Home /News /business /રેબિટ કરાવશે સારી કમાણી, દર વર્ષે મળશે 7થી 8 લાખ રૂપિયા

રેબિટ કરાવશે સારી કમાણી, દર વર્ષે મળશે 7થી 8 લાખ રૂપિયા

લગભગ 4 લાખ રૂપિયામાં રેબિટ ફાર્મિંગ શરૂ કરી શકો છો

શું તમે એવા બિઝનેસ આઇડિયાની શોધમાં છો જેમાં મૂડીરોકાણ ઓછું હોય?

    ન્યૂઝ18 ગુજરાતી: શું તમે એવા બિઝનેસ આઇડિયાની શોધમાં છો જેમાં મૂડીરોકાણ ઓછું હોય? તો આજે અમે જણાવીશું એવા જ એક અનોખા બિઝનેસ આઇડિયા વિશે. તમે લગભગ 4 લાખ રૂપિયામાં રેબિટ ફાર્મિંગ શરૂ કરી શકો છો. માર્કેટમાં રેબિટના માંસના સારા ભાવ મળે છે. આ બિઝનેસ દ્વારા તમે વાર્ષિક 7થી 8 લાખ રૂપિયા કમાવી શકો છો. રેબિટને મીટ અને તેના વાળથી બનનારા ઊન માટે પાળવામાં આવે છે.

    કેટલો થશે ખર્ચ?

    રેબિટ પાલન માટે આ બિઝનેસને યુનિટમાં વહેંચવામાં આવ્યું છે. એક યુનિટમાં સાત માદા અને ત્રણ નર રેબિટ હોય છે. માની લો કે ફાર્મિંગ માટે શરૂઆતમાં 10 યુનિટ રાખ્યા છે તો આ માટે લગભગ 4.50 લાખ રૂપિયા સુધી ખર્ચ થઇ શકે છે. આમાં ટિન શેડ લગભગ 1થી 1.50 લાખ રૂપિયા, પીંજરાના 1થી 1.25 લાખ રૂપિયા, ચારા અને આ યુનિટ્સ પર લગભગ 2 લાખ રૂપિયાનો ખર્ચ સામેલ છે.

    નર અને માદા રેબિટ લગભગ 6 મહિના પછી બ્રીડિંગ માટે તૈયાર થઇ જાય છે. એક માદા રેબિટ એક વખતમાં 6થી 7 બચ્ચાને જન્મ આપે છે. માદા રેબિટનું પ્રેગ્નન્સી પીરિયડ 30 દિવસ હોય છે. ઉપરાંત 45 દિવસમાં તેના બચ્ચા લગભગ 2 કિલોગ્રામના થઇ જાય છે. તે બાદ તે વેચાણ માટે તૈયાર થઇ જાય છે.

    કેવી રીતે થશે કમાણી

    એક માદા રેબિટથી સરેરાશ 5 બચ્ચા થાય તો આવી રીતે 45 દિવસોમાં 350 બાળકો થાય. રેબિટનું યુનિટ બચ્ચા પેદા કરવા માટે લાયક હોય છે. તેના માટે 6 મહિનાની રાહ જોવાની જરૂર હોતી નથી. 10 યુનિટ રેબિટથી 45 દિવસમાં તૈયાર થયેલા બચ્ચા લગભગ 2 લાખ રૂપિયામાં વેચાય છે. તેને ફાર્મ બ્રીડિંગ, મીટ અને ઊન માટે વેચી શકાય છે. જ્યારે એક માદા રેબિટ વર્ષ દરમિયાન લગભગ 7 વખત બચ્ચા આપે છે. મોર્ટેલિટી, બીમારી સહિતની વસ્તુઓને ધ્યાનમાં રાખીને સરેરાશ 5 પ્રેગ્નન્સી પીરિયડ માનીને ચાલો તો વાર્ષિક 10 લાખ રૂપિયાના રેબિટ વેચાય છે. જ્યારે 2થી 3 લાખ રૂપિયા ચારાનો ખર્ચ કાઢીને 7 લાખ રૂપિયા નેટ પ્રોફિટ મેળવી શકાય છે. જોકે, શરૂઆતના વર્ષમાં કુલ 4.50 લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટને કાઢીએ તો 3 લાખ રૂપિયાની કમાણી થાય છે.

    આ પણ વાંચો: હવે GST ચોરી પર લગામ, સરકારે ઇ-વે બિલ સિસ્ટમમાં કર્યા ફેરફાર!

    ફ્રેન્ચાઇઝી લઇને શરૂ કરો બિઝનેસ

    જો વધુ રિસ્ક લેવાની ક્ષમતા ન હોય તો કોઇ મોટા ફાર્મથી ફ્રેન્ચાઇઝી લેવાનો વિકલ્પ પણ છે. આના માધ્યમથી રેબિટ બ્રીડિંગથી લઇને માર્કેટિંગ સુધીની તમામ ટ્રેનિંગ આપવામાં આવશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Earn, Investment, Start

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन