બેંકમાં પૈસા સાચવીને રાખવા છે તો આ વસ્તુથી દૂર રહો

ઓનલાઇન છેતરપિંડીના વધતા મામલાને ધ્યાનમાં રાખીને દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) એ 42 કરોડથી વધુ ગ્રાહકોને ચેતવણી આપી છે.

ઓનલાઇન છેતરપિંડીના વધતા મામલાને ધ્યાનમાં રાખીને દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) એ 42 કરોડથી વધુ ગ્રાહકોને ચેતવણી આપી છે.

 • Share this:
  ઓનલાઇન છેતરપિંડીના વધતા મામલાને ધ્યાનમાં રાખીને દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) એ 42 કરોડથી વધુ ગ્રાહકોને ચેતવણી આપી છે. એસબીઆઇએ ગ્રાહકોને છેતરપિંડીથી બચવાની સલાહ આપી છે. બેંકે કહ્યું છે કે ગ્રાહકો નકલી એકાઉન્ટમાં રોકરાણ કરવાથી બચે. તેથી ગ્રાહકે માત્ર એસબીઆઇના ચકાસેલા અને ઓફિશિયલ હેન્ડલ્સના ટેગને જ અનુસરવું જોઈએ.

  આ રીતે નકલી એકાઉન્ટ્સને ઓળખો

  એસબીઆઇએ ટ્વિટિંગ કરી ગ્રાહકોને ચેતવણી આપી. બેંકે કહ્યું, 'તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટથી બેન્કિંગ અધિકારીઓ સાથે ટેગ કરવા અને ચેટિંગ કરતા પહેલા હંમેશા ચકાસાયેલ સાઇનને જુઓ. નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બનાવવું ખૂબ જ સામાન્ય બન્યું છે. તેથી ગ્રાહકો માટે નાણાકીય વ્યવહારો કરતી વખતે નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને ઓળખવું મહત્વપૂર્ણ બની ગયું છે.  દેશની સૌથી મોટી બેંકે એસબીઆઈએ તેમના ટ્વીટ્સમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે એસબીઆઇના વેરિફાઇડ અને સત્તાવાર હેન્ડલ્સ વિશે જણાવ્યું છે. બેંક અનુસાર તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અનુસરો. જેમ કે-

  Facebook: @StateBankOfIndia
  Instagram: @theofficialsbi
  Twitter: @TheOfficialSBi
  Linkedin: State Bank of India (SBI)
  Google+: State Bank of India
  YouTube: State Bank of India
  Quora: State Bank of India (SBI)
  Pinterest: State Bank Of India  સેવ કરો બે નંબર

  આ ઉપરાંત એસબીઆઈએ તેના ગ્રાહકોને બે નંબર સેવ કરવા જણાવ્યું હતું. બેંકે કહ્યું કે ગ્રાહકને આ બંનેને તેમના મોબાઇલમાં રાખવા જોઈએ. એસબીઆઇએ નોંધ્યું છે કે જો તમે કોઈપણ પ્રકારના ઓનલાઇન ટ્રાંઝેક્શનમાં પકડાઇ ગયા તોતરત જ આ ટોલ ફ્રી નંબર્સને તરત જ જાણ કરો. એસબીઆઇએ 1800112211 અને 18004253800 બે ટોલ ફ્રી નંબર્સ રિલિઝ કર્યા છે.
  Published by:Bhoomi Koyani
  First published: