Home /News /business /આ કંપની અગામી 6 મહિનામાં આપશે 3000 લોકોને નોકરી, 80 દેશમાં છે બિઝનેસ

આ કંપની અગામી 6 મહિનામાં આપશે 3000 લોકોને નોકરી, 80 દેશમાં છે બિઝનેસ

તેના પૂરી દુનિયામાં 17000 કર્મચારી છે, જેમાંથી 9000થી વધારે ભારતમાં છે

ઓયોની પૂરી દુનિયામાં 80 દેશોના 800થી વધારે શહેરોમાં હાજરી છે. તેના પૂરી દુનિયામાં 17000 કર્મચારી છે, જેમાંથી 9000થી વધારે ભારતમાં છે.

હોટલ ફેસેલિટી આપતી કંપની ઓયો ભારતમાં પોતાનો બિઝનેસ વધારવા પર જોર આપી રહી છે. વિસ્તારના અગામી તબક્કા હેઠળ કંપની અગામી 6 મહિનામાં 3000 લોકોની નિયુક્તિ કરશે. ઓયોએ જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું કે, દક્ષિણ એશિયા અને ભારતીય બિઝનેસમાં 2019ના અંત સુધી 1400 કરોડ રૂપિયાના રોકાણની પ્રતિબદ્ધતા સાથે આગળ વધશે.

કંપની પોતાના વિસ્તારની યોજના સાથે આગળ વધવા, ગ્રાહકોને સારો અનુભવ આપવા અને સંપત્તિ માલિકોને સળંગ સારી સફળતા આપવાના પ્રયાસોનો આ એક ભાગ છે. કંપનીએ કહ્યું કે, લગભગ 300 કર્મચારીઓની ભરતી વિભિન્ન ક્ષેત્રો માટે કરવામાં આવશે. આમાં વ્યવસાયિક વિકાસ, પરિચાલન, સેવા, વેચાણ અને ઉદ્યમ ભાગીદારી જેવા ક્ષેત્ર સામેલ છે.

હાલમાં 9000 લોકો ઓયો ભારતમાં કામ કરી રહ્યા છે
ઓયોની પૂરી દુનિયામાં 80 દેશોના 800થી વધારે શહેરોમાં હાજરી છે. તેના પૂરી દુનિયામાં 17000 કર્મચારી છે, જેમાંથી 9000થી વધારે ભારતમાં છે. ઓયોનું કહેવું છે કે, તે પોતાના દક્ષિણ એશિયા અને ભારતીય કારોબારમાં 2019ના અંત સુધીમાં 1400 કરોડ રૂપિયાનું રોોકાણ કરવાની પ્રતિબદ્ધતા સાથે નવા કર્મચારીઓની નિયુક્તી કરશે.

ઓયો હોટલ્સ એન્ડ હોમ્ઝના મુખ્ય કાર્યકારી અધિકારી (ભારત અને દક્ષિણ એશિયા) આદિત્ય ઘોષે કહ્યું કે, અગામી 6 મહિના દરમિયાન ત્રણ હજાર કર્મચારીઓની નિયુક્તિ સાથે જ અમે દેશના હોટલ ઉદ્યોગમાં મૂલ્યવર્ધનની પ્રતિબદ્ધતાનુ પુનરાવર્તન કરીશુ. અમે સંપત્તિ માલિકો સાથે મજબૂત સંબંધ બનાવવાની સાથે અમારા ગ્રાહકોને ઉચિત મૂલ્ય પર સારો અનુભવ કરાવતા રહીશુ. ઓયોની વર્તમાનમાં દેશમાં 300થી વધારે શહેરોમાં હાજરી છે. આ સાથે 10 હજારથી વધુ હોટલ માલિક અને બિઝનેસ કરતા લોકો જોડાયેલા છે, જ્યાં બે લાખ રૂમ ઉપલબ્ધ છે.
First published:

Tags: Job opportunity, ભારત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો