Home /News /business /12 વર્ષની ઉંમરે રેપનો શિકાર બની આ ટ્રાન્સજેન્ડરે કર્યુ કંઈક આવું કામ, અત્યારે 14 અબજ રૂપિયાની માલિક
12 વર્ષની ઉંમરે રેપનો શિકાર બની આ ટ્રાન્સજેન્ડરે કર્યુ કંઈક આવું કામ, અત્યારે 14 અબજ રૂપિયાની માલિક
છોકરી બની દુનિયાને બતાવી પોતાની તાકાત
આપણા સમાજમાં હજુ પણ ટ્રાન્સજેન્ડર લોકોને યોગ્ય સન્માન આપવામાં આવતું નથી. પરંતુ, આ દુનિયામાં ઘણા એવા ટ્રાન્સજેન્ડર છે, જે સફળતાની ઊંચાઈઓ સ્પર્શ કરી રહ્યા છે. આજે અમે એક એવા જ ટ્રાન્સજેન્ડરની કહાની જણાવવા જઈ રહ્યા છીએ. તેમણે હાલમાં જ મિલ યૂનિવર્સ ઓર્ગેનાઈઝેશનને ખરીદ્યુ છે.
નવી દિલ્હીઃ આપણા સમાજમાં હજુ પણ ટ્રાન્સજેન્ડર લોકોને યોગ્ય સન્માન આપવામાં આવતું નથી. પરંતુ, આ દુનિયામાં ઘણા એવા ટ્રાન્સજેન્ડર છે, જે સફળતાની ઊંચાઈઓ સ્પર્શ કરી રહ્યા છે. આજે અમે એક એવા જ ટ્રાન્સજેન્ડરની કહાની જણાવવા જઈ રહ્યા છીએ. તેમણે હાલમાં જ મિલ યૂનિવર્સ ઓર્ગેનાઈઝેશનને ખરીદ્યુ છે. તેમણે લગભગ 1.65 અબજ રૂપિયામાં ખરીદ્યુ છે. એક સમયે આ મિસ યૂનિવર્સ ઓર્ગેનાઈઝેશનના માલિક અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હતા. મિસ યૂનિવર્સ ઓર્ગેનાઈઝેશન 71 વર્ષ પહેલાથી આ સ્પર્ધાનું આયોજન કરી રહ્યુ છે. તેને દુનિયાના 165 દેશોમાં પ્રસારિત કરવામાં આવે છે.
આજે અમે જે ટ્રાન્સજેન્ડરની કહાણી બતાવવા જઈ રહ્યા છીએ, તેમનું નામ જક્રાજુતાતિપ છે. તેઓ થાઈલેન્ડની એક મહિલા ટાયકૂન છે. એની જેકેએન ગ્લોબલ ગ્રુપની સીઈઓ અને કંપનીની સૌથી મોટી શેરધારક છે. તે થાઈલેન્ડમાં એક સેલિબ્રિટી છે. તેમની કંપની તેમના દેશમાં ઘણા બ્યૂટિ કોન્ટેસ્ટ પ્રોજેક્ટ રનવે અને શાર્ક ટેન્ક ચલાવે છે.
ટ્રાન્સજેન્ડર હોવાના કારણે એક સફળ બિઝનેસ વુમન બનવાની તેમની રાહ સરળ ન હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ કેટલાક વર્ષો પહેલા એનીની કહાણી છાપી હતી. એની ઘણી વખત ભારત આવે છે અને તેમની કંપની થાઈલેન્ડમાં બોલીવૂડની ફિલ્મોનું પ્રસારણ કરે છે. એની તેના સંઘર્ષના વિશે જણાવે છે કે, તેમનો જન્મ થાઈલેન્ડમાં એક ચાઈનીઝ પરિવારમાં થયો હતો. તે તેમના માતા પિતાની એકમાત્ર પુત્ર હતી. તેણે છોકરાઓની શાળામાં શિક્ષણ લીધું. જ્યાં તેને ધણા શારીરિક સતામણીનો ભોગ બનવું પડ્યું હતું. વાસ્તવમાં, તેનો જન્મ ભલે એક છોકરાની રીતે થયો, પણ તે અંદરથી એક યુવતી હતી. આ દરમિયાન 12 વર્ષની ઉંમરમાં તેમના ટીચરે તેમની સાથે રેપ કર્યો. તે હંમેશા ભીડમાંથી અલગ રહેતી હતી.
પછી તેને અહેસાસ થયો કે જો તેણે આ પરેશાનીઓમાંથી બહાર આવવું છે અને પોતાની જિંદગી સુધારવી છે તો, અભ્યાસમાં અવ્વલ આવવું પડશે. જેથી તે આગળના અભ્યાસ માટ ઓસ્ટ્રેલિયા જતી રહી. ત્યાં તેને અહેસાસ થયો કે તે એક યુવતી છે. ત્યાં તે છોકરીઓની જેમ જ કપડાં પહેરવા લાગી, જો કે જ્યારે તે ઘર પરત આવી ત્યારે ફરીથી છોકરાી જેમ જ દેખાવ કર્યો. પછી તેણે તેના માતા પિતાને તેવી શારિરીક કહાણી જણાવી. તેના માતા પિતા ઉદાસ થઈ ગયા અને લગભગ ચાર વર્ષો સુધી તેની સાથે વાતચીત ન કરી. તે દરમિયાન તેની બહેને તેનો સાથ આપ્યો.
પછી બંને બહેનોએ એક કંપની બનાવી અને બિઝનેસની દુનિયામાં પહેલ કરી. આ જ જુસ્સાના કારણે તે આજે એશિયાની પહેલા ટ્રાન્સજેન્ડર સીઈઓ છે. તેમની કંપનીએ મિસ યૂનિવર્સ ઓર્ગેનાઈઝેશનને ખરીદી લીઘું છે. આજે તેમની પાસે લગભઘ 17 કરોડ ડોલર એટલે કે 14 અબજ રૂપિયાની મિલકત છે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર