બદલતા પરિવેશમાં પરંપરાગત ખેતી ઉપરાંત રોકડીયા પાકને ઉગાડીને સારી આવક મેળવી શકાય છે. હાલમાં સહજનની ખેતી (Sahjan farming) પર લોકોનું ફોકસ ઝડપથી વધી રહ્યું છે. તેના માટે આપને વધુ મોટી જમીન નથી જોઈતી. તેની ખેતી કરવાના 10 મહિના બાદ એક એકરમાં એક લાખ રૂપિયા કમાઈ શકાય છે. સહજન એક મેડિસિનલ પ્લાન્ટ છે. ઓછા ખર્ચમાં તૈયાર થનારા આ પાકની ખાસિયત એ છે કે તેની એક વાર વાવણી કર્યા બાદ ચાર વર્ષ સુધી વાવણી નથી કરવી પડતી.
દવા બનાવવામાં થાય છે ઉપયોગ
સહજન એક ઔષધી છોડ પણ છે. આવા છોડોની ખેતીની સાથે તેનું માર્કેટિંગ અને નિકાસ પણ કરવી સરળ થઈ જાય છે. ભારત ઉપરાંત સમગ્ર દુનિયામાં યોગ્ય પદ્ધતિથી ઉછેરવામાં આવતી મેડિશનલ ક્રોપની ઘણી ડિમાન્ડ રહે છે.
સહજનની ખેતી
તે ગરમ વિસ્તારોમાં સરળતાથી ઊગી શકે છે. તેને વધુ પાણીની પણ જરૂર નથી. ઠંડા વિસ્તારોમાં તેની ખેતી બહુ નફાકારક નથી રહેતી, કારણ કે તેનું ફૂલ ખિલવા માટે 25થી 30 ડિગ્રીના તાપમાનની જરૂર હોય છે. તે સૂકી કે ચિકણી માટીમાં સારી રીતે વિકસે છે. પહેલા વર્ષ બાદ એક વષમાં બે વાર ઉત્પાદન થાય છે અને સામાન્ય રીતે એક છોડ 10 વર્ષ સુધી સારું ઉત્પાદન આપે છે. તેની મુખ્ય વિવિધતાઓ છે- કોયમ્બતૂર 2, રોહિત 1, પી.કે.એમ. 1 અને પી.કે.એમ. 2
સમગ્ર હિસ્સાનો થાય છે ઉપયોગ
સહજનનો લગભગ દરેક હિસ્સો ખાવાલાયક હોય છે. તેની પત્તાઓને પણ તમે સલાડ તરીકે ખાઈ શકો છો. સહજનના પત્તા, ફૂલ અને ફળ પણ ઘણા પોષક હોય છે. તેમાં ઔષધીય ગુણ પણ હોય છે. તેના બીજમાંથી તેલ પણ નીકળે છે.
કેટલી થઈ શકે છે કમાણી?
ગોરખપુરના ખેડૂત અવિનાશ કુમાર મુજબ, એક એકરમાં લગભગ 1,200 છોડ ઉગાડી શકાય છે. એક એકરમાં સહજનના છોડ વાવવા પાછળ ખર્ચ લગભગ 50થી 60 હજાર રૂપિયા આવશે. સહજનના માત્ર પત્તા વેચીને તમે વર્ષે 60 હજાર રૂપિયા સુધી કમાઈ શકો છો. બીજી તરફ, સહજનનું ઉત્પાદન કરને તમે વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી શકો છો.