PVC આધાર કાર્ડ: ક્યારે અને કેટલા રૂપિયામાં બનાવી શકાય? જાણો તમામ વિગત

PVC આધાર કાર્ડ: ક્યારે અને કેટલા રૂપિયામાં બનાવી શકાય? જાણો તમામ વિગત
પ્રતીકાત્મક તસવીર

Aadhaar Card: આજકાલ લગભગ તમામ કામ માટે આધાર નંબર જરૂરી દસ્તાવેજ બની ગયું છે, આધાર વગર તમે ઘરથી લઈને બેંકના કામ નથી કરી શકતા. આ તમામ કામ માટે આધાર નંબરની જરૂર રહે છે.

  • Share this:
    નવી દિલ્હી: અનેક કામ માટે આજકાલ આધાર કાર્ડ (Aadhaar Card) જરૂરી બની ગયું છે. આધાર નંબર વગર બેંક (Bank)થી લઈને અનેક કામ નથી થઈ શકતા. UIDAI તરફથી કાગળનું આધાર કાર્ડ જાહેર કરવામાં આવે છે. જોકે, તેના ઉપયોગને ધ્યાનમાં રાખીને UIDAI તરફથી પીવીસી આધાર કાર્ડ (PVC Aadhaar Card) આપવાનું શરૂ કરાયું છે. પીવીસી આધાર કાર્ડ જોવામાં એકદમ એટીએમ કાર્ડ જેવું જ હોય છે. આ કાર્ડ ફાટી જવાનો ડર નથી રહેતો. તો જાણો તમે પણ પીવીસી આધાર કાર્ડ કેવી રીતે બનાવી શકો છો.

    આ રીતે સરળતાથી બનાવો પીવીસી આધાર કાર્ડ:



    >> નવું પીવીસી કાર્ડ બનાવવા માટે યૂઆઈડીએઆઈની વેબસાઇટ પર જાઓ.
    >> My Aadhaar સેક્શનમાં જઈને 'Order Aadhaar PVC Card' પર ક્લિક કરો.
    >> જે બાદમાં તમે આધાર કાર્ડના 12 આંકડા કે પછી 16 ડિજિટનું વર્ચ્યુઅલ આઈડી કે પછી 28 નંબરનું આધાર એનરોલમેન્ટ આઈડી (EID) દાખલ કરો.
    >> હવે સુરક્ષા કોડ કે કેપ્ચા દાખલ કરો અને એટીપી માટે Send OTP પર ક્લિક કરો.
    >> જે બાદમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત ઓટીપી દાખલ કરો અને સબમીટ કરો.
    >> હવે તમને તમારા આધાર પીવીસી કાર્ડનું પ્રિવ્યૂ દેખાશે.
    >> જે બાદમાં તમે નીચે આપેલા પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરી શકો છો.
    >> જે બાદમાં પેમેન્ટ પેજ પર જાઓ. અહીં તમારે કાર્ડ માટે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે.
    >> પેમેન્ટ પૂર્ણ કર્યા બાદ આધાર પીવીસી કાર્ડનો ઑર્ડર પ્રોસેસ થઈ જશે.

    PVC કાર્ડ માટે ચૂકવવી પડશે કિંમત

    PVC કાર્ડની પ્રિન્ટ માટે તમારે 50 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. પીવીસી કાર્ડ એક પ્રકારની પ્લાસ્ટિકનું કાર્ડ હોય છે. જેવી રીતે એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ હોય છે તેવું જ પીવીસી આધાર કાર્ડ હોય છે.

    PVC કાર્ડની ખાસીયત

    નવું પીવીસી આધાર કાર્ડ પહેલાના આધાર કાર્ડની સરખામણીમાં સુરક્ષિત હોવાની સાથે સાથે ટકાઉ પણ હોય છે. Aadhaar PVC Card આધુનિક સુરક્ષા ફીચર્સ સાથે આવે છે. નવા આધાર કાર્ડની પ્રિન્ટિંગ ક્વૉલિટી ખૂબ સારી કરવામાં આવી છે.

    આ પણ વાંચો: નવી શરતોને લઈને WhasApp ઝૂક્યું, 8મી ફેબ્રુઆરીએ કોઈનું એકાઉન્ટ બંધ નહીં કરે

    UIDAI પ્રમાણે આધાર કાર્ડ સાથે જોડાયેલી સમસ્યા માટે તમે 1947 પર કૉલ કરી શકો છો. અહીં તમને આધાર સાથે જોડાયેલી તમામ માહિતી મળી શકશે તેમજ મુશ્કેલીનું પણ સમાધાન મળી જશે. આ ઉપરાંત કાર્ડ ધારક યૂઆઈડીએઆઈની વેબસાઇટ https://resident.uidai.gov.in/lost-uideid પરથી અનરોલમેન્ટ આઈડી મેળવી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:January 16, 2021, 14:16 pm

    ટૉપ ન્યૂઝ