નવી દિલ્હીઃ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ઘણું જ જરૂરી છે. સરકાર તરફથી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે ઘણીવાર કહેવામાં આવ્યું છે. પહેલા પાન અને આધારને લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2023 હતી. જો કે, હવે સરકારની તરફથી આ તારીખને વધારીને 30 જૂન 2023 કરી દેવામાં આવી છે. એવામાં લોકો હવે 30 જૂન 2023 સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકે છે.
જો પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવુ હોય, તો તેના માટે દંડ પણ આપવો પડશે. હાલ પાન અને આધારને લિંક કરવા માટે 1,000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છ. જ્યારે લોકોને ઘણીવાર આ સમસ્યાનો સામનો પણ કરવો પડી રહ્યો છે, કે 1,000 રૂપિયા દંડ આપ્યા પછી પણ પાન-આધાર લિંક થઈ રહ્યુ નથી.
જો 1,000 રૂપિયા દંડ આપ્યા પછી પણ પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક ન થાય, તો તરત જ આ કામ કરી લેવુ જોઈએ.
-ઈનકમ ટેક્સ વિભાગની વેબસાઈટ કહે છે, કે ઈ-પે ટેક્સ/NSDL પર કરવામાં આવેલી ચૂકવણીને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર પ્રદર્શિત થવામાં કેટલાક દિવસ લાગી શકે છે. એટલા માટે, ટેક્સપેયર્સને સલાહ આપવામાં આવે છે, કે તેઓ ચૂકવણી કરવાના 4-5 દિવસમાં તેઓ પાન-આધાર લિંક કરવાની વિનંતિ કરવાનો પ્રયાસ કરે.
- ચલણની વિગતો પણ 26ASમાં અપડેટ થઈ જશે. જો તમે પણ વિનંતિ સબમિટ કરવામાં સક્ષણ નથી, તો તમારે તે ચેક કરવું જોઈએ, કે માઇનોર હેડ કોડ 500 હેઠળ ચુકવણી કરવામાં આવી છે કે નહીં. જો હાં, તો તમે ફરિયાદ દાખલ કરી શકો છો, કે હેલ્પડેસ્કનો સંપર્ક કરી શકો છો.
- માઈનપ હેડ 500 હેઠળ ભૂલથી ફી ચૂકવ્યા પછી તમને રિફંડ નહિ મળે. વિભાગનું કહેવું છે કે, માઈનર હેડ 500 હેઠળ પાન-આધારને લેટ લિંક કરવાને માટે કલમ 234H હેઠળ ચૂકવણી કરવામાં આવેલી ફીના રિફંડની કોઈ જોગવાઈ નથી.
- ચૂકવણી પછી આધાર-પાન લિંકિંગ નિષ્ફળ થવા પર તમારે ફરીથી ચૂકવણી નહિ કરવી પડે. વિભાગનું કહેવું છે કે, આધાર-પાન લિંકિંગને ફરીથી સબમિટ કરતી વખતે સમાન ચલણને ધ્યાનમાં લઈ શકાય છે.
- જો તમે તમારા પાનની સાથે એક ખોટું આધાર લિંક કર્યુ છે અને ત્યારબાદ તમારું આધાર ડિલિંક કરાવી લીઘુ છે, તો તમારે એક નવું પાન-આધાર લિંકિંગ વિનંતિને જમા કરવા માટે ફરીથી ફીની ચૂકવણી કરવી પડશે.
- ઈનકમ ટેક્સ વિભાગનું કહેવું છે કે, ઉપયોગકર્તાઓએ પાન કે આધાર ડેટાબેસમાં તેની વિગતો સુધારવી જોઈએ, જેથી સુનિશ્ચિત થઈ શકે કે, બંને વચ્ચેનો મેળ સાચો છે.
- પાન વિવરણને ટિન-એનએસડીએલ વેબસાઈટ કે UTIISLના પાન ઓનલાઈન પોર્ટલ પર સુધારી શકાય છે. UIDIની વેબસાઈટ પર આધાર વિગતોમાં સુધારો કરી શકાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર