Home /News /business /Pterol Diesel Price India: ભારતમાં પેટ્રોલ-ડીઝલ થઈ શકે છે મોંઘુ, ઓપેક દેશોની દરરોજ 2 મિલિયન બેરલ તેલ ઉત્પાદન ઘટાડવાની તૈયારી

Pterol Diesel Price India: ભારતમાં પેટ્રોલ-ડીઝલ થઈ શકે છે મોંઘુ, ઓપેક દેશોની દરરોજ 2 મિલિયન બેરલ તેલ ઉત્પાદન ઘટાડવાની તૈયારી

ભારતમાં પેટ્રોલ-ડીઝલ થઈ શકે છે મોંઘુ

Pterol Diesel Price India: અમેરિકા સતત ઓપેક દેશોને આ નિર્ણય પર આગળ ન વધવાની અપીલ કરી રહ્યું છે. જો ખાડી દેશો આમ કરે છે તો વિશ્વભરમાં ક્રૂડ ઓઈલના સપ્લાયને અસર થઈ શકે છે. ખાસ કરીને ભારતમાં તેની અસર જોવા મળી શકે છે.

    નવી દિલ્હી: ઓર્ગેનાઈઝેશન ઓફ ઓઈલ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (OPEC+) તેના દૈનિક ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં 2 મિલિયન (20 લાખ) બેરલનો ઘટાડો કરવા વિચારી રહી છે. આ જૂથ ટૂંક સમયમાં આ કપાત અંગે ચર્ચા કરવા જઈ રહ્યું છે. જો આવું થાય તો ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે. નિષ્ણાતો માને છે કે, ઘણા દેશો તેમની ક્ષમતા કરતા ઓછા ઇંધણનો ઉપયોગ કરી રહ્યા છે, તેથી આ નિર્ણયની અસર એટલી વ્યાપક નહીં હોય.

    આ પણ વાંચો:પેટ્રોલ 3 રૂપિયા સસ્તું થાય તેવી શક્યતા, જાણો તમારા શહેરનો ભાવ શું હશે

    જો કે આ નિર્ણય ભારત માટે ખૂબ જ મહત્વનો છે. ભારત તેના 70 ટકા ક્રૂડ ઓઈલ ઓપેક દેશોમાંથી આયાત કરે છે. જણાવી દઈએ કે, ઓપેકમાંથી ભારતની તેલની આયાત ઘટી છે. આ કાપનું બીજું પાસું એ છે કે, ઓઇલની માંગમાં ઘટાડો થવાને કારણે ઓપેક દેશોને આ પગલાં લેવાની ફરજ પડી છે.

    પાંચ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ:

    વૈશ્વિક બજારોમાં કાચા તેલમાં તેજી જોવા મળી હતી. મંગળવારે બ્રેટ ક્રૂડ 91.88 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું હતું. જોકે, દેશમાં તેલની કિંમતો પર તેની કોઈ ખાસ અસર જોવા મળી નથી. દિલ્હી અને અમદાવાદ અનુક્રમે આજે પેટ્રોલ 96.72, 96.41 રૂપિયા અને ડીઝલ 89.62, 92.15 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. આ સિવાય મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા, કોલકાતામાં 106.03 રૂપિયા અને ચેન્નાઈમાં 102.63 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. મુંબઈમાં ડીઝલ 94.27 રૂપિયા, કોલકાતામાં 92.76 રૂપિયા અને ચેન્નાઈમાં 94.24 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે.



    અમેરિકામાં હોબાળો:

    જાણકારોનું કહેવું છે કે, અમેરિકા સતત ખાડી દેશો સાથે વાત કરી રહ્યું છે અને આ નિર્ણયથી પીછેહઠ કરવાની વિનંતી કરી રહ્યું છે. પ્રમુખ જો બિડેન કોઈક રીતે ઇંધણના ભાવને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુએસમાં નવેમ્બરમાં મધ્ય-ગાળાની ચૂંટણીઓ થવાની છે. રેપિડ એનર્જીના સ્થાપક બોબ મેકનીલીના જણાવ્યા અનુસાર, બિડેન વહીવટીતંત્ર તેલના ભાવમાં ઉછાળાની સંભાવનાથી ચિંતિત છે. તેમણે કહ્યું કે, જો ઓપેક મોટા પાયે ઉત્પાદનમાં કાપ મૂકે છે તો તેને અમેરિકાના વિરોધનો સામનો કરવો પડી શકે છે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Diesel petrol price, OPEC, Petrol Diesel Price Today

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन