Home /News /business /SBI બાદ આ સરકારી બેંક લોન સસ્તી થઈ, આટલા ઘટ્યા વ્યાજ દર

SBI બાદ આ સરકારી બેંક લોન સસ્તી થઈ, આટલા ઘટ્યા વ્યાજ દર

SBI બાદ હવે આ સરકારી બેંકની લોન થઈ સસ્તી!

લોન સસ્તી થતાં ગ્રાહકોને આટલો થશે ફાયદો

    દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) બાદ સાર્વજનિક ક્ષેત્રની ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ (OBC)એ ગ્રાહકોને રાહત આપી છે. ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR)માં 0.10 ટકા સુધી ઘટાડો કર્યો છે. આ વ્યાજ દરો ગુરુવારથી પ્રભાવિત થશે. MCLR ઘટવાથી સામાન્ય માણસોને સૌથી વધુ ફાયદો એ થશે કે તેમની હાલની લોન સસ્તી થઈ જાય છે અને તેમને પહેલાની તુલનામાં ઓછી ઈએમઆઈ આપવી પડે છે. મંગળવારે SBIએ પણ વ્યાજ દરોમાં 0.05 ટકાનો ઘટાડો કર્યો હતો.

    ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ફેબ્રુઆરીથી અત્યાર સુધી રેપો રેટમાં 0.75 ટકાનો ઘટાડો કર્યો છે. આ સપ્તાહ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આશા વ્યક્ચ કરી હતી કે રેપો રેટમાં કરવામાં આવેલા ઘટાડાનો લાભ બેંક ટૂંક સુધી પહોંચાડશે.

    કેટલી સસ્તી થશે લોન?

    શેર બજારને આપેલી જાણકારીમાં બેંકે જણાવ્યું કે એક દિવસ અને એક મહિનાની અવધિવાળી લોન પર વ્યાજ દરને 0.10 ટકા ઘટાડીને ક્રમશ: 8.20 અને 8.25 ટકા કરી દેવામાં આવ્યા છે. પહેલા તે વ્યાજ દરો ક્રમશ: 8.30 અને 8.35 ટકા હતા.

    આ પણ વાંચો, આ બેંકમાં હોમ, ઓટો અને પર્સનલ લોન થઇ સસ્તી

    આવી જ રીતે, ત્રણ મહિના, 6 મહિના અને એક વર્ષની અવધિવાળી લોન પર વ્યાજ દરને 0.05 ટકા ઘટાડવામાં આવ્યો છે. તે ક્રમશ: 8.45, 8.55 અને 8.65 ટકા થઈ ગઈ છે. પહેલા તે ક્રમશ: 8.5, 8.6 અને 8.7 ટકા હતી.

    વર્ષ 2019માં રેપો રેટમાં અત્યાર સુધી 0.75 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવી ચૂક્યો છે અને હાલના સમયમાં તે 5.75 ટકા છે.

    શું હોય છે MCLR?

    MCLRને માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ કહે છે. તેમાં બેંક પોતાની ફંડના હિસાબથી લોનના રેટ નક્કી થાય છે. આ બેંચમાર્ક રેટ હોય છે. તે વધવાથી આપની બેંકમાંથી લીધેલી તમામ પ્રકારની લોન મોંઘી થઈ જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Loan, OBC, Reserve bank of india, આરબીઆઇ

    विज्ञापन
    विज्ञापन