Home /News /business /હવે ઘરે બેઠા NPS એકાઉન્ટ ખોલાવી શકાશે, KYC ની જંજટમાંથી છુટકારો, જાણો પ્રોસેસ
હવે ઘરે બેઠા NPS એકાઉન્ટ ખોલાવી શકાશે, KYC ની જંજટમાંથી છુટકારો, જાણો પ્રોસેસ
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટીએ NPS એકાઉન્ટ ખોલવા અંગે એક નવો વિકલ્પ આપ્યો છે. તેમાં તમે ઘર બેઠા જ NPS મેમ્બર બની શકો છો.
NPS: આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ PFRDA એ લોકોને ઘણી નવી સુવિધા આપી છે. હવે NPS એકાઉન્ટ ખોલવાનું એકદમ સરળ બની ગયું છે. તેના માટે સેન્ટ્રલ KYC(CKYC) દ્વારા મેમ્બરસીપ મળવા પાત્ર છે.
Open NPS Account: જો તમે રિટાયરમેન્ટની પ્લાનિંગ કરી રહ્યા હોય તો અમે તમને એક ખુશખબરી આપી રહ્યા છીએ. તેના માટે જો તમે નેશનલ પેન્સન સિસ્ટમમાં એકાઉન્ટ ખોલવા માગો છો તો તમને એક સારો મોકો મળી રહ્યો છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટીએ NPS એકાઉન્ટ ખોલવા અંગે એક નવો વિકલ્પ આપ્યો છે. તેમાં તમે ઘર બેઠા જ NPS મેમ્બર બની શકો છો. જે તમે સેન્ટ્રલ નો યોર કસ્ટમર (Central KYC) અંતર્ગત તમારું NPS એકાઉન્ટ ખોલાવી શકો છો. જેમાં માટે તમારે કોઈ પેપર વર્ક કરવાનું નથી. બધુજ ઓનલાઇન થઇ જશે. આઝાદીના અમૃત મહોત્સવ પર PFRDA દ્વારા આ નવી શરૂઆત કરવામાં આવી હતી.
આ સિવાય PFRDA દ્વારા NPS મા ડિજિટલ અનબોર્ડિંગ માટેના ઘણા ઓપ્શન ઇનેબલ કર્યા છે. જેમાં ડીજી લોકરમાં દર્શાવેલા ડોક્યુમેન્ટ્સ, આધાર, પાન અને બેન્ક એકાઉન્ટનો સમાવેશ થાય છે.
જાણો શું છે CKYC
સેન્ટ્રલ KYC કેન્દ્ર સરકારનું મહત્વનું પગલું છે. તેમાં NPS સબસ્ક્રાઇબર્સ અને ફાઇનાન્સિયલ ઇન્વેસ્ટર્સના ઘણા નિયમનકારો સાથે ફક્ત એકજ KYC પૂર્ણ કરવાની સુવિધા પ્રાપ્ય છે. CKYC ને સેન્ટ્રલ રજિસ્ટ્રી ઓફ સિક્યોરિટાઈઝેશન અસેટ રિકન્સ્ટ્રક્શન એન્ડ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલન કરવામાં આવે છે. તેનો હેતુ ફાઇનાન્સિયલ સર્વિસ પ્રોવાઇડર્સ સાથે એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે અને રોકાણકારોને KYC ડોક્યુમેન્ટ્સની જંજટમાંથી છુટકારો આપવનો છે. તેથી દરેક વખતે ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરવાની જરૂરિયાત રહેતી નથી.
PFRDA જણાવ્યું કે CKYC આઇડેન્ટિફિકેશન નંબર CKYC પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી રોકાણકારને CERSAI તરફથી 14 ડિજિટનો નંબર આપવામાં આવે છે. નવા ગ્રાહક CKYC ચેક કરાવતી નાણાકીય સંસ્થાઓના વેબ પોર્ટલ પર જઈને પોતાનો CKYC નંબર ચેક કરી શકે છે. તેમજ તે દરેક ફાઇનાન્સિયલ સંસ્થાઓનો સંપર્ક સાધી શકશે કે જ્યાં નંબર મેળવવા માટે CKYC ડોક્યુમેન્ટ્સ આપેલા છે.