દુબઈ : ઓપેક અને રશિયાની આગેવાનીવાળા અન્ય સહયોગી દેશ શનિવારે કાચા તેલના ઉત્પાદનમાં ઘટાડો કરવાનો નિર્ણય લઈ શકે છે. સાથે જ, ઈરાક અને નાઈઝેરિયા જેવા દેશને પણ ઘટાડો કરવાનું દબાણ વધારી શકે છે. નાઈઝેરિયાના તેલ મંત્રીએ ઘટાડો આગળ પણ ચાલુ રાખવાની આશા વ્યક્ત કરી છે. નાઈઝેરિયા પાછળ સાઉદી અરબ અને રશિયા પણ છે. આ દેશો વચ્ચેની આ બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી થશે. ઉત્પાદનમાં ઘટાડાની અસર ભારત પર પણ પડશે, કેમ કે, આ ઘટાડો કાચા તેલના ભાવ વધારવા માટે કરવામાં આવી રહ્યો છે.
કોરોનાએ બગાડ્યો કાચા તેલનો ખેલ
આ પહેલા OPEC+ દેશોએ મે-જૂન દરમિયાન કાચા તેલના ઉત્પાદનમાં રેકોર્ડ 97 લાખ બેરલ પ્રતિ દિવસનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો. જેથી કિંમતોમાં તેજી લાવી શકાય. કોરોના વાયરસ મહામારીના કારણે કાચા તેલના ભાવમાં રેકોર્ડ ઘટાડો જોવા મળ્યો છે.
ડિસેમ્બર સુધી ઉત્પાદનમાં ઘટાડો કરવાના પક્ષમાં સઉદી અરબ
ન્યૂઝ એજન્સી રોયટર્સે OPEC+ સૂત્રોના હવાલે કહ્યું કે, સઉદી અરબ અને રશિયા જુલાઈ સુધી હાલના ઉત્પાદન ઘટાડાને આગળ વધારવા માટે સહમત થઈ ગયા છે. સૂત્રો અનુસાર, સઉદી અરબ ઓગસ્ટ સુધી અથવા ડિસેમ્બર સુધી કાચા તેલના ઉત્પાદનમાં ઘટાડો ચાલુ રાખવાના પક્ષમાં છે.
બ્રેન્ટ ક્રૂડના ભાવમાં રિકવરી
ગ્લોબલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડના ભાવ એપ્રિલમાં 20 ડોલર પ્રતિ બેરલનાસ્તર પર પહોંચી ગયા હતા. શુક્રવારે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 6 ટકાની તેજી જોવા મળી. ત્યારબાદ આ 42 ડોલર પ્રતિ બેરલ સાથે છેલ્લા ત્રણ મહિનાના ઉચ્ચતમ સ્તર પહોંચી ગયા છે. જોકે, 2019ના મુકાબલે આ હજુ પણ ઘણો ઓછો ભાવ છે.
રોયટર્સ સર્વે અનુસાર, મે મહિનામાં કાચા તેલના ઉત્પાદનમાં ઘટાડાના હિસાબે ઈરાકનો રેકોર્ડ ખરાબ રહ્યો છે. પરંતુ ઈરાક પણ ઉત્પાદનમાં ઘટાડા માટે સહમત થયું છે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી કે, ઈરાક આખરે કેવી રીતે પોતાના આઉટપુટમાં ઘટાડો કરશે. નાઈઝિરિયાએ પણ કહ્યું છે કે, તે આનુ પૂરી રીતે પાલન કરવાની કોશિસ કરશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર