ભારતીયોના ડેટા પર માત્ર તેમનો જ કંટ્રોલ હોવો જોઈએ : મુકેશ અંબાણી

News18 Gujarati
Updated: December 20, 2018, 7:28 AM IST
ભારતીયોના ડેટા પર માત્ર તેમનો જ કંટ્રોલ હોવો જોઈએ : મુકેશ અંબાણી
jio યૂઝર્સને પાંચ વર્ષ સુધી મળશે આ સર્વિસ

અંબાણીએ કહ્યું કે, આજે તમામ લોકોને ટેલિકોમ સુવિધા અને ડેટા વ્યાજબી ભાવે ઉપલબ્ધ છે. માત્ર 24 મહિનાની અંદર ભારતે ડેટા ઉપભોગમાં 155 નંબરથી છલાંગ લગાવી દુનિયામાં પહેલું સ્થાન મેળવી લીધુ છે.

  • Share this:
ભારતના ડેટા પર માત્ર ભારતીયોનું નિયંત્રણ હોવું જોઈએ, કોઈ બહારના લોકોનો નહી. ખાસ કરીને કોઈ વિદેશી કોર્પોરેટ કંપનીઓનો કંટ્રોલ તો નાજ હોવો જોઈએ. આ કહેવું છે દેશના પ્રખ્યાત બિઝનેસમેન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીનું. બુધવારે તેઓ મુંબઈમાં આયોજિત ન્યૂઝ ચેનલ 'રિપબ્લિકન'ના કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા.

આ દરમ્યાન મુકેશ અંબાણીએ ડેટાના ઉપનિવેશવાદને લઈ વિદેશી કંપનીઓની ખુબ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, ડેટા ઉપનિવેશવાદથી ત્યારે જ આઝાદી મળી શકે છે, જ્યારે ભારતીય ડેટા પર ભારતીયોનું રાજ હોય. તેમણે સુપ્રીમ કોર્ટના તે આદેશના હવાલે કહ્યું કે, જેમાં કોર્ટે ડેટાની પ્રાઈવેસી અને સિક્યોરિટીને સુનિશ્ચિત કરવા માટે કહ્યું હતું.

રિપબ્લિકનના સંમેલનને સંબોધિત કરતા અંબાણીએ કહ્યું કે, કોઈ વ્યક્તિ કે બિઝનેસનો ડેટા આપડો જ હોવો જોઈએ. આ તે કંપનીઓનો નહી જે તેનો ઉપયોગ કરીને પૈસા કમાઈ શકે.

તેમણે કહ્યું કે, કંપનીઓ દ્વારા ડેટાને સ્થાનિક સ્તર પર રાખવાની ભારતીય અધિકારીઓની વાતનું સમર્થન કરતા તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ડેટાની ગોપનીયતા પવિત્ર છે.

ભારતમાં નિત નવા રેકોર્ડ બનાવનારી જીયો વિશે મુકેશ અંબાણીએ કહ્યું કે, જીયો દરેકને , દરેક જગ્યા અને દરેક જોડવા લાયક વસ્તુને એક સાથે કનેક્ટ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, ભારતમાં ડિઝિટલ ડિવિઝનની ખીણને જીયોએ કનેક્ટિવીટી દ્વારા પાટ આપ્યો છે.

અંબાણીએ કહ્યું કે, આજે તમામ લોકોને ટેલિકોમ સુવિધા અને ડેટા વ્યાજબી ભાવે ઉપલબ્ધ છે. માત્ર 24 મહિનાની અંદર ભારતે ડેટા ઉપભોગમાં 155 નંબરથી છલાંગ લગાવી દુનિયામાં પહેલું સ્થાન મેળવી લીધુ છે.તેમણે કહ્યું કે, ગૂગલ જેવી કંપનીઓએ જોકે, આના માટે છ મહિનાની સમયસીમાની ફરિયાદ કરી છે. સરકાર ડેટા સુરક્ષા કાયદાનો ડ્રાફ્ટ લાવવા પર વિચાર કરી છે, જેના હેટલ તમામ કંપનીઓનો ડેટા કેન્દ્ર ભારતમાં જ સ્થિત હોવો જોઈએ.

અંબાણીએ કહ્યું કે, ડેટાની આઝાદી 1947ની આઝાદીની જેમ બહુમુલ્ય છે. સરકાર ઈચ્છે છે કે, ભારતમાં બિઝનેસ કરનારી કંપનીઓએ તમામ ગ્રાહકોનો ડેટા સ્થાનિક સ્તર પર રાખવો પડશે. રિઝર્વ બેન્કે એપ્રિલમાં કંપનીઓને આદેશ આપ્યો હતો કે તેમની ટ્રાંજેક્શન સંબંધિત સુવિધાઓ પર યૂઝરનો પૂરો ડેટા ભારતમાં જ રાખવામાં આવવો જોઈએ.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેને કહ્યું કે, મૂળભૂત રૂપથી હું તમામ લોકોને અધિકાર આપવા પર વિશ્વાસ કરૂ છું, માત્ર કેટલાક ને જ નહી. મને લાગે છે કે, લાંબા સમયમાં આ જ ચીન અને ભારત વચ્ચેનો તફાવત કરશે. મારૂ માનવું છે કે, વિકેન્દ્રીકૃત સશક્ત દુનિયા, તે દુનિયા કરતા સારી હશે જ્યાં સત્તા કેટલાક લોકોના હાથમાં કેન્દ્રીત રહે છે.
First published: December 19, 2018, 10:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading