નવી દિલ્હીઃ પી એમ મોદીએ દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજનાની શરૂઆત કરી છે. આ એક આરોગ્ય યોજના છે પરંતુ, આમાં રોજગાર પણ આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે આયુષ્યમાન યોજના હેઠળ લગભગ 10 લાખ રોજગાર આપવાનું લક્ષ્ય રાખ્યુ હતું. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં એક લાખથી પણ વધારે આયુષ્યમાન મિત્રોને તૈનાત કરવામાં આવ્યા છે. આ આયુષ્યમાન મિત્રોને સારા પગારની સાથે અન્ય પણ ઘણી સુવિધાઓ આપવામાં આવી છે. હજુ પણ કોઈ વ્યક્તિ આ યોજના સાથે જોડાઈને આયુષ્યમાન મિત્ર બનવા માંગે છે, તો તેને દર મહિને 15 હજાર રૂપિયા સુધી ફાયદો મળી શકે છે.
આયુષ્યમાન મિત્રોની કામગીરી
લાભાર્થીઓને આયુષ્યમાન મિત્ર યોજના સાથે જોડાયેલી દરેક માહિતી આપવી તેની જવાબદારી છે. આયુષ્યમાન યોજના સાથે જોડાયેલી હોસ્પિટલોમાં તેમને તૈનાત કરવામાં આવ્યા છે. લાભાર્થીઓને જાણકારી આપવા ઉપરાંત આયુષ્યમાન કાર્ડ બનાવવાની જવાબદારી પણ આયુષ્યમાન મિત્રની જ હોય છે. આયુષ્યમાન મિત્રોને 12 મહિના માટે કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવે છે. જો કે, તેને આગળ પણ વધારી શકાય છે. આયુષ્યમાન મિત્રોને દર મહિન પગારના રૂપમાં 15,000 રૂપિયા આપવામાં આવશે.
આયુષ્યમાન મિત્રની નિમણૂંક જિલ્લા સ્તરે કરવામાં આવે છે. તેની નિમણૂંક જિલ્લા કક્ષાની એજન્સી દ્વારા કરવામાં આવે છે. પસંદગી બાદ તેમને તાલીમ આપવામા આવે છે. તાલીમની જવાબદારી કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયની છે, જે નેશનલ હેલ્થ એજન્સીની સાથે મળીને પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ કેન્દ્રોમાં આયુષ્યમાન મિત્રોને તાલીમ આપે છે.
આયુષ્યમાન મિત્ર બનવા માટે અરજી કરનાર વ્યક્તિ 12મું ધોરણ પાસ હોવો અનિવાર્ય છે. સાથે જ તેને કમ્પ્યુટર અને ઈન્ટરનેટ વિશેની માહિતી હોવી જરૂરી છે. અરજી કરનાર ઉમેદવારની ઉંમર 32 વર્ષથી વધારે ન હોવી જોઈએ. જે ઉમેદવારે તાલીમ મેળવી લીધી હોય તેને સ્થાનિક ભાષા આવડવી જોઈએ. આયુષ્યમાન મિત્રની નિમણૂક માટે મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર