસ્તાની રૂપિયો : પાકિસ્તાનના અખબાર ડૉનના અહેવાલ મુજબ આઈએમએફ સાથે થયેલા કરાર બાદ પાકિસ્તાની ચલણ દબાણમાં છે. ટ્રેડર્સના મતે સરકાર અને આઈએમએફ વચ્ચે થયેલા કરારની શર્તોનો ખુલાસો થયો નથી. આ સ્થિતિમાં રોકાણકારોની ચિંતામાં વધારો થયો છે અને તેથી તેઓ ઝડપથી પાકિસ્તાની રૂપિયો વેચી રહ્યાં છે.

  મોંઘવારીમાં વધારો
  મીડિયા અહેલાલો મુજબ, પાકિસ્તાનને આગામી બજેટમાં વીજળી, ગેસની કિંમતમાં વધારો કરવાની શર્ત માનવી પડી છે. સુત્રોના જણાવ્યા મુજબ સરકારે સબ્સિડીમાં ઘટાડો કરી અને ફક્ત ઉર્જા ક્ષેત્રના વપરાશકારો પાસેથી 340 અબજ રૂપિયા વસૂલવા પડશે.

  પાકિસ્તાનની સંસ્થા નેશનલ ઇલેક્ટ્રિક પાવર રેગ્યુલેટરી ઓથૉરિટીને સ્વાયત્ત સંસ્થા બનાવી અને તેમાંથી સરકારની ભૂમિકાનો ઘટાડો કરવામાં આવશે. આ ઉપરાંત ઇમ્પોર્ટ મોંઘું થતા દેશમાં મોંઘવારીમાં વધારો થશે.

  પાકિસ્તાનનો ગ્રોથ 8 વર્ષના તળિયે
  પાકિસ્તાનનો આર્થિક વિકાસ દર 3.3 ટકા છે જ્યારે તેમનો વિકાસ દરનો લક્ષ્યાંક ગત વર્ષ માટેનું 6.2 ચરકા નક્કી કરાયો હતો. પાકિસ્તાનનો આર્થિક ગ્રોથ પાછલાં 8 વર્ષના તળિયે પહોંચી ગયો છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ પાકિસ્તાન પર 91.8 અબજ ડૉલરનું વિદેશી કર્જ છે. નવાઝ શરીફે વડાપ્રધાન પદના શપથ લીધા તેના પાંચ વર્ષમાં આ કર્જમાં 50 ટકાનો વધારો થયો છે.

  ધ એક્સપ્રેસ ટ્રીબ્યૂનના અહેવાલ મુજબ વર્ષ 2007માં પાકિસ્તાનમાં ઇનકમટેક્સ ભરનારા લોકોની સંખ્યા 21 લાખ હતી જે વર્ષ 2017માં ઘટીને 12 લાખ 60 હજાર થઈ ગઈ છે.
  Published by:Jay Mishra
  First published: