Microsoft Invest in OYO: સ્ટાર્ટ અપ કંપની ઓયો હોટલ્સ એન્ડ હોમ્સ (Oyo Hotels and Homes Pvt) ટૂંક સમયમાં જ પોતાનો આઈપીઓ લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ દરમિયાન અમેરિકાની (America) દિગ્ગજ ટેક્નોલોજી કંપની માઇક્રોસોફ્ટ કોર્પોરેશને (Microsoft Corporation) ઓયોમાં 50 લાખ ડોલર (લગભગ 37 કરોડ રૂપિયા)નું રોકાણ કર્યુ છે. આ રોકાણ ઇક્વિટી શેર અને ફરજિયાત કન્વર્ટીબલ ક્યુમ્યુલેટિવ (Variable Cumulative) પ્રેફરન્સ શેર્સની ખાનગી ફાળવણી દ્વારા કરવામાં આવ્યું છે. આ રોકાણ બાદ કંપનીની વેલ્યુએશન 9.6 અબજ ડોલર એટલે કે 668 અબજ રૂપિયાથી પણ વધી ગઈ છે.
હોસ્પેટિલિટી સેક્ટરની કંપની ઓયોએ જણાવ્યા અનુસાર, ઓયો રૂમ્સ હોટલ ચેઇનને ચલાવનાર કંપની ઓરેવેલ સ્ટેજ પ્રા.લિની 16 જુલાઇએ મળેલી એજીએમ (AGM)માં કંપનીના એફ2 ફરજીયાત કન્વર્ટિબલ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરો અને ઇક્વિટી શેરોને ખાનગી ફાળવણીના ધોરણે માઇક્રોસોફ્ટ કોર્પોરેશનને કુલ 4,971,650 ડોલરના સમાન રૂપિયામાં ફાળવવાની મંજૂરી આપવામાં આવી છે. ડીલ અંતર્ગત ઓયો 10 રૂપિયાની કિંમતના પાંચ ઇક્વિટી શેર 58,490 અમેરિકન ડોલરની બરાબરના ભારતીય રૂપિયાના ઇશ્યૂ કિંમત પર જાહેર કરશે.
આ સિવાય એફ2 સીરિઝના 80 CCCPS જાહેર કરવાની મંજરી આપવામાં આવી હતી. જેની ફેસ વેલ્યૂ 100 રૂપિયા છે, જે પ્રત્યેક સીરીઝ એફ2ની કિંમત 58,490 ડોલરની સમકક્ષ છે.
ઓયોમાં જાપાનના સોફ્ટબેંક ગૃપ કોર્પની 46 ટકા ભાગીદારી છે. હુરૂન ગ્લોબલ રિચ લિસ્ટ 2020 અનુસાર, ઓયોના સંસ્થાપક અને સીઇઓ રિતેશ અગ્રવાલ વિશ્વના બીજા સૌથી યુવા સેલ્ફ મેડ અબજોપતિ છે. ઓયો દેશની સૌથી મોટી સ્ટાર્ટ અપ કંપનીઓ પૈકી એક છે. તેની સ્થાપના વર્ષ 2013માં રિતેશ અગ્રવાલે કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ઓયો હોટેલ્સ એન્ડ હોમ્સ છેલ્લા અમુક સપ્તાહથી પોતાના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ(DRHP) પર કામ કરી રહી હોવાનું અને ઓક્ટોબરમાં માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી (SEBI) સમક્ષ ફાઇલ કરવાનું લક્ષ્ય રાખ્યું હોવાનું માનવામાં આવે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર