Home /News /business /ફ્રીમાં અપડેટ થઈ રહ્યું છે આધાર કાર્ડ! બસ આ તારીખ સુધી જ ઉઠાવી શકાશે લાભ; જલ્દી કરો

ફ્રીમાં અપડેટ થઈ રહ્યું છે આધાર કાર્ડ! બસ આ તારીખ સુધી જ ઉઠાવી શકાશે લાભ; જલ્દી કરો

આધાર કાર્ડને સાવ મફતમાં અપડેટ કરાવો

આ વાતનું ધ્યાન રાખો, UIDAI તરફતી આપવામાં આવેલી ફ્રી સુવિધાનો ફાયદો માત્ર MyAadhaar Portalથી ઉઠાવી શકાય છે. પરંતુ ફિજિકલ આધાર સેન્ટર્સ પર લોકોને 50 રૂપિયા આપવા પડશે. તેના પર કોઈ છૂટ નથી.

નવી દિલ્હીઃ UIDAI (Unique Identification Authority of India)એ દેશના બધા નાગરિકોને ભેટ આપી છે. હવે આધાર કાર્ડ વિગતોને ઓનલાઈન ફ્રીમાં અપડેટ કરાવી શકાય છે. પરંતુ આ માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. અપડેટ કરવા પર 50 રૂપિયાવાળી છૂટ માત્ર 14 જૂન, 2023 સુધી જ છે. એટલે કે જો તમે 14 જૂન સુધી ફ્રીમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરી શકો છો. તેનાથી પહેલા આધાર અપડેટ કરવા પર 50 રૂપિયા ફી લાગતી હતી. આવો જાણીએ ઓનલાઈન આધાર કાર્ડ કેવી રીતે અપડેટ કરાવી શકાય.

આ વાતનું ધ્યાન રાખો, UIDAI તરફતી આપવામાં આવેલી ફ્રી સુવિધાનો ફાયદો માત્ર MyAadhaar Portalથી ઉઠાવી શકાય છે. પરંતુ ફિજિકલ આધાર સેન્ટર્સ પર લોકોને 50 રૂપિયા આપવા પડશે. તેના પર કોઈ છૂટ નથી.

 આ પણ વાંચોઃ RBIએ છિનવી લીધા આ 8 બેંકોના લાયસન્સ, ખાતાધારકો બેહાલ; હવે નહિ થાય કોઈ કામ?

આ દસ્તાવેજો કરો અપલોડ


તમારે ઓનલાઈન આધાર અપડેટ માટે તમારું આઈડી પ્રૂફ અને ઘરનું સરનામું અપલોડ કરવું પડશે. આ દસ્તાવેજો તમારી વસ્તી વિષયક વિગતોને સુધારવામાં મદદ કરશે.

કેવી રીતે અપડેટ કરવું Aadhaar Card?


- તમારા મોબાઈલ નંબરની મદદથી https://myaadhaar.uidai.gov.in/ પર લોગ ઈન કરવાનું છે.
- ત્યારબાદ તમે તમારા આધાર નંબર અને ઓટીપી નાખવાનો છે.
- હવે તમારા ડોક્યૂમેન્ટને સિલેક્ટ કરો અને તેને વેરિફાઈ કરો.
- ત્યારબાદ તમારે ડ્રોપ લિસ્ટમાં તમારું આઈડી પ્રૂફ અને એડ્રેસ પ્રૂફને સ્કેન કરીને અપલોડ કરવાનું છે.
- તમે સબમિટ પર ક્લિક કરશો, જે પછી તમારે રિક્વેસ્ટ નંબર મોકલવાનો છએ અને આધાર અપડેટ ફોર્મ સબમિટ થઈ જશે.
- રિક્વેસ્ટ નંબર દ્વારા તમે તમારું આધાર સ્ટેટસ જાણી શકો છો.
- આધાર કાર્ડ અપડેટ થયા બાદ તમે તમારું અપડેટેડ આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

આ પણ વાંચોઃ આ કંપની આપશે ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ, 1 શેર પર મળશે આટલા રૂપિયા? જલ્દીથી ખરીદી લો


ક્યારે આપવી પડશે અપડેટેશન ફી?


આધાર અપડેટની ફ્રી સુવિધા તમારે માત્ર આધાર પોર્ટલ પર જ મળશે. જો તમે આધાર કેન્દ્રમાં જઈને આધાર અપડેટ કરાવવા માંગો છો, તો તમારે અપડેટેડ ચાર્જ આપવો પડશે. આધાર અપડેટ કરાવવા માટે તમારે 50 રૂપિયા ફી આપવી પડશે.
First published:

Tags: Aadhar card, Alert, Business news, Money18