Home /News /business /ફ્લિપકાર્ટ પર ઘડિયાળ ઓર્ડર કરી, બોક્સ ખોલ્યુ તો છાણાં નીકળ્યા; તમારી સાથે આવુ થાય તો શું કરવું?

ફ્લિપકાર્ટ પર ઘડિયાળ ઓર્ડર કરી, બોક્સ ખોલ્યુ તો છાણાં નીકળ્યા; તમારી સાથે આવુ થાય તો શું કરવું?

શોપિંગ સાઈટ પર ઓર્ડર આપ્યો ઘડિયાળનો ને આવ્યા છાણાં

online shoping: હાલમાં, જ ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લાની એક મહિલાએ બિગ બિલિયન ડે સેલ દરમિયાન ફ્લિપકાર્ટ પરથી એક ઘડિયાળ ઓર્ડર કરાવી હતી, પરંતુ જ્યારે તેને ઓર્ડર મળ્યો અને બોક્સ ખોલ્યુ ત્યારે તેને ઘડિયાળની જગ્યાએ છાણા મળ્યા હતા.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ તહેવારના સમયગાળામાં એક તરફ તો ઓનલાઈન શોપિંગ સાઈટ્સ ભારે ડિસ્કાઉન્ટ અને ઓફર દ્વારા તેમના વેચાણમાં વધારો કરી રહી છે, બીજી તરફ ઘણી એવી ઘટનાઓ સામે આવી છે, જ્યાં ગ્રાહકોએ ઓર્ડર કરેલા સામાનના બદલામાં કંઈક અલગ જ વસ્તુ મળી રહી છે. હાલમાં, જ ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લાની એક મહિલાએ બિગ બિલિયન ડે સેલ દરમિયાન ફ્લિપકાર્ટ પરથી એક ઘડિયાળ ઓર્ડર કરાવી હતી, પરંતુ જ્યારે તેને ઓર્ડર મળ્યો અને બોક્સ ખોલ્યુ ત્યારે તેને ઘડિયાળની જગ્યાએ છાણા મળ્યા હતા.

  મીડિયા રિપોર્ટના પ્રમાણે, નીલમ યાદવ નામની એક મહિલાએ 28 સપ્ટેમ્બરના રોજ સેલ દરમિયાન લગભગ 1,304 રૂપિયાની એક ઘડિયાળનો ઓર્ડર આપ્યો હતો. આ દરમિયાન તેણે કેશ ઓન ડિલિવરીનો વિકલ્પ પસંદ કર્યો , જેના થોડા દિવસો પછી તેને 7 ઓક્ટોબરના રોજ ઓર્ડર પ્રાપ્ત થયો. જ્યારે નીલમનો ભાઈ રવેન્દ્ર ઘરે પરત આવ્યો અને તેણે બોક્સ ખોલ્યુ ત્યારે તેમાં ઘડિયાળની જગ્યાએ ચાર નાના છાણાનું એક પેકેટ મળ્યુ.

  ડિલીવરી બોયને બોલાવીને ફરિયાદ કરી


  નીલમએ આ વિશે તરત જ એક્શન લેતા તે ડિલીવરી બોયને ફોન કરીને બોલાવ્યો અને આ વાતની ફરિયાદ કરી. જો કે, ડિલીવરી એક્ઝિક્યુટિવે નીલમને પૂરા રૂપિયા પાછા આપી દીધા અને ગ્રાહક પાસે ભૂલથી ડિલીવર થઈ ગયેલા છાણાને પાછા લઈ લીઘા.

  આ પણ વાંચોઃ ઓછું વ્યાજ વસૂલે છે આ ટોપ 5 ક્રેડિટ કાર્ડ, 1.5 ટકા જેટલું લાગે છે વ્યાજ અને મળે છે અદભુત સુવિધા

  લેપટોપની જગ્યાએ ચોપડીઓ નીકળી


  આ રીતે છત્તીસગઢના કોરબા જિલ્લામાં એક વ્યક્તિએ ફ્લિપકાર્ટ પર ડિસ્કાઉન્ટ પર મળી રહેલા એક લેપટોપનો ઓર્ડર આપ્યો હતો. વ્યક્તિએ જ્યારે ડિલીવરી કરવામાં આવેલું બોક્સ ખોલ્યું તો તે આશ્ચર્યચકિત થઈ ગયો. કેમકે બોક્સમાં લેપટોપની જગ્યાએ પુસ્તકો મૂકવામાં આવ્યા હતા. આ છેતરપિંડીની ઘટનામાં પીડિત વ્યક્તિનું નામ વિનય સોની છે. ઘટના પછી રજગામાર પોલીસ સ્ટેશન અને ફ્લિપકાર્ટ કંપનીમાં આ મામલે ફરિયાદ કરવામાં આવી છે.

  બોક્સ ખોલ્યું તો કપડાં ધોવાના સાબુ નીકળ્યા


  તાજેતરમાં જ એક ઘટના ઈન્ટરનેટ પર સામે આવી રહી છે, જેમાં એક વ્યક્તિએ ઓર્ડર કરેલા લેપટોપના બદવામાં કપડા ધોવાના સાબૂ મળે છે. પીડિત વ્યક્તિએ લિંક્ડઈન પોસ્ટ દ્વારા આ ઘટના વિશે જણાવ્યુ છે. આઈઆઈએમ અમદાવાદના વિદ્યાર્થી યશસ્વી શર્માએ લખ્યુ કે, તેણે ફ્લિપકાર્ટ પર બિગ બિલિયલ ડેજ સેલ દરમિયાન લેપટોપ માટે ઓર્ડર આપ્યો હતો. પેકેટ ખોલ્યા બાદ ખબર પડી કે તેમાં, ડિટર્જન્ટ બાદના પેકેટ હતા.

  આ પણ વાંચોઃ જેફરીઝે કહ્યું, 'સનટેક રિયલ્ટી શેર ખરીદો, 9-12 મહિનામાં 35%નું તગડું રિટર્ન આપી શકે'


  તમારી સાથે આવુ થાય તો શું કરવું?


  જો તમે પણ ઓનલાઈન ખરીદી કરો છો અને તમારી સાથે પણ આ જ પ્રકારની છેતરપિંડી થાય છે તો, આવી સ્થિતિમાં તમે શું કરશો? આની સૌથી સારી રીત એ જ છે કે, તમે કોઈ ડિલીવરી કરવામાં આવેલું બોક્સ ખોલી રહ્યા હોવ તો તેનો વીડિયો ઉતારી લો. જો બોક્સમાં ઓર્ડર કરવામાં આવેલા સામાનની જગ્યાએ બીજુ કંઈક નીકળે છે તો, સૌથી પહેલા શોપિંગ વેબસાઈટ પર જઈને તેની ફરિયાદ કરો. ઘણા કિસ્સાઓમાં કંપની રિફંડ આપી દે છે. પોલીસ સ્ટેશનમાં પણ આની ફરિયાદ કરી શકો છો.
  Published by:Sahil Vaniya
  First published:

  Tags: Business news, Online fraud, Online Shopping

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन