Home /News /business /ઓપેકે વધારી મોદી સરકારની મુશ્કેલી, પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધવાના અણસાર

ઓપેકે વધારી મોદી સરકારની મુશ્કેલી, પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધવાના અણસાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

ઓપેક દેશોની વચ્ચે સમજૂતી આમ તો પહેલી જાન્યુઆરીથી અમલી થશે, પરંતુ પેટ્રોલની કિંમતો અત્યારથી વધવાની શરૂ થઈ ગઈ છે

  ન્યૂઝ18 ગુજરાતી: ઓપેકના સભ્યો અને 10 અન્ય તેલ ઉત્પાદક દેશોની કાચા તેલના ઘટતી કિંમતો અટકાવાના ઉદ્દેશ્યથી તેલ ઉત્પાદનમાં રોજ 1.2 મિલિયન બેરલ કાપનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને 2019ની લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર માટે એક નવા સંકટના સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.

  ઓપેક દેશોની વચ્ચે થયેલી સમજૂતી આમ તો પહેલી જાન્યુઆરથી અમલી થશે, પરંતુ પેટ્રોલની કિંમતો અત્યારથી વધવાની શરૂ થઈ ગઈ છે. ઓપેકના આ નિર્ણયના તરત કાચા તેલની કિંમતોમાં પાંચ ટકાનો ભારે ઉછાળો જોવા મળ્યો.

  ભારત પોતાની જરૂરિયાતથી વધુ કાચું તેલ આયાત કરે છે. એવામાં કિંમતોમાં વધારાથી ભારતીય અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી શકવાની આશંકા છે, જે મોદી સરકાર માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.

  આ પણ વાંચો, ડુંગળીનાં ભાવ ઓછા મળતા ખેડૂતનો નરેન્દ્ર મોદી પર પિત્તો ગયો અને..

  દુનિયાભરમાં તેલ ઉત્પાદનનો અડધો ભાગ ઓપેક અને તેના સહોયોગી દેશો પાસેથી આવે છે. ઓપેકની યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં આ એક મત બન્યો કે તેલ ઉત્પાદન વધુ હોવાના કારણે છેલ્લા બે મહિનામાં કિંમતો 30 ટકાથી વધુ ઘટી છે.

  આંતરરાષ્ટીય બજારમાં તેલની કિંમતોમાં ઓક્ટોબરથી શરૂ થયેલો ઘટાડો ભારત માટે મોટી રાહતના સમાચાર સાબિત થઈ હતી, જ્યાં લોકો પેટ્રોલ-ડીઝલના રોજ વધતા ભાવથી ખૂબ પરેશાન હતા. કાચા તેલની કિંમતોમાં ઘટાડાને પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ શાસિત સરકારને પણ રાહત આપી હતી. જોકે, હવે કિંમતોમાં વધારાથી ફરી એકવાર એક્સાઇઝ ડ્યૂટીમાં કાપનું દબાણ બનશે.

  ઉલ્લેખનીય છે કે, 12 નવેમ્બર 2014થી લઈને 31 જાન્યુઆરી 2016 સુધી કેન્દ્ર સરકરે પેટ્રોલિયમ પ્રોડક્ટસ પર 9 વખત એક્સાઈઝ વધારી. તેનાથી પેટ્રોલની કિંમતોમાં 9.94 રૂપિયા તથા ડીઝલમાં 11.71 રૂપિયાનો વધારો થયો હતો. જોકે, સામાન્ય લોકોને ઈંધણના વધતાં ભાવોથી રાહત આપવા સરકારે એક્સાઇઝ ડ્યૂટીમાં બે વાર કુલ 3.50 રૂપિયાની ઘટાડો કર્યો હતો.

  ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો તેલ આયાત કરતો દેશ છે, જે પોતાની જરૂરિયાતનું 80 ટકા તેલ આયાત કરે છે. આજ કારણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેન્દ્ર સરકાર કાચા તેલની કિંમતો યોગ્ય સ્તરે રાખવા માટે ઓપેકથી સતત વાતચીત કરી રહી છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Fuel price, Modi govt, એનડીએ, નરેન્દ્ર મોદી, પીએમ મોદી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन