OPINION: વર્તમાન પડકારો વચ્ચે એક સંતુલિત બજેટ

News18 Gujarati
Updated: July 6, 2019, 9:42 AM IST
OPINION: વર્તમાન પડકારો વચ્ચે એક સંતુલિત બજેટ
નિર્મલા સીતારમણ

નાણા મંત્રી નિર્મલા સીતારમણે આ બજેટમાં આધારભૂત સંરચનાઓના વિકાસ પણ ઘણું ધ્યાન આપ્યું છે

  • Share this:
ડૉ. હરીશ્વર દયાલ

દેશના વર્તમાન પડકારોના પરિપ્રેક્ષ્યમાં જો આ બજેટનો જોવામાં આવે તો તે ઘણું સંતુલિત બજેટ લાગી રહ્યું છે. આ બજેટ ખાનગી અને સાર્વજનિક રોકાણને વધારવા, આર્થિક વિકાસ દરને તીવ્ર કરવા, બેકારીને ઘટાડવા અને વંચિતોના કલ્યાણને પ્રોત્સાહન આપવાનો એક સારો પ્રયાસ છે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે આ બજેટમાં આધારભૂત સંરચનાઓના વિકાસ પર ઘણું ધ્યાન આપ્યું છે. વાહનવ્યવહારને સુગમ કરવા તથા ગ્રામ્ય અને શહેરી અંતરને ઘટાડવા માટે ભારતમાલા, સાગરમાલા તથા ઉડાન કાર્યક્રમોને વધુમાં વધુ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. રસ્તાઓના વિકાસ માટે રાષ્ટ્રીય ઉચ્ચ માર્ગ યોજનાનું પુનર્ગઠન કરવામાં આવશે. આગામી પાંચ વર્ષમાં 80.25 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરી 125 હજાર કિમી રસ્તાઓને અપગ્રેડ કરવામાં આવશે.

રેલવેના આધુનિકરણ તથા સુદૃઢીકરણ માટે મોટા કાર્યક્રમ આ વર્ષથી શરૂ કરવામાં આવશે. આવનારા બાર વર્ષોમાં તેના પર 50 લાખ કરોડ રોકાણ કરવામાં આવશે. રેલવને ઝડપી વિકાસ માટે ખાનગી-સાર્વજનિક ભાગીદારી ઉપર પણ ભાર મૂકવામાં આવશે. રેલવેને ઉપ-નગરીય સેવાના વિસ્તાર માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવશે.

શિક્ષણ તથા સ્વાસ્ત્ય ક્ષેત્રનો વિકાસ આ બજેટની પ્રાથમિકતા છે. શિક્ષણની ગુણવત્તા વધારવા માટે સરકાર કૃત સંકલ્પ પ્રતીત થઈ રહી છે. વિશ્વ સ્તરીય શિક્ષણ ઉપલબ્ધ કરાવવા માટે આ બજેટમાં પ્રયાસ કરવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિને લાગુ કરવા માટે 400 કરોડ રૂપિયાની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે.

આ બજેટમાં કેટલીક નવી જન કલ્યાણકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે તથા કેટલીક પ્રચલિત યોજનાઓનો વિસ્તાર પણ કર્યો છે. પ્રત્યેક ગ્રામ્ય પરિવાર માટે વીજળી તથા ગેસ કનેક્શનની જોગવાઈ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1.95 કરોડ લાભાર્થીઓને ઘર આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ બજેટે 2 ઓક્ટોબર 2019 સુધી સમગ્ર દેશને ઓડીએફ કરવાના વડાપ્રધાનના સંકલ્પને પ્રાપ્ત કરવા માટે ગૃહને આશ્વસ્ત કર્યુ છે. આ બજેટ 2024 સુધી હર ઘર જલ ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તમામ ભારતીયોને સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માટે જળ શક્તિ મંત્રાલયની રચનાની વાત પણ આ બજેટમાં કહેવામાં આવી છે.બેંકોના સુદૃઢીકરણની આવશ્યક્તા થોડા સમયથી અનુભવાતી હતી. તેના માટે આ બજેટમાં અનેક જોગવાઈ કરવામાં આવી છે. આ બજેટે સાર્વજનિક ક્ષેત્રના બેંકોની મૂડીને વધારવા માટે 17 હજાર કરોડની જોગવાઈ કરી છે. ઉદ્યોગોના વિકાસ માટે પણ અનેક જોગવાઈ કરવામાં આવી છે. આવી કંપનીઓ જેનું ટર્ન ઓવર 400 કરોડ રૂપિયા સુધી છે. તેનો કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 25 ટકા કરી દેવામાં આવ્યો છે. એમએસએમઈ તથા સ્ટાર્ટ-અપ કંપનીઓના વિકાસ માટે પણ આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. સ્ટાર્ટ-અપ કંપનીની ઉપર લગાવવામાં આવેલા એન્જેલ ટેક્સને હટાવી દેવામાં આવ્યો છે. સ્થાનિક રોકાણને વધારવા ઉપરાંત વિદેશી રોકાણકારોને આકર્ષવા માટેની જોગવાઈ બજેટમાં છે.

આ તમામ કાર્યક્રમો યોગ્ય રીતે સંચાલિત કરવા માટે એડિશનલ રેવન્યૂ કલેક્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. વધુ અમીર વ્યક્તિઓ, જેમની વાર્ષિક આવક બે કરોડથી વધુ છે, તેમને વધારાનો સરચાર્જ આપવો પડશે. પેટ્રોલ, ડીઝલ ઉપર પણ એક રૂપિયો પ્રતિ લીટર વધારાની એક્સાઇઝ ડ્યૂટી આપવી પડશે. સોનું તથા કિંમતી ધાતુ પણ આયાત પર ટેક્સ 10 ટકાથી વધારીને 12.5 ટકા કરી દીધો છે. ટેક્સના સરળીકરણ માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. તેના કારણે અનુપાલનના દરમાં વૃદ્ધિની આશા વ્યક્ત કરી શકાય છે.

(લેખક અથશાસ્ત્રી છે)
First published: July 6, 2019, 9:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading