Global economy: ઓપેક સદસ્ય સાઉદી અરેબિયાએ કાપ પર કહ્યુ કે, ઉત્પાદનમાં કુલ વૈશ્વિક સપ્લાયમાં 2 ટકા જેટલો ઘટાડો થયો છે. પશ્ચિમી દેશોમાં વધતા વ્યાજ દરો અને વૈશ્વિક અર્થતંત્રમાં આવી રહેલી મંદીને જોતા ઉત્પાદનમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે, અમેરિકી સત્તાતંત્રએ પણ ઓપેક પ્લસની આ નિર્ણયની આલોચના કરી છે.
નવી દિલ્હીઃ ક્રૂડ ઓઈલ ઉત્પાદક દેશોનું સંગઠન ઓપેક પ્લસે ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં કાપ કરવાનો નિર્ણય કર્યો છે. અમેરિકી દબાવને અવગણીને ઓપેક પ્લસના સદસ્યોએ ઉત્પાદન વર્ષ 2020 બાદ સૌથી મોટો કાપ કરવાનો નિર્ણય કર્યો છે. નવેમ્બરથી ઉત્પાદમાં 20 લાખ બેરલ પ્રતિદિન કાપ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓપેક પ્લસમાં મુખ્ય ઉત્પાદક દેશોની સાથે રશિયા પણ સામેલ છે.
ક્રૂડ ઓઈલની કિંમતમાં ગુરુવારથી વધારો
તેલ ઉત્પાદક દેશો દ્વારા ઉત્પાદનમાં કાપ કરવાની ખબર સામે આવતા જ ક્રૂડ ઓઈલની કિંમતમાં ગુરુવારથી વધારો થયો છે. તેલનુ મૂલ્ય ત્રણ સપ્તાના સૌથી ઊંચા સ્તેર પહોંચી ગયું. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 46 સેન્ટ કે 0.5 ટકાથી વધીને 93.83 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયુ, જ્યારે યૂએસ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીએટ ક્રૂડ ફ્યુચર્સ 45, કે 0.05 ટકા સેન્ટ ઉછળીને 88.21 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું.
ઓપેક સદસ્ય સાઉદી અરેબિયાએ કાપ પર કહ્યુ કે, ઉત્પાદનમાં કુલ વૈશ્વિક સપ્લાયમાં 2 ટકા જેટલો ઘટાડો થયો છે. પશ્ચિમી દેશોમાં વધતા વ્યાજ દરો અને વૈશ્વિક અર્થતંત્રમાં આવી રહેલી મંદીને જોતા ઉત્પાદનમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે, અમેરિકી સત્તાતંત્રએ પણ ઓપેક પ્લસની આ નિર્ણયની આલોચના કરી છે.
વ્હાઈટ હાઉસની પ્રવકતા કેરીન જીન-પિયરે કહ્યુ કે, ક્રૂડ ઉત્પાદમાં કાપનો નિર્ણય જણાવે છે કે, ઓપેક પ્લસ સંગઠન રશિયા સાથે સંબંધો વધારી રહ્યુ છે. ત્યારે, રશિયાના ઉપ વડાપ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે કહ્યુ કે, જો પશ્ચિમી દેશ મૂલ્ય સંબંધી મર્યાદા નક્કી કરે છે તો, તેનાથી પ્રતિકૂળ અસરોનો સામનો કરવા માટે રશિયા પણ ક્રૂડ ઓઈલ ઉત્પાદનમાં કાપ કરી શકે છે.
ઓપેક પ્લસ દ્વારા ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં 2020 પછી સૌથી મોટા કપાત પહેલા જ સંઘર્ષ કરી રહેલા વૈશ્વિક અર્થતંત્ર માટે હજુ એક ફટકો માનવામાં આવી રહ્યો છે. તેલની કિંમતોમાં આવી રહેલા ઘટાડાને કારણે થોડી રાહત મળી હતી. ગત ત્રણ મહિનામાં ક્રૂડ ઓઈલની કિંમત 120 પ્રિત બેરલથી ઘટીને 90 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે.
શું પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે?
જો કે, ઉત્પાદનમાં કાપથી તેલની કિંમત અને તેનાથી બનવા વાળા પેટ્રોલ-ડીઝલની કિંમત પર ખાસ અસર થશે નહિ. તે એટલા માટે કે ઓપેક પ્લસના સદસ્ય પહેલાથી જ નિર્ધારિત ક્વોટા અનુસાર ઉત્પાદન કરી શકતા નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર