Home /News /business /SBIની ખાસ સુવિધા: હવે એક પણ ડોક્યૂમેન્ટ વગર ઘરે બેઠા ખોલાવી શકશો બેંક ખાતું, જાણો શું છે પ્રોસેસ

SBIની ખાસ સુવિધા: હવે એક પણ ડોક્યૂમેન્ટ વગર ઘરે બેઠા ખોલાવી શકશો બેંક ખાતું, જાણો શું છે પ્રોસેસ

પ્રતીકાત્મક તસવીર

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ઈન્સ્ટા સેવિંગ બેંક એકાઉન્ટની સુવિધા શરૂ કરી છે, આવી રીતે ખોલાવો ખાતુ

    નવી દિલ્હી. ભારતની સૌથી મોટી બેંક એસબીઆઈ(SBI)એ બચત ખાતું ખોલાવવા ઈચ્છતા લોકો માટે એક ખુશખબર આપી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India)એ સેવિંગ અકાઉન્ટ(Savings Account) ઓનલાઈન ખોલવા માટેની પ્રક્રિયા સરળ બનાવી છે.

    SBI Saving Account ખોલવા માટે કોઈ જ કાગળની જરૂર નહીં રહે. બ્રાંચના ધક્કા પણ નહીં ખાવા પડે. માત્ર ગણતરીની મિનિટોમાં જ તમારૂં બચત ખાતું ખુલી જશે.

    શું છે પ્રોસેસ?
    SBIએ ઇન્સ્ટા સેવિંગ બેંક ખાતું (Insta Saving Bank Account) સેવા શરૂ કરી છે, જે આધાર બેસ્ડ સર્વિસ હશે. આ સુવિધા થકી તમે ઇન્સ્ટન્ટ ડિજિટલ સેવિંગ અકાઉન્ટ ખોલી શકશો. SBIની બેંકિગ સિસ્ટમ અને YONO પ્લેટફોર્મ થકી તમે આ ખાતું ખોલાવી શકો છો.

    આ પણ વાંચો, શુદ્ધ શાકાહારી થતા પહેલા જાણી લેજો આ વાતો, નહીં તો થઇ શકે છે પરેશાની

    શું સુવિધાઓ મળશે?

    SBI ઇન્સ્ટા સેવિંગ બેંક ખાતામાં 24*7 ઓનલાઈન બેંકિંગની સુવિધા મળશે. આ સિવાય ખાતું ખોલાવવાની સાથે ફરજિયાત રૂપે એટીએમ કમ ડેબિટ કાર્ડ(RuPay ATM-cum-Debit Card) આપવામાં આવશે.

    મિનિમમ બેલેન્સ :

    અત્રે તમને જણાવીએ દઈએ કે આ ખાતાધારકોએ મિનિમમ બેલેન્સની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મિનિમમ બેલેન્સ ન હોવા પર ખાતાધારકને કોઈ ચાર્જ નહીં લાગે.

    આ પણ વાંચો, હેલ્મેટ પહેર્યા વગર ટ્રક ચલાવનારા ડ્રાઇવરને 1000 રૂપિયાનો દંડ! તમે પણ ચોંકી ગયા ને?

    કઈ રીતે ખોલાવવું ખાતું?

    >> એસબીઆઇ ઇન્સ્ટા સેવિંગ્સ બેંક ખાતું ખોલાવવા માટે ગ્રાહકોએ YONO Application ડાઉનલોડ કરવી પડશે.
    >> એપમાં તમારા PAN અને આધારની વિગતો દાખલ કરીને ઓટીપી(OTP) સબમિટ કરવાનો રહેશે.
    >> તમામ જરૂરી વિગતો પણ દાખલ કરવાની રહેશે.
    >> એસબીઆઈ ઇન્સ્ટા સેવિંગ્સ બેંક ખાતાધારકો માટે નોમિનીની પણ સુવિધા પણ ઉપલબ્ધ છે.
    >> નોમિની રજિસ્ટર્ડ કરવા માટે SMS Alert અને SBI Quick Miss Call સર્વિસનો ઉપયોગ કરી શકો છો.
    >> પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી ખાતાધારકનું ખાતું તરત જ શરૂ થઈ જશે અને તે ટ્રાન્જેક્શન પણ કરી શકશે.
    >> જોકે KYC પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ખાતાધારકે એક વખત બેંકમાં જવું પડશે.
    KYC ખાતું ખોલાવ્યાના એક વર્ષના સમયગાળામાં નજીકની SBI બેંક શાખામાં કરાવી શકશો.
    First published:

    Tags: Banking, Business news, Gujarati news, State bank of india, એસબીઆઇ