Home /News /business /ખુશખબરી! EPS આ કર્મચારીઓને આપશે વધારે પેન્શન, પણ આ તારીખ પહેલા કરવું પડશે આવેદન
ખુશખબરી! EPS આ કર્મચારીઓને આપશે વધારે પેન્શન, પણ આ તારીખ પહેલા કરવું પડશે આવેદન
EPSના કરોડો કર્મચારીઓને મળશે વધારે પેન્શન
ખાનગી ક્ષેત્રમાં કામ કરનારા કરોડો કર્મચારીઓ માટે ખુશખબરી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના કર્મચારી પેન્શન યોજના હેઠળ ઉચ્ચ પેન્શન માટે અરજી કરવાની પ્રક્રિયા બહાર પાડી દેવામાં આવી છે.
નવી દિલ્હીઃ ખાનગી ક્ષેત્રમાં કામ કરનારા કરોડો કર્મચારીઓ માટે ખુશખબરી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના કર્મચારી પેન્શન યોજના હેઠળ ઉચ્ચ પેન્શન માટે અરજી કરવાની પ્રક્રિયા બહાર પાડી દેવામાં આવી છે. આ હેઠળ કર્મચારી 3 માર્ચ 2023 કે તેનાથી પહેલા હાયર પેન્શનનો વિકલ્પ પસંદ કરી શકે છે. જો કે, આ વિકલ્પ માત્ર તે કર્મચારીઓને મળશે જે 31 ઓગસ્ટ 2014ના કર્મચારી પ્રોવિડેન્ટ ફંડના સદસ્ય હતા અને જેમણે ઈપીએસના હેઠળ ઉચ્ચ પેન્શનનો વિકલ્પ પસંદ કર્યો છે.
આ તમામ કર્મચારી એમ્પલોયર ઈપીએસના દ્વારા ઉચ્ચ પેન્શન માટે સંયુક્ત રૂપથી અરજી કરી શકશે. સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2022માં કર્મચારી પેન્શન યોજના, 2014ને કાયમ રાખ્યું હતું. આમાં પેન્શનપાત્ર પગારની મર્યાદા 6,500 રૂપિયા પ્રતિ મહિનાથી વધારીને 15 હજાર રૂપિયા મહિના કરી દેવામાં આવી હતી. આ માટે મેમ્બર્સ અને નોકરીદાતાઓને તેમના મૂળ પગારના 8.33% યોગદાનની મંજૂરી આપવામાં આવી હતી.
EPFO એ કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, સૂચના જારી કરવામાં આવી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને બધી જ ક્ષેત્રિય કચેરીઓને સુપ્રીમ કોર્ટમા આદેશ અનુસાર, યોગ્ય શેરધારકોને ઉચ્ચ પેન્શનનનો વિકલ્પ આપવા કહેવામાં આવ્યું છે. EPFO અનુસાર, પાત્ર કર્મચારીઓ તેમના એમ્પ્લોયર સાથે સંયુક્ત વિકલ્પ સંબંધિત પ્રાદેશિક કચેરીમાં સબમિટ કરી શકે છે.
હાયર પેન્શન માટે કેવી રીતે અરજી કરવી?
અરજી પ્રક્રિયાની સમય મર્યાદા સંબંધિત વધારે જાણકારી જોનલ પીએફ કમીશનરો દ્વારા ટૂંક સમયમાં આપવામાં આવશે.
પાત્ર કર્મચારીઓને વધેલા લાભ માટે તેમના એમ્પ્લોયર સાથે સંયુક્ત રૂપથી કમિશનર દ્વારા નિર્ધારિત આવેદન પત્ર અને અન્ય બધા જ દસ્તાવેજો જેવા જોઈન્ટ સ્ટેટમેન્ટ વગેરે સાથે આવેદન કરવું પડશે.
સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે, અરજી કરવા માટે ડિજિટલ રૂપથી લોગ-ઈન કરવું પડશે. જેના માટે ઈપીએફઓ દ્વારા એક અલગ યૂઆરએલ સુવિધા પ્રદાન કરવામાં આવશે,
પ્રોવિડેન્ટ ફંડથી પેન્શન ફંડ સુધી એડજસ્ટમેન્ટની જરૂર છે તો જોઈન્ટ ફોર્મમાં કર્મચારીની સહેમતીની આવશ્યકતા હશે.
ઉમેદવારે આવેદન પર નિર્ણયના વિશે સૂચિત કરવા માટે એક ઈમેઈલ આપવામાં આવશે, પછી એસએમએસ પણ મોકલવામાં આવી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર