PM મોદીને મળેલી ગિફ્ટ ખરીદવા માંગો છો? 14 સપ્ટેમ્બરથી શરૂ થશે હરાજી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી 2700 ગિફ્ટની ઓનલાઇન હરાજી 14 સપ્ટેમ્બરે, રિઝર્વ પ્રાઇસ 200 રૂપિયાથી શરૂ

News18 Gujarati
Updated: September 12, 2019, 10:38 AM IST
PM મોદીને મળેલી ગિફ્ટ ખરીદવા માંગો છો? 14 સપ્ટેમ્બરથી શરૂ થશે હરાજી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Photo-PTI)
News18 Gujarati
Updated: September 12, 2019, 10:38 AM IST
નવી દિલ્હી : જો તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને મળેલી કોઈ ભેટ (Gift)ને મેળવવા માંગો છો તો આ તમારા માટે ઉત્તમ તક હોઈ શકે છે. કારણ કે, ટૂંક સમયમાં પીએમ મોદીને મળેલી તમામ ભેટો અને મોમેન્ટોની હરાજી થવા જઈ રહી છે. પીએમ મોદીને મળેલી 2700થી વધુ ભેટની 14 સપ્ટેમ્બરથી હરાજી કરવામાં આવશે. તેનાથી મળનારી ધનરાશિનો ઉપયોગ ગંગાના સંરક્ષણ અને નદીને નવજીવન આપવા માટે કરવામાં આવશે. સંસ્કૃતિ મંત્રી પ્રહલાદ પટેલે બુધવારે તેની જાણકારી આપી.

કુલ 2772 ભેટોની હરાજી થશે

વિભિન્ન સંગઠનો અને મુખ્યમંત્રીઓ તરફથી વડાપ્રધાનને આપવામાં આવેલી કુલ 2,772 ભેટોમાં પાઘડી, શાલ, ચિત્ર, તલવારો જેવી વસ્તુઓ સામેલ છે. આ ભેટોની હરાજી એક ઓનલાઇન પોર્ટલ પર કરવામાં આવશે, જેને નેશનલ ઇર્ન્ફોર્મેટિક્સ સેન્ટરે ડિઝાઇન કરી છે. આ હરાજીમાં વડાપ્રધાનને મળેલી ઉપહારોની કિંમત 200 રૂપિયાથી લઈને 2.50 લાખ રૂપિયા સુધીની રાખવામાં આવી છે.

આ પણ વાંચો, મોદી સરકાર આપી રહી છે ઘરે બેઠા 1100 રૂપિયા સુધી સસ્તું સોનું ખરીદવાની તક! સાથે મળશે આ 3 ફાયદા

જાન્યુઆરીમાં 1800 ગિફ્ટની હરાજી કરવામાં આવી હતી

વડાપ્રધાનને મળેલી લગભગ 1800 ગિફ્ટની હરાજી જાન્યુઆરીમાં કરવામાં આવી હતી, જે લગભગ 15 દિવસ ચાલી હતી અને લગભગ 4,000 લોકોએ આ હરાજીમાં ભાગ લીધો હતો. હરાજીથી એકત્રિત થયેલી રકમને કેન્દ્ર સરકારની ગંગા સફાઈ યોજના 'નમામિ ગંગે' (Namami Gange) માટે આપવામાં આવી હતી. આ વખતે યોજાનારી હરાજીથી એકત્ર થયેલી રકમને પણ આ જ પરિયોજના માટે ફાળવવામાં આવશે.
Loading...

સૂટની 4.31 કરોડમાં બોલી લાગી હતી

નોંધનીય છે કે, આ પહેલા પીએમ નરેન્દ્ર મોદીના સૂટની 2015માં હરાજી કરવામાં આવી હતી, જે 4.31 કરોડમાં વેચાયો હતો. સુરતના એક હીરા કારોબારી લાલજી પટેલે આ સૂટને પોતાના નામે કર્યો હતો. ત્યારે પણ હરાજી દરમિયાન પીએમ મોદીની 450થી વધુ ચીજો રાખવામાં આવી હતી, પરંતુ સૌથી વધુ કિંમત સૂટની જ મળી હતી.

આ પણ વાંચો, નાના લેણદારને રાહત આપશે મોદી સરકાર, લોન ન ચુકવનારને બેન્ક પરેશાન નહી કરે!
First published: September 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...