Home /News /business /Overseas Travel Insurance : વિદેશ જતા વિદ્યાર્થીઓને શા માટે વિદેશી મુસાફરી વીમા કવરની જરૂર છે?

Overseas Travel Insurance : વિદેશ જતા વિદ્યાર્થીઓને શા માટે વિદેશી મુસાફરી વીમા કવરની જરૂર છે?

પ્રતિકાત્મક તસવીર

મોટાભાગની યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને કેમ્પસમાં પહોંચ્યા પછી સ્થાનિક વીમા કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવતી આરોગ્ય વીમા પૉલિસી હેઠળ આવરી લેવાનો આગ્રહ રાખે છે. જો તમારી યુનિવર્સિટી કવર ફરજિયાત ન આપે તો પણ તમે વીમા કવર ખરીદશો તો તમને ફાયદો થશે.

વધુ જુઓ ...
    આગામી સપ્તાહોમાં ભારતીય વિદ્યાર્થીઓ કે જેમણે વિદેશની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવ્યો છે, તેઓ વિદેશમાં તેમનું શિક્ષણ આગળ ધપાવવા માટે ભારત છોડી વિદેશ જવાની તૈયારી શરૂ કરશે.

    લોન, વિઝા અને અન્ય પેપરવર્ક વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને આગામી બે મહિના વ્યસ્ત રાખશે. ત્યારે આ તમામ તૈયારીઓ વચ્ચે તમે વિદેશમાં તમારા રોકાણ દરમિયાન બીમાર પડવાની સંભાવના પર ધ્યાન આપો તેવી શક્યતા નથી.

    જોકે, આ સમસ્યા વાસ્તવિક છે અને તેથી મોટાભાગની યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને કેમ્પસમાં પહોંચ્યા પછી સ્થાનિક વીમા કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવતી આરોગ્ય વીમા પૉલિસી હેઠળ આવરી લેવાનો આગ્રહ રાખે છે. જો તમારી યુનિવર્સિટી કવર ફરજિયાત ન આપે તો પણ તમે વીમા કવર ખરીદશો તો તમને ફાયદો થશે. જો તમે વિદેશમાં તમારા રોકાણ દરમિયાન બીમાર પડશો તો તમારું નિયમિત આરોગ્ય કવર તમારી મદદ નહીં કરી શકે. વ્યવસાય અથવા પ્રવાસીઓ સરખામણીએ તમે વિદેશમાં વધુ સમય વિતાવશો અને તમને અમુક સમયે તબીબી સારવારની જરૂર પડે તેવી શક્યતા છે.

    એકવાર તમે તમારા કેમ્પસમાં પહોંચી જાઓ પછી તમે હેલ્થ કવર ખરીદી શકો છો. જે તમારી યુનિવર્સિટી પણ પસંદ કરશે અથવા તમે ભારતની બહાર જતા પહેલા વિદેશી વિદ્યાર્થી મુસાફરી વીમા પૉલિસી ખરીદી શકો છો. હવે તમારી યુનિવર્સિટી સ્થાનિક વીમા કંપનીઓની પોલિસીઓ હેઠળ તમને આવરી લેવાનો આગ્રહ રાખી શકે છે, જ્યારે તે ભારતીય વીમા કંપનીઓની વિદેશી પોલિસીઓની વાત આવે ત્યારે તે એક ખામી છે. જોકે, બીજી બાજુ યુનિવર્સિટી દ્વારા સુવિધાયુક્ત આરોગ્ય વીમા કવર્સ કેટલીક મર્યાદાઓ સાથે આવે છે. જેમ કે, તેઓ સામાન ખોવાઈ જવો અથવા ટ્રીપમાં વિલંબ થાય તે આવરી લેતા નથી, તેમજ તે વધુ ખર્ચાળ હોય છે.

    વિદેશી સ્ટુડન્ટ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીની નાનીમા નાની બાબતોને સમજવા અને તેની યોગ્ય પસંદગી કરવા માટે મનીકંટ્રોલના પ્રીતિ કુલકર્ણીએ રોયલ સુંદરમ જનરલ ઇન્શ્યોરન્સના ચીફ પ્રોડક્ટ ઓફિસર, પ્રોડક્ટ ફેક્ટરી (આરોગ્ય વીમો), નિખિલ આપ્ટે સાથે વાત કરી હતી.

    આ પણ વાંચો -LICનો આ પ્લાન કરી દેશે તમને માલામાલ! માત્ર 4 વર્ષ માટે રોકાણ કરી મેળવો રૂ. 1 કરોડ

    કેટલાક મુદ્દા અહીં આપવામાં આવ્યા છે


    "વિદ્યાર્થીઓ માટે વિદેશમાં તબીબી જોખમ ખૂબ ઊંચું છે. દા.ત, વાયરલ તાવ અથવા ટાઈફોઈડની સારવાર માટે વિદેશની હોસ્પિટલમાં એક અઠવાડિયા સુધી રહેવાનો 50,000 ડોલર સુધીનો ખર્ચ થઈ શકે છે. તેથી કેશલેસ સારવાર મહત્વનુ છે."

    "આ જ કારણ છે કે યુએસ અને ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને આરોગ્ય વીમા હેઠળ આવરી લેવાનો આગ્રહ રાખે છે."

    "ઘણી વખત, એક વિદ્યાર્થી એકલો મુસાફરી કરે છે અને પ્રવાસ ઘણા જોખમોથી ભરપૂર હોય છે. સામાનમાં વિલંબ, પાસપોર્ટ ખોવાઈ જવો, ટ્રિપ કેન્સલ થવી વગેરે. વિદ્યાર્થી મુસાફરી કવર આવા નુકસાનની ભરપાઈ કરશે. દા.ત, સામાન ખોવાઈ જવાનું વળતર 500 ડોલર સુધીનું હોઈ શકે છે."

    "નિયમિત, લેઝર ટ્રાવેલ પોલિસી 180 દિવસ સુધી જાહેર કરવામાં આવે છે, જ્યારે વિદ્યાર્થીઓની ટ્રાવેલ પોલિસી એક વર્ષની મુદત સાથે આવે છે અને તે રીન્યુ થઇ શકે છે."

    "તે માનસિક સ્વાસ્થ્ય, નર્વસ ડિસઓર્ડર, તબીબી કારણોસર સગર્ભાવસ્થાની સમાપ્તિ વગેરેને આવરી લે છે, જે લેઝર ટ્રાવેલ પોલિસી ચૂકવતી નથી."

    "યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને સ્થાનિક વીમા કંપનીઓની પોલિસીઓ ખરીદવા દબાણ કરે છે. જો કે, આવા કવર મુસાફરી સંબંધિત જોખમોને આવરી લેતા નથી. ભારતીય પોલિસીઓની સરખામણીએ તેઓ માતા-પિતાની માંદગી અથવા તમારા સ્થળાંતરને કારણે તમારા ઘરે પાછા ફરવા માટે ચૂકવણી નથી કરતા."

    "વધુમાં જો તમારે અસાઇનમેન્ટ માટે અન્ય દેશોમાં જવાની જરૂર હોય અથવા તમારી યુનિવર્સિટી જ્યાં સ્થિત હોય તે રાજ્યની બહાર મેડિકલ કવરની જરૂર હોય તો તેઓ મદદરૂપ થશે નહીં."

    આ પણ વાંચો -Import duty વધતાં ઘરેણાંની કિંમતમાં કેટલો ઉછાળો આવશે? આ રીતે કરો હિસાબ

    "જણાવી દઈએ કે, ભારતીય વિદેશી વિદ્યાર્થીઓની પોલિસીઓ દારૂના દુરૂપયોગ અથવા સાહસિક રમતોથી થતી ઇજાઓ સાથે જોડાયેલી સારવારને આવરી લેતી નથી."

    "એક વિદ્યાર્થી તરીકે તમે તમારી યુનિવર્સિટીને સમજાવવાનો પ્રયાસ કરી શકો છો કે તમારી ભારતીય વિદેશી વિદ્યાર્થી પોલિસી સંસ્થાની જરૂરિયાતોને પૂર્ણ કરે છે, ભલે તેના કારણે અધિકારીઓ સાથે વ્યાપક પત્રવ્યવહાર થાય."

    "જો તેઓ સ્થાનિક વીમા કંપનીના કવરનો આગ્રહ રાખે છે અને તેઓ મુસાફરીના જોખમો તેમાં આવરી લે છે તો આવું કવર ખરીદવું અર્થપૂર્ણ છે. ઉપરાંત યુનિવર્સિટી દ્વારા સુવિધાયુક્ત કવર દ્વારા (કપાતપાત્ર, સહ-પગાર કલમોને કારણે) ભરપાઈ કરવામાં આવતી નથી, જે તમારી ભારતીય પોલિસી હેઠળ દાવો કરી શકાય છે."
    First published:

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો