નવી દિલ્હીઃ આગામી સપ્તાહમાં અડાણી એન્ટરપ્રાઈઝના શેરોને સસ્તામાં ખરીદવાનો મોકો મળશે. અડાણી એન્ટરપ્રાઈઝનો ફોલો-ઓન પબ્લિક ઓફર 25 જાન્યુઆરીએ ખુલશે. તેના માટે 3112-3276 રૂપિયાનું પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે. રિટેલ રોકાણકારોને 64 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. જ્યારે હાલ તે બીએસઈ પર 4 ટકાથી વધારે ઘટાડાની સાથે 3434.00 રૂપિયાના ભાવ પર ટ્રેડ થઈ રહ્યા છે. એટલે કે, પ્રાઈસ બેન્ડની લોઅર પ્રાઈઝ વર્તમાન ભાવથી લગભગ 9 ટકા ડિસ્કાઉન્ટ પર છે.
Adani Enterprises FPO વિશે વિગત
કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ પ્રમાણે, અડાણી એન્ટરપ્રાઈઝનો 20,000 કરોડ રૂપિયાનો એફપીઓ 25-27 જાન્યુની વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ખુલશે. આ એફપીએ માટે 3112-3276 પ્રાઈસ બેન્ડ છે. જો કે, રિટેલ રોકાણકારોને 64 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર મળશે. રિટેલ રોકાણકારો 4 લોટમાં રૂપિયા લગાવી શકશે. જાણકારી અનુસાર, ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની અને અન્ય સોવરેન હેલ્થ ફંડ અને નાણાકીય સંસ્થાઓ જેમ કે અડાણી ગ્રુપના સ્ટ્રેટેજીક ઈક્વિટી પાર્ટનર્સ આ ઈશ્યૂ હેઠળ ભારે ખરીદી કરી શકે છે.
20,000 કરોડ રૂપિયાના ઈશ્યૂ હેઠળ એકત્રિક કરવામાં આવેલા 10,869 કરોડ રૂપિયાનો ઉપયોગ કંપની સબ્સિડીયરીઝ ગ્રીન હાઈડ્રોજન ઈકોસિસ્ટમ, વર્તમાન એરપોર્ટ ફેસિલિટીઝમાં કેટલાક સુધારા અને ગ્રીનફીલ્ડ એક્સપ્રેસવે સાથે જોડાયેલી પ્રોજેક્ટની ફંડિગમાં કરવામાં આવશે. 4,165 કરોડ રૂપિયાનો ઉપયોગ કંપની અને તેના ત્રણ એકમો અડાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ, અડાણી રોડ ટ્રાન્સપોર્ટ અને મુદ્રા સોલરનું દેવું ચૂકવવા માટે કરવામાં આવશે. સપ્ટેમ્બર 2022 સુધી ઉપલબ્ધ આંકડાઓ અનુસાર, અડાણી એન્ટરપ્રાઈઝ પર 40,023.50 કરોડ રૂપિયાનું દેવું છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર