ચિદમ્બરમે જણાવ્યું દેશભરમાં કેવી રીતે લાગુ થશે રાહુલની 'ન્યાય' સ્કીમ

News18 Gujarati
Updated: March 27, 2019, 4:36 PM IST
ચિદમ્બરમે જણાવ્યું દેશભરમાં કેવી રીતે લાગુ થશે રાહુલની 'ન્યાય'  સ્કીમ
પીએમ મોદીએ કહ્યું કે, તે દરેક ભારતીયના ખાતામાં 15 લાખ જમા કરાવશે તો કોઈએ પણ તેમની પાસે તેના ગણિત વિશે પુછ્યુ ન હતું.

પીએમ મોદીએ કહ્યું કે, તે દરેક ભારતીયના ખાતામાં 15 લાખ જમા કરાવશે તો કોઈએ પણ તેમની પાસે તેના ગણિત વિશે પુછ્યુ ન હતું.

  • Share this:
પૂર્વ નાણાંમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે કોંગ્રેસની મહત્વકાંક્ષી ન્યય સ્કીમને કેવી રીતે લાગુ કરાશે તે જણાવ્યું. ચિદમ્બરમે ચેન્નાઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસની ન્યૂનત્તમ આવક ગેરન્ટી યોજનાને દેશના વિકાસમાં ક્રાંતિકારી પગલું જણાવ્યું. તેમણે કહ્યું કે, આનાથી દેશના 5 કરોડ પરિવાર અને 25 કરોડ લોકોને લાભ મળશે.

પી ચિદમ્બરમે કહ્યું કે, કોંગ્રેસની ન્યૂનત્તમ આવક યોજનાને તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે અને પાંચ કરોડ પરિવારોને ધીરે-ધીરે તેના દાયરામાં લાવવામાં આવશે. આ પરિવારોની ઓળખ કરવા માટે પર્યાપ્ત આંકડા છે. તેમણે કહ્યું કે, અમે 20 ટકા આબાદીની ઓલખ કરીશું અને એવા 5 કરોડ પરિવારોને આ યોજનાનો લાભ મળશે. 5 કરોડ પરિવારના આધાર પર લગભગ 25 કરોડ આબાદીને આ યોજનાનો લાભ મળશે.

પૂર્વ નાણા મંત્રીએ કહ્યું કે, દેશના પાંચ કરોડ પરિવારને બેન્ક ખાતમાં દર મહિને 6000 રૂપિયા એટલે કે વાર્ષીક 72 હજાર રૂપિયા નાખવામાં આવશે. આ ઘરની મહિલા સભ્યના ખાતામાં નાખવામાં આવશે. આનાથી ટેક્સ રેવન્યુ વધશે, જીડીપી પમ વધશે. આ સાથે જ કેટલાક ટેક્સ ખતમ કરવામાં આવશે અને કેટલાક નવા ટેક્સ લગાવવામાં આવી શકે છે.

તેમણે કહ્યું કે, અમે આવક યોજનાને લઈ અર્થશાસ્ત્રીઓ અને વિશેષજ્ઞો સાથે પર્યાપ્ત વિચાર-વિમર્શ કર્યો છે. તેમણે સહમતિ જતાવી છે કે, ભારત પાસે આ યોજના લાગુ કરવાની ભમતા છે. તેમણે કહ્યું કે, આ યોજના માટે જીડીપીના 1.8 ટકા બરાબર રહેવાની આશા છે.

ચંદમ્બરમે આ સાથે કહ્યું કે, ગરીબો માટે બનાવવામાં આવેલી આઈસીડીએસ સ્કીમને ખતમ નહી કરવામાં આવે. ડરવાની કોઈ વાત નથી. ન્યાયના કારણે સામાજિક આર્થિક ઉદ્દેશ્યોને પુરા કરવા માટે આપવામાં આવેલી સબસીડીને ખતમ નહી કરવામાં આવે.

આ યોજનાને સરકારી ખજાના પર મોટો બોઝો અને અવ્યવહારિક બતાવનાર નાણામંત્રી અરૂણ જેટલીના આરોપ પર ચિદમ્બરમે કહ્યું કે, હું માત્ર નાણામંત્રીને પુછવા માંગુ છુ કે, તે દેશના પછાત લોકો માટે ન્યાયનું સમર્થન કરે છે કે નહી. પહેલા મારા પ્રશ્નનો જવાબ આપે, ત્યારબાદ હું તેમના પ્રશ્નોનો જવાબ આપીશ. આ સાથે જ તેમણે કહ્યું કે, જ્યારે પીએમ મોદીએ કહ્યું કે, તે દરેક ભારતીયના ખાતામાં 15 લાખ જમા કરાવશે તો કોઈએ પણ તેમની પાસે તેના ગણિત વિશે પુછ્યુ ન હતું.
First published: March 27, 2019, 4:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading