Home /News /business /Opinion: ભારતનો ગરીબ શું માગે છે? સબસિડી કે પછી શિક્ષણ અને સારી આરોગ્ય સેવાઓ

Opinion: ભારતનો ગરીબ શું માગે છે? સબસિડી કે પછી શિક્ષણ અને સારી આરોગ્ય સેવાઓ

દેશમાં સબસિડીની સિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવવાની જરુર છે. જેથી ધીરે ધીરે સબસિડી પરની નિર્ભરતા ઘટાડી શકાય.

ભારતને એક રાષ્ટ્ર તરીકે વિકસવામાં જો સૌથી મોટી સમસ્યા નડી રહી હોય તો તેની સબસિડી સિસ્ટમ છે. જે દેશના કુલ ટેક્સ કલેક્શન રુ. 27.07 લાખ કરોડના 33 ટકા એટલે કે રુ. 8.86 લાખ કરોડનો ખર્ચ સરકારી તીજોરી પર લાવે છે. તેમાં પણ સબસિડી સિસ્ટમમાં રહેલા છીંડાના કારણે તેના લાભાન્વિતો સુધી પહોંચતા એક મોટો હિસ્સો વચ્ચે જ ચોરી થઈ જાય છે જે વિકાસનો ભોગ લે છે.

વધુ જુઓ ...
Mr. A.S. Mittal/ નવી દિલ્હીઃ તાજેતરમાં યુનાઇટેડ નેશનના અહેવાલ મુજબ વસ્તી મામલે ભારત 2023 સુધીમાં ચીનને પાછળ છોડીને દુનિયાનો નંબર વન દેશ બની જશે. ત્યારે સૌથી મોટા પડકારો પૈકી એક ભારતની સબસિડી સિસ્ટમ હોઈ શકે છે, જે કદાચ વૈશ્વિક સ્તરે વોલ્યુમ અને લાભાર્થીઓની સંખ્યા મામલે સૌથી મોટી છે. લગભગ 80 કરોડ લોકો જુદી જુદી સબસિડી સિસ્ટમથી લાભાન્વિત છે. ત્યારે ભારત માટે હાલની ભીંસ ભરેલી આર્થિક સ્થિતિમાં સબસિડી પણ આપવી અને વિકાસને પણ સંતુલિત કરી રાખવો ખરેખર ખૂબ મુશ્કેલ છે. તેવામાં જરૂરિયાતમંદો માટે જુદી જુદી સબસિડી જેવી કે ફૂડ સબસિડી, ખેતી અંગેની સબસિડી અને અન્ય બીજી રાહત યોજનામાં રહેલા છીંડા પૂરવા ખૂબ જરુરી છે. જેનાથી ખૂબ મોટી રકમની બચત થઈ શકે છે અને તેના દ્વારા થતી નાણાકીય બચતનો ઉપયોગ શિક્ષણ, આરોગ્ય પ્રણાલી અને અન્ય મૂળભૂત સુવિધાઓને મજબૂત કરવા માટે થઈ શકે છે.

Mutual Fund: આ 3 ફંડે ત્રણ વર્ષમાં રોકાણકારોને લાખોપતિ બનાવ્યા, જાણી લો શું છે ફંડા

સબસિડીમાં સતત વધારો

દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અપાતી જુદી જુદી સબસિડીનો કુલ ખર્ચ સતત વધી રહ્યો છે. જેમાં નાણાકીય વર્ષ 2019-20 માં કુલ રુ. 5.6 લાખ કરોડનાની સામે આ ખર્ચ નાણાકીય વર્ષ 2021-22માં વધીને રુ. 8.86 લાખ કરોડ થઈ ગયો છે. જે દેશમાં ભેગા થતા કુલ રુ. 27.07 લાખ કરોડના ટેક્સનો 33 ટકા જેટલો છે અને દેશના કુલ જીડીપીના 6 ટકા જેટલો છે. આ કોઈ નાની રકમ નથી. આમ નાણાકીય વર્ષ 2019-20થી નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન સબસિડીના કુલ ખર્ચમાં 3 ટકા જેટલો વધારો થયો છે. જેમાં સૌથી મોટો સિંહફાળો કેન્દ્રની ફુડ સબસિડીનો છે. જે છેલ્લા ત્રણ વર્ષમાં બે ગણી રુ. 1.09 લાખ કરોડથી વધીને રુ. 2.87 લાખ કરોડ પહોંચી છે. તેના પછી સૌથી વધુ ખર્ચ ખાતરની સબસિડીનો છે. જે સમાન સમયગાળામાં રુ. 81,000 કરોડથી વધીને રુ. 1,40,000 કરોડ પહોંચ્યો છે.

વર્ષ 2022ના બાકીના 6 મહિનામાં રોકાણકારો માટે Stock Market ખુશીઓની લહેર લઈ આવશે

સબસિડીની સમસ્યાઓ

દેશમાં સબસિડીની સિસ્ટમની સૌથી મોટી સમસ્યા હોય તો તે સિસ્ટમાં લિકેજની છે. સબસિડીના લાભાન્વિતો સુધી જે તે રકમ પહોંચવા દરમિયાન તેમાંથી થતી ચોરી સરકારી તિજોરી માટે ખૂબ મોટા નુકસાનનું કારણ છે. જોકે 2013માં સબસિડીમાં સુધારા અને ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફર (DBT)ને પ્રોત્સાહિત કરવી સરકારની ઉચ્ચ પ્રાથમિકતા તરીકે ઉભરી આવી છે. DBT ફ્રેમવર્કની શરૂઆતથી 2.50 લાખ કરોડ રૂપિયા બચાવવામાં મદદ કરી છે.

તેમ છતાં વિવિધ કિસ્સાઓમાં સિસ્ટમમાં લીકેજને કારણે સબસિડીઓ તેમના અંતિમ હેતુને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે. જેનું કારણ આ સબસિડીની સિસ્ટમમાં રહેલા અનેક સ્તરો છે. જે નોંધપાત્ર નુકસાન અને બગાડ તરફ દોરી જાય છે. કરદાતાઓના રુપિયાથી ચાલતી આ સબસિડી સિસ્ટમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અન્ય ટેક્નોલોજી આધારિત પ્લેટફોર્મ સાથે વધુ કાર્યક્ષમ બનાવવાની જરૂર છે. લીકેજ અને ભ્રષ્ટાચાર સબસિડીની અસરકારકતા ઘટાડે છે. સંસદીય સ્થાયી સમિતિ અનુસાર પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (PDS)માં લિકેજની ટકાવારી લગભગ 40-50% હતી. હવે આ પીડીએસના સ્થાને સીધા રોકડ ટ્રાન્સફર દ્વારા ફૂડ સબસિડીને તર્કસંગત બનાવી શકાય છે.

NPS Pension Plan લેનારાને થશે મોટો ફાયદો, 30 સપ્ટેમ્બર સુધીમાં મળશે ભેટ

ઉકેલ શું હોઈ શકે?

ભૂગર્ભજળના દૂરઉપયોગ અને ખાતરોના વધુ પડતા ઉપયોગને ટાળવા માટે મફત ઈલેક્ટ્રિસિટી અને સબસિડીવાળા ખાતરો પર મીટરિંગ અને મોનિટરિંગ સિસ્ટમ કરવાની જરુર છે. એગ્રીકલ્ચર ક્રેડિટ ઈન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમમાં લીકેજને દૂર કરવું જરૂરી છે કારણ કે એગ્રી-બિઝનેસ કંપનીઓ તેનો લાભ લઈ રહી છે. આ ઉપરાંત સરકારે લાયક લાભાર્થીઓને ઓળખવા, એકથી વધુ સબસિડી મેળવતા લોકોને દૂર કરવા અને બિનકાર્યક્ષમતા ઘટાડવા માટે ફૂડ સહિતની મોટાભાગની સબસિડી ચૂકવણીને DBTમાં ખસેડવા માટે એક વિશાળ કવાયત હાથ ધરવાની જરૂર છે. આ જ રીતે સબસિડી મોનિટરિંગ સિસ્ટમને AI પ્લેટફોર્મની જરૂર છે જે વર્તમાન લાભાર્થીઓને આપમેળે દૂર કરે છે જેઓ ESI અથવા EPF લાભો પૂરા પાડતા સરકાર અથવા ખાનગી ક્ષેત્રની નોકરી મેળવે છે.

શું પગલા હોવા જોઈએ?

જ્યાં સુધી જરૂરિયાતમંદો પોતાના પગ પર ઊભા ન થઈ શકે ત્યાં સુધી તેમને મદદ કરવા માટે સબસિડી એ માત્ર કામચલાઉ પગલાં તરીકે ગણવામાં આવવી જોઈએ. ભલે આપણે આઝાદીના 75માં વર્ષ દરમિયાન ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરીએ છીએ, તેમ છતાં દેશમાં હજુ પણ અપૂરતી આરોગ્ય સુવિધાઓ છે. દરેક જિલ્લામાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સાથે જોડાયેલ મેડિકલ કોલેજની જરૂર છે અને દરેક બ્લોકને પ્રાથમિક આરોગ્ય સંભાળ કેન્દ્રની જરૂર છે. ગરીબો કે જેઓ આરોગ્ય વીમો ધરાવતા નથી તેમને સરકારી મફત આરોગ્ય સેવાઓની જરૂર છે.

લાંબી ગણતરી હોય તો આવા કરોડપતિ બનાવનાર શેર ખરીદો, 20 વર્ષમાં રુ.1 લાખના કર્યા રુ.2 કરોડ

એટલું જ નહીં શિક્ષણ અને સ્કિલ ડેવલોપમેન્ટ એ બેરોજગારી અને ગરીબીનો સામનો કરવાના સાધનો છે. યુવાનોને શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સ્કિલ ડેવલોપમેન્ટ કેન્દ્રોથી સશક્ત બનાવવાની જરૂર છે, જેથી તેઓ તેમના માતાપિતાની જેમ સબસિડીના લાભાર્થીઓની યાદીમાં જ ન રહી જાય. આ બધા માટે સબસિડીની સિસ્ટમમાં કરદાતાઓની મહેનતના રુપિયા વેડફાય નહીં તે માટે ટેક્નોલોજીથી લઈને દરેક પગલે ચેક પોઇન્ટ સમાન વ્યવસ્થા ઉભી કરીને વેડફાઈ જતા નાણા બચાવીને તેનો ઉપયોગ સરકારે જરૂરિયાતમંદોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સારી આરોગ્ય સેવાઓ આપીને સશક્ત બનાવવા માટે કરવો જોઈએ ત્યારે ખરા અર્થમાં ‘હર ઘર તિરંગા’ હશે.

(આ અહેવાલના લેખક સોનાલિકા ગ્રુપના વાઈસ ચેરમેન પંજાબ પ્લાનિંગ બોર્ડના ભૂતપૂર્વ વાઈસ ચેરમેન અને ASSOCHAM નોર્ધન રીજન ડેવલોપમેન્ટ કાઉન્સિલના ચેરમેન છે. આ અહેવાલમાં આપવામાં આવેલા વિચારો લેખકના પોતાના છે અને ન્યુઝ18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી.)
First published:

Tags: 300 units free electricity, Expert opinion, Ration card, Subsidy