Home /News /business /લૉંચ પહેલા જ લીક થઇ મહિન્દ્રા સ્કોર્પિયો 2022ની તસવીરો, જાણો સંભવિત ફીચર્સ વિશે

લૉંચ પહેલા જ લીક થઇ મહિન્દ્રા સ્કોર્પિયો 2022ની તસવીરો, જાણો સંભવિત ફીચર્સ વિશે

2022 મહિન્દ્રા સ્કોર્પિયો (લીક થયેલી તસવીર)

Mahindra Scorpio SUV 2022: આપને જણાવી દઇએ કે 2002માં લોન્ચ થયેલી સ્કોર્પિયો મહિન્દ્રા 4.5 લાખ ગ્રાહકો ધરાવે છે. તેવામાં હવે ગ્રાહકો આ નવી સ્કોર્પિયોની રાહ જોઇ રહ્યા છે.

મુંબઈ: ઓટો દિગ્ગજ કંપની મહિન્દ્રા (Auto Company Mahindra) નવી સ્કોર્પિયો 2022 (Scorpio 2022) લોન્ચ કરવા માટે કમર કસી રહ્યું છે. વર્ષ 2021 મહિન્દ્રા માટે XUV700ની સફળતા સાથે સૌથી શ્રેષ્ઠ વર્ષ સાબિત થયું છે. હવે કંપની આગામી વર્ષમાં વધુ એક કાર સાથે ઓટો માર્કેટ (Auto Industry)માં ધમાલ મચાવવાની તૈયારી કરી રહી છે. હાલમાં જ ઓનલાઈન લીક થયેલી તસવીરો (Online Leak Photos)માં જોવા મળેલી નવી સ્કોર્પિયો (New Mahindra Scorpio) સાથે ઓટો ઇન્ડસ્ટ્રીમાં મોટી ધૂમ મચી ચૂકી છે. 2022 સ્કોર્પિયો આવતા વર્ષે લૉન્ચ થવાની છે. પરંતુ તે પહેલા આ એસયુવી (SUV)ની કેટલીક તસવીરો વિવિધ ન્યૂઝ પોર્ટલ પર જોવા મળી રહી છે. આ તસવીરો અને વીડિયોની માનીએ તો મહિન્દ્રા સ્કોર્પિયો આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ થવાની શક્યતાઓ વર્તાઇ રહી છે.

ડિઝાઇન

મહિન્દ્રા સ્કોર્પિયો 2022 હાલના મોડલથી થોડી મળતી આવે છે. પરંતુ વાયરલ તસવીરો અનુસાર આ એસયુવીની બહારની ડિઝાઇનની સરખામણીએ આંતરિક ફેરફારો વધુ હોઇ શકે છે. ફ્રન્ટ ગ્રિલ હજુ પણ 6 વર્ટિકલ સ્લેટ્સ, ડ્યુઅલ LED હેડલેમ્પ્સ, ઇન્ટિગ્રેટેડ LED DRLs, નવા બમ્પર અને ફોગ લાઇટ હાઉસિંગ સાથે સમાન જ દેખાઈ રહ્યું છે. મહિન્દ્રા સ્કોર્પિયો એસયુવીના પાછળના ભાગમાં નવી ડિઝાઇન કરાયેલ ટેલ લેમ્પ્સ અને એલઇડી ક્લસ્ટર છે. આ કારમાં નવીનતમ સેફ્ટી સુવિધાઓ જેમ કે ADAS અને અપડેટેડ ડિજિટલ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે આવી શકે છે.

આ પણ વાંચો: Car loan: કાર લોન લેતી વખતે આ ચાર ભૂલ બિલકૂલ ન કરો, આ બાબતોનું ધ્યાન નહીં રાખો તો પસ્તાવું પડશે

એન્જીન

મહિન્દ્રા સ્કોર્પિયો 2022માં મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પો સાથે 2.0-લિટર ફોર-સિલિન્ડર mStallion ટર્બોચાર્જ્ડ પેટ્રોલ અને 2.2-લિટર ફોર-સિલિન્ડર mHawk ડીઝલ એન્જિન આવી શકે છે. 2002માં લૉન્ચ થયેલી સ્કોર્પિયો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા માટે સૌથી સફળ કારમાંથી એક રહી છે.

આ પણ વાંચો:  E-VEHICLE: ઈલેક્ટ્રિક કારની ખરીદી પર મળી શકે છે આવકવેરામાં રાહત, અહીં જાણો કઈ રીતે

આપને જણાવી દઇએ કે 2002માં લોન્ચ થયેલી સ્કોર્પિયો મહિન્દ્રા 4.5 લાખ ગ્રાહકો ધરાવે છે. તેવામાં હવે ગ્રાહકો આ નવી સ્કોર્પિયોની રાહ જોઇ રહ્યા છે. જોકે, 2022 સ્કોર્પિયો ક્યારે લોન્ચ કરવામાં આવશે અને દેશભરમાં તેની કિંમત શું રહેશે તે અંગે હજુ સુધી કંપની દ્વારા કોઇ અધિકારિક જાહેરાત કરવામાં આવી નથી. કારના લોન્ચિંગ બાદ જ ફીચર્સ અને અન્ય માહિતીઓ પરથી વધુ સ્પષ્ટતા મેળવી શકાશે. જેના માટે ગ્રાહકોએ વર્ષ 2022 સુધી રાહ જોવી પડી શકે છે.
First published:

Tags: Automobile, Mahindra, SUV, કાર