ફક્ત OTP દાખલ કરવાથી મળે ક્રેડિટ કાર્ડઃ નીતિ આયોગની ભલામણ

ફક્ત OTP દાખલ કરવાથી મળે ક્રેડિટ કાર્ડઃ નીતિ આયોગની ભલામણ

ફક્ત OTP દાખલ કરવાથી મળે ક્રેડિટ કાર્ડઃ નીતિ આયોગની ભલામણ

 • Share this:
  દેશમાં કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે કેટલાંક મહત્વનાં સૂચનો કર્યાં છે. તેમણે મંગળવારે એક કાર્યક્રમ દરમિયાન ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ ખોલવા માટે OTP બેઝ ઇ-કેવાયસીની સુવિધા શરૂ કરવાનું સૂચન કર્યું હતું. આની સાથે સાથે તેમણે OTP બેઝ ઇ-કેવાયસી વેરિફિકેશન દ્વારા અપાનારી લોનની સીમા વધારવાનું પણ કહ્યું હતું.

  તેમણે બેંકબજારના કાર્યક્રમમાં વધુમાં કહ્યું હતું કે હાલના સમયમાં બાયોમેટ્રિક આધાર-ઓથેન્ટિકેશન પ્રોસેસ દ્વારા નાની લોન પણ અપાઈ રહી છે. આનાથી કેશલેસ લોન આપનારાનો ખર્ચ વધી જશે.

  તેમણે કાર્યક્રમમાં પોતાના વિડિયો મેસેજ દ્વારા જણાવ્યું હતું કે હાલના સમયમાં OTP આધારિત ઇ-કેવાયસીથી 60 હજાર સુધી લોન મળે છે. ડિજિટલ મોડમાં રૂ.3.5 લાખની લોન અપાય છે. દેશમાં ડિજિટલ લેન્ડિંગ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા અને કોઈ વ્યક્તિની ડિજિટલ સ્તરે ઓળખ કરવા માટે ઘણા સ્તરની વ્યવસ્થા બનાવવાનું પણ તેમણે કહ્યું હતું.

  તેમણે ઓટીપી આધારિત ઈ-કેવાયસી દ્વારા ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ ખોલવા માટેની વાત પણ કરી છે. અમિતાભ  કાંતે જણાવ્યું હતું કે આનાથી ગ્રાહકો માટે ક્રેડિટ કાર્ડની ખાતાની અરજી કરવી સરળ બનશે.
  Published by:Sanjay Joshi
  First published: