કોરોના વાયરસના કારણે કપાશે Salary, આવ્યા મોટા સમાચાર

News18 Gujarati
Updated: March 22, 2020, 3:05 PM IST
કોરોના વાયરસના કારણે કપાશે Salary, આવ્યા મોટા સમાચાર
પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસ માત્ર લોકોનો માત્ર જીવ જ નથીલઈ રહ્યો પરંતુ તેની સાથે-સાથે આ મહામારી આર્થિક મંદીની પણ પરિસ્થિતિ પેદા કરી રહ્યો છે.

  • Share this:
કોરોના વાયરસ માત્ર લોકોનો માત્ર જીવ જ નથીલઈ રહ્યો પરંતુ તેની સાથે-સાથે આ મહામારી આર્થિક મંદીની પણ પરિસ્થિતિ પેદા કરી રહ્યો છે. કોરોના વાયરસના પ્રકોપના કારણે લગભગ તમામ પ્રકારની રમત-ગમત પર રોક લગાવી દેવામાં આવી છે, અને હવે તેની આડ અસર ખેલાડીઓ પર પડવાની છે. સમાચાર અનુસાર, મોટા-મોટા ફૂટબોલ ક્બ પોતાના ખેલાડીઓની સેલરી કાપનાની છે. એટલું જ નહી અમેરિકાના એનબીએ ખેલાડીઓના ખિસ્સા પણ ઢીલા થવાના છે.

કોરોના કરશે ખિસ્સા ઢીલા!
સ્પેનની ફૂટબોલ લીગ લા લીગાની સૌથી મોટી ટીમોમાંથી એક બાર્સિલોનાએ સંકેત આપ્યા છે કે, તેોપતાના ખેલાડીઓની સેલરીમાં ઘટાડો કરી શકે છે. કોરોના વાયરસના ચાલતા તમામ મેચ રોકાઈ ગઈ છે અને તેનાથી બર્સિલોના ફૂટબોલ ક્લબને ઘણું નાણાકીય નુકશાન થઈ રહ્યું છે. તેની ભરપાઈ માટે હવે ક્લબ અસ્થાયી રીતે કેટલાક સિનીયર ખેલાડીઓની સેલરી ઓછી કરી શકે છે. બર્સિલોનાના સીઈઓ ઓસ્કર ગ્રાયૂએ આ વિશે લા લીગા અને યૂરોપની બીજી ક્લબો સાથે વાત પણ કરી લીધી છે. ક્લબસાથે જોડાયેલા સૂત્રો અનુસાર, બર્સિલોનાના નાણાકીય સ્થાયિત્વ માટે સેલરમાં ઘટાડો કરવો ખુબ જરૂરી થઈ ગયો છે.

તમને જણાવી દઈએ કે, કેટલીક ક્લબોએ તો પહેલાથી ખેલાડીઓની સેલરી ઓછી કરવાની જાહેરાત કરી દીધી છે. પરંતુ બર્સિલોના અત્યાર સુધી તેના પર વિચાર કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, બર્સિલોના પૂરી દુનિયાની પહેલી એવી ક્લબ છે જેના ખેલાડીઓની એવરેજ સેલરી 1.1 કરોડ યૂરો છે. સ્પેન સહિત પૂરા યૂરોપમાં ફૂટબોલ મેચ સ્થગિત છે, જેના કારણે તમામ ક્લબોને નુકશાન થઈ રહ્યું છે, અને આ નુકશાનથી બચવા માટે ક્લબ ખેલાડીઓની સેલરી ઓછી કરવા પર મજબૂર બન્યા છે.

એનબીએ ખેલાડીઓની સેલરી પણ કપાશે
એક બાજુ ફૂટબોલ ક્લબો પોતાના ખેલાડીઓની સેલરી કાપવાના છે તો બીજી બાજુ અમેરિકા બાસ્કેટબોલ લીગ એનબીએ (NBA) પણ પોતાના ખેલાડીઓનો પગાર કાપાની છે. એનબીએ યોજના અનુસાર, એક એપ્રિલ સુધી પોતાના ખેલાડીઓને પૂર્ણ વેતન આપશે પરંતુ રિપોર્ટમાં તેનો ખુલાસો કરવામાં આવ્યો છે કે રદ્દ થયેલી મેચોથી થયેલા નુકશાનની ભરપાઈ માટે તે આ પ્રકારનું પગલું ભરવામાં આવ્યું છે.
First published: March 22, 2020
વધુ વાંચો
अगली ख़बर