પાકિસ્તાનને મળી તો ગઈ મદદ, પણ કમર તોડી દેશે IMFની આ શરતો!

ચૂંટણી કેમ્પેઈનમાં ઈમરાન ખાને દાવો કર્યો હતો કે, IMF પાસે મદદ માંગવા માટે નહીં જઈએ

News18 Gujarati
Updated: May 13, 2019, 4:38 PM IST
પાકિસ્તાનને મળી તો ગઈ મદદ, પણ કમર તોડી દેશે IMFની આ શરતો!
ઈમરાન ખાન (ફાઈલ ફોટો)
News18 Gujarati
Updated: May 13, 2019, 4:38 PM IST
આર્થિક તંગીથી ઝઝૂમી રહેલા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મુદ્દા કોષ (IMF) તરફથી 6 અબજ ડોલર બેલઆઉટ પેકેજ તો મળી ગયું છે, પરંતુ ત્યારબાદ પણ પાકિસ્તાનની પરિસ્થિતિ બદલશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. IMF સાથે ત્રણ મહિના સુધી કરવામાં આવેલી વાતચીત બાદ પાકિસ્તાનને મદદ તો મળી ગઈ છે. પરંતુ, આ વખતે IMF કડક માપદંડ સાથે પાકિસ્તાનની મદદ કરી છે. તમને જણાવી દઈએ કે, આ 22મી વખત છે, જ્યારે પાકિસ્તાનની પરિસ્થિતિ આટલી વધુ ખરાબ થઈ કે તેણે IMFની શરણમાં જવા મજબૂર થવું પડ્યું છે.

IMFની શરતોથી નાખુશ છે ઈમરાન ખાન
રિપોર્ટ્સ અનુસાર, IMFની પેકેજ આપવાની શરતોથી પાકિસ્તાન પ્રધાનમંત્રી ઈમરાન ખાન નાખુશ છે. વિશેષજ્ઞો અનુસાર, પાવર ટેરિફમાં વધારો, ટેક્સ છૂટ ખતમ કરવા જેવી શરતોના કારણે પાકિસ્તાનના મધ્યમવર્ગ અને ગરીબવર્ગ પર જરૂરતથી વધારે બોઝો પડશે, જેના કારણે ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફની લોકપ્રિયતા ખતમ થઈ શકે છે.

શનીવારે જ ઈમરાન ખાને આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી
IMF સાથે કરાર પર તૈયાર થવા પર ઈમરાન ખાને શનીવારે જ આ ડીલ પર ચિંતા વ્યક્ત કરી હતી અને નાણાં મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. જોકે, પાકિસ્તાન પાસે IMFની શરતો સામે ઝુક્યા સિવાય કોઈ અન્ય વિકલ્પ જ બચ્યો ન હતો.

ચૂંટણી કેમ્પેઈનમાં ઈમરાન ખાને દાવો કર્યો હતો કે, IMF પાસે મદદ માંગવા માટે નહીં જઈએ
Loading...

ગત વર્ષે જ્યારે ઈમરાન ખાન સત્તામાં આવ્યા ત્યારે તેમની છબી IMFના મોટા આલોચક તરીકે હતી. પોતાના ચૂંટણી કેમ્પેઈનમાં તેમણે વાયદો કર્યો હતો કે, તે IMF પાસે મદદ માંગવા માટે નહી જાય પરંતુ ઈમરાન ખાને પોતાની પ્રતિજ્ઞા તોડવી પડી. ઈમરાને સામાજીક કલ્યાણ કાર્યક્રમોને પણ આગળ વધારવાનો વાયદો કર્યો હતો જે વૈશ્વિક સંસ્થા IMFની મિતવ્યયિતાની શરતોથી બિલકુલ ઉલટો હતો. હવે આઈએમએફનું પેકેજ મળ્યા બાદ ઈમરાન ખાને તે તમામ શરતો માનવી પડી છે, જેના ક્યારેક કટ્ટર વિરોધી રહ્યા હતા.

IMFની પાકિસ્તાન સાથે ડીલ અત્યાર સુધીની સૌથી કડક શરતો સાથે થઈ છે
સમાચારપત્ર અનુસાર, IMF ડીલ અત્યાર સુધીની સૌથી વધારે કડક શરતો સાથે કરવામાં આવી છે અને પાકિસ્તાન સંસ્થાઓ શરતો પૂરી કરવામાં સફળ ન થઈ શકે તો તે સંસ્થાની વિશ્વસનિયતાના લિસ્ટમાં એક-બે ક્રમ વધુ નીચે ગીરી શકે છે. કરારનો એક ભાગ રહેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, IMFના કર્મચારીઓ શરૂઆતમાં તો એક-બે વાર્તામાં નરમ વલણ અપનાવી રહ્યા પરંતુ ત્યારબાદ તે એવી કડક શરતો લઈને આવ્યા જે કેટલાએ મોર્ચા પર અસ્વીકાર્ય લાગી રહી હતી. અધિકારીએ કહ્યું કે, અગામી બજેટમાં વ્યયમાં કટોતી અને રાજસ્વ વધારા દ્વારા જીડીપીના 2.6 ટકાના બરાબર એટલે કે, 1120 અબજ રૂપિયાની નાણાકીય વ્યવસ્થા કરવાનું સામેલ છે. તેનો મતલબ એ છે કે, સરકાર પર 600થી 700 અબજ રૂપિયાનું વધારે રાજસ્વ ભેગુ કરવાનો ગંભીર પડકાર હશે.
First published: May 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...