દીકરીના સપનાને આપો નવી ઉડાન, રૂ. 15 લાખની 'બચતની ભેટ' ભણતર કે લગ્ન સમયે લાગશે કામ

દીકરીના સપનાને આપો નવી ઉડાન, રૂ. 15 લાખની 'બચતની ભેટ' ભણતર કે લગ્ન સમયે લાગશે કામ
શું તમે પણ તમારી દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરવા માંગો છો. તો પંજાબ નેશનલ બેન્ક એક ખાસ સુવિધા લઈને આવી છે.

શું તમે પણ તમારી દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરવા માંગો છો. તો પંજાબ નેશનલ બેન્ક એક ખાસ સુવિધા લઈને આવી છે.

  • Share this:
શું તમે પણ તમારી દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરવા માંગો છો. તો પંજાબ નેશનલ બેન્ક એક ખાસ સુવિધા લઈને આવી છે. PNBએ ટ્વિટ કરીને આ સુવિધાની જાણકારી આપી છે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ તમે તમારી દીકરી માટે રૂ. 15 લાખની બચત કરી શકો છો. અહીંયા આ યોજનાની તમામ જાણકારી આપવામાં આવી છે.

આ યોજના હેઠળ માતા-પિતા અથવા ગાર્ડિયન દીકરીનાવ નામ પર એકાઉન્ટ ખોલાવી શકે છે. આ યોજનાનો લાભ બે દીકરી સુધી મળી શકે છે.PNBએ કર્યું ટ્વિટ

પંજાબ નેશનલ બેન્કે (PNB) ટ્વિટ કર્યું છે, કે આપણે મળીને આપણી નાની દીકરીના સપનાઓને એક નવી ઉડાન આપવામાં મદદ કરીશું. https://tinyurl.com/rwy2e9je આ લિંક પરથી યોજનાની અધિક માહિતી મળશે. PNBએ એક ફોટો પણ શેર કર્યો છે અને લખ્યું છે કે, ક્યારેક કહે છે ટીચર બનશે, તો ક્યારેક કહે છે. ડૉકટર બનશે, ક્યારેક કહે છે સુપરગર્લ બનશે! અમે તૈયાર છીએ, શું તમે તૈયાર છો? સુકન્યા સમૃદ્ધિ યોજના.

સાણંદ: કોરોનાનો કોપ ઓછો કરવા બળિયાબાપજીના સ્થાનકે કર્યો અભિષેક, Videoમાં ભીડ જોઇને ચોંકી જશો

કેટલી ડિપોઝીટ કરવાની રહેશે

આ યોજના માટે ન્યૂનતમ રૂ. 250 અને મહત્તમ રૂ. 1,50,000 જમા કરાવી શકો છો. આ ખાતુ ખોલવાથી તમારી દીકરીના શિક્ષણનો ખર્ચ અને અન્ય ખર્ચથી રાહત મળે છે.

કેટલું વ્યાજ મળે છે

સુકન્યા સમૃદ્ધિ યોજના પર વાર્ષિક 7.6 ટકા વ્યાજ મળે છે. કેન્દ્ર સરકાર દર ત્રણ મહિને આ વ્યાજદરોને રિવાઈઝ કરે છે. આ યોજનામાં સ્મોલ સેવિંગ સ્કીમ પણ શામેલ છે તથા આ યોજના હેઠળ ગ્રાહકોને ટેક્સ છૂટછાટનો ફાયદો પણ મળે છે.

Video: કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા નવયુગલે અપનાવી વરમાળા પહેરાવવાની નવી રીત!

ખાતુ ક્યારે મેચ્યોર થાય છે

ખાતુ ખોલાવ્યાના 21 વર્ષ બાદ અથવા દીકરી 18 વર્ષની થતા લગ્ન સમયે (લગ્નની તારીખથી મહિના પહેલા અથવા ત્રણ મહિના બાદ) આ ખાતુ મેચ્યોર થાય છે.કયા ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે

આ યોજના હેઠળ ખાતુ ખોલાવવા માટે પોસ્ટ ઓફિસ અથવા બેન્કમાં ફોર્મની સાથે જન્મનો દાખલો પણ જમા કરાવવાનો રહેશે. બાળકી અને તેના માતા-પિતાનું ઓળખ કાર્ડ (પાન કાર્ડ, રાશન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ), રહેઠાણનો પુરાવો (પાસપોર્ટ, રાશન કાર્ડ, વીજળી બિલ, ટેલિફોન બિલ, પાણીનું બિલ) જમા કરાવવાનું રહેશે.

રૂ. 15 લાખનો લાભ મળશે

આ યોજના હેઠળ જો દર મહિને રૂ.,3000 જમા કરવામાં આવે એટલે કે વાર્ષિક રૂ. 36000 જમા કરાવવાથી 14 વર્ષ બાદ વાર્ષિક 7.6 ટકા વ્યાજ અનુસાર રૂ. 9,11,574 મળશે. 21 વર્ષ બાદ આ રકમ મેચ્યોર થતા રૂ. 15,22,221 મળશે.આ ખાતુ કોણ ખોલાવી શકે

· માતા-પિતા દીકરીના નામ પર ખાતુ ખોલાવી શકે છે.

· દીકરી 10 વર્ષની થાય તે પહેલા ગમે ત્યારે આ ખાતુ ખોલાવી શકાય છે.

· એક દીકરીના નામ પર માત્ર એક ખાતુ ખોલાવી શકાય છે.

· એક જ દીકરીના અલગ-અલગ ખાતા ખોલાવી ન શકાય.

· પરિવારમાં વધુમાં વધુ બે દીકરીનું ખાતુ ખોલાવી શકાય.

· જોડિયા/ત્રિપલ બાળકીના મામલે બે થી વધુ ખાતા ખોલાવી શકાય છે.
Published by:News18 Gujarati
First published:May 05, 2021, 14:46 pm

ટૉપ ન્યૂઝ