Home /News /business /

SBIના ગ્રાહકો બીજાના ખાતામાં પૈસા નહીં કરી શકે જમા, જાણો નિયમ

SBIના ગ્રાહકો બીજાના ખાતામાં પૈસા નહીં કરી શકે જમા, જાણો નિયમ

SBIમાં નાણા વ્યવહારનો નિયમ બદલાયો

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) માં નાણા વ્યવહારનો નિયમ બદલાયો છે. જો તમે આ બેંકના ગ્રાહક છો તો આ બદલાયેલા નિયમોને જાણવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

    દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) માં નાણા વ્યવહારનો નિયમ બદલાયો છે. ખરેખર, એસબીઆઇએ રોકડ ઉપાડ અને જમા કરાવવાના નિયમોમાં ફેરફાર કર્યા છે. જો તમે આ બેંકના ગ્રાહક છો તો આ બદલાયેલા નિયમોને જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવા નિયમોને જાણવાનું તમારા માટે ફાયદાકારક રહેશે. એસબીઆઈમાંથી રોકડ ઉપાડ અને જમા કરવા સંબંધિત નિયમો વિશે જાણો.

    બીજાના ખાતામાં પૈસા જમા નહીં કરી શકો

    એસબીઆઈએ ગ્રાહકોના બેંક ખાતાઓને સુરક્ષિત રાખવાનો નિર્ણય લીધો છે જેથી કોઈ બીજાના ખાતામાં પૈસા જમા કરી શકશે નહીં. એટલે કે, જો 'એ' નું એસબીઆઇમાં બેંક ખાતું છે, તો જ તે તે જ કેશ કાઉન્ટરની મુલાકાત લઈને પૈસા જમા કરી શકશે. એક પિતા પણ તેના પુત્રના એસબીઆઇ ખાતામાં પૈસા જમા કરાવી શકશે નહીં.

    આ પણ વાંચો: 1 ઓગસ્ટથી ઘર-કાર ખરીદવા થશે સસ્તા; SBIની આ સર્વિસ થશે ફ્રી



    એસબીઆઈની કોઈપણ શાખામાં જમા કરો પૈસા

    એસબીઆઇએ તેના ગ્રાહકોને વધુ સારી સેવાઓ આપવા માટે બીજો નિયમ બદલ્યો છે. આ નિયમ હેઠળ એસબીઆઇ ગ્રાહકો હવે દેશની કોઈપણ શાખામાં જઈને તેમના બચત ખાતામાં શક્ય તેટલા પૈસા જમા કરી શકે છે.

    અનલિમિટેડ ફ્રી ટ્રાન્ઝેક્શન કરો

    દર મહિને એસબીઆઈ ખાતામાં ન્યૂનતમ બેલેન્સ જાળવી રાખીને, તમે એટીએમથી વિના મૂલ્યે ટ્રાંઝેક્શન કરી શકો છો. આરબીઆઈએ દેશની ટોચની બેંકોને નિર્દેશ આપ્યો છે કે તેમના ગ્રાહકોને દર મહિને નિશ્ચિત સંખ્યામાં મફત એટીએમ ટ્રાન્ઝેક્શનની સુવિધા ઉપલબ્ધ કરાવે.



    એટીએમમાંથી ઉપાડવાનો નિયમ બદલાયો

    એસબીઆઈએ પ્રિતિદિન એટીએમમાંથી પૈસા ઉપાડવાની મર્યાદાને 40,000 રૂપિયાથી ઘટાડીને 20,000 કરી દીધી છે. એટીએમમાંથી પૈસા ઉપાડવાની નવી મર્યાદા 31 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવી હતી. ડિજિટલ ટ્રાંઝેક્શનને પ્રોત્સાહન આપવા અને એટીએમ છેતરપિંડીના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આ કરવામાં આવ્યું છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Bank, Business, State bank of india, એસબીઆઇ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन