Union Budget 2019: પી. ચિદમ્બરમે કહ્યું; કોંગ્રેસની જાહેરાતની ‘કોપી’ કરી

News18 Gujarati
Updated: February 1, 2019, 2:19 PM IST
Union Budget 2019: પી. ચિદમ્બરમે કહ્યું; કોંગ્રેસની જાહેરાતની ‘કોપી’ કરી
પૂર્વ નાણામંત્રી

કોંગ્રેસનાં નેતાએ એમ પણ કહ્યું કે, મેં આ અગાઉ ચેતવણી આપી હતી કે, સરકાર ફિસ્કલ ડેફિસીટનો ટાર્ગેટ ચૂકી જશે અને ખરેખર એવુ જ થયુ”.

  • Share this:
શુક્રવારે નાણામંત્રી પિયુષ ગોયલે સંસદમાં વચગાળાનું બજેર રજૂ કર્યુ તે સંદર્ભે પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે મોદી સરકારની મજાક કરતા કહ્યું કે, આ વચગાળાનું બજેટ વોટ ઓન અકાઉન્ટ નહી પણ અકાઉન્ટ ફોર વોટ હતું.

પૂર્વ નાણામંત્રીએ એવો પણ આક્ષેપ કર્યો કે, મોદી સરકારે કોંગ્રેસની જાહેરાતની કોપી કરી છે અને કહ્યું કે, કોંગ્રેસ એવુ કહ્યું હતુ કે, આ દેશનાં સંશાધનો પર પહેલો ગરીબોનો હક છે. મોદી સરકારે આ વાત ઉચ્ચારીને કોંગ્રસેની કોપી કરી છે.

કોંગ્રેસનાં નેતાએ એમ પણ કહ્યું કે, મેં આ અગાઉ ચેતવણી આપી હતી કે, સરકાર ફિસ્કલ ડેફિસીટનો ટાર્ગેટ ચૂકી જશે અને ખરેખર એવુ જ થયુ”.

કોંગ્રેસનાં અન્ય એક સિનિયર નેતા શશી થરૂરે કહ્યું કે, આ બજેટમાં આવક મર્યાદા વધારીને 5 લાખ કરી તે મધ્યમવર્ગ માટે સારી બાબત છે પણ સરકારે ખેડુતોને વાર્ષિક 6000 રૂપિયા આપવાની વાત કરી છે. એનો મતલબ એવો થયો કે, ખેડૂતોને મહિને 500રૂપિયા મળશે. શું આટલી રકમથી ખેડૂતને સન્માનભર્યુ જીવન પ્રાપ્ત થશે ?  "
First published: February 1, 2019, 1:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading