Home /News /business /જો પહેલી એપ્રિલ પહેલા નહીં કરો આ કામ, તો તમારું PAN કાર્ડ થઇ જશે નકામું

જો પહેલી એપ્રિલ પહેલા નહીં કરો આ કામ, તો તમારું PAN કાર્ડ થઇ જશે નકામું

ફાઇલ તસવીર

જો તમે હજી સુધી તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરાવ્યું હોય તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.

    ન્યૂઝ18 ગુજરાતીઃ PAN કાર્ડ જરૂરી દસ્તાવેજો પૈકીનું એક છે. ઇનકમ ટેક્સ રિટર્ન ભરવું હોય કે પછી બેન્કમાં ખાતું ખોલાવવું હોય, નાણાકિય લેવડદેવડ હોય ત્યાં પાન કાર્ડ જરૂરી છે. પરંતુ ત્યારે શું થશે જ્યારે તમારું પાન કાર્ડ નકામુ થઇ જશે. આવું શક્ય બની શકે છે. 31 માર્ચ 2019 સુધી તમારે એક જરૂરી કામ કરવું પડશે જેનાથી તમારું પાન કાર્ડ નકામું થતાં બચી શકે છે.

    ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ સરકારે 11.44 લાખ પાન કાર્ડ બંધ કરી દીધા છે. અથવા તો તેને નિષ્ક્રિય કરી દીધા છે. 31 માર્ચની સમય મર્યાદા પછી આધાર-પાન લિંક નહીં હોય તો તમારી સાથે પણ આવું બની શકે છે.

    જો તમે હજી સુધી તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરાવ્યું હોય તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. ઇનકમ ટેક્સની કલમ 139AA અંતર્ગત તમારું પાન કાર્ડ ઇનવેલિડ માનવામાં આવશે.

    આ પણ વાંચોઃ-SBI મે મહિનાથી શરૂ કરશે આ નવી સર્વિસ, હવે ગ્રાહકોને સીધો મળશે ફાયદો!

    એક્સપર્ટ પ્રમાણે પાન કાર્ડ લિંક નહીં થવાની સ્થિતિમાં તમે ઓનલાઇન ITR ફાઇલ નહીં કરી શકો. તમારો ટેક્સ રિફન્ડ ફસાઇ શકે છે. સાથે સાથે પાન કાર્ડ પણ ઇનવેલિડ થઇ શકે છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Aadhar card, Pan card, આયકર વિભાગ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन