જો કે, આઈસીસીએ હજુ સુધી આ મુદ્દે કોઈ નિવેદન બહાર પાડ્યુ નથી. પરંતુ ક્રિકેટ જગતની જાણકારીઓ આપનારી વેબસાઈટ ક્રિકબજની એક રિપોર્ટ અનુસાર, આઈસીસીએ સંપૂર્ણ ઘટનાની તપાસ શરૂ કરી છે. ફિશિંગની આ ઘટનાથી આઈસીસીમાં હડકંપ મચી ગયો છે.
નવી દિલ્હીઃ ઓનલાોઈન છેતરપિંડીની ખબરો હવે દિન-પ્રતિદિન વધી રહી છે. ઘણીવાર સામાન્ય લોકો સાઈબર આરોપીઓનો શિકાર બનીને પોતાની મહેનતની કમાણી ગુમાવી દે છે. ઓનલાનમાં ક્યારે અને કોને શિકાર બનાવવામાં આવે તે કહી ન શકાય. હવે તો મોટી-મોટી સંસ્થાઓ પણ સાઈબર ફ્રોડનો શિકાર બની રહી છે. ઓનલાઈન ક્રીમિનલોએ હવે ક્રિકેટની વૈશ્વિક સંસ્થા, આંતર રાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલને નિશાનો બનાવ્યુ છે. હવે આટલી મોટી સંસ્થાની સાથે છેતરપિંડી પણ નાની તો કરવામાં આવે નહિ, એટલે સ્કેમર્સે ICC ને પૂરા 20 કરોડનો ચૂનો લગાવ્યો છે.
જો કે, આઈસીસીએ હજુ સુધી આ મુદ્દે કોઈ નિવેદન બહાર પાડ્યુ નથી. પરંતુ ક્રિકેટ જગતની જાણકારીઓ આપનારી વેબસાઈટ ક્રિકબજની એક રિપોર્ટ અનુસાર, આઈસીસીએ સંપૂર્ણ ઘટનાની તપાસ શરૂ કરી છે. ફિશિંગની આ ઘટનાથી આઈસીસીમાં હડકંપ મચી ગયો છે.
ફ્રોડસ્ટરે અમેરિકીમાં આઈસીસીના એક સલાહકારના નામથી એક નકલી ઈમેઈલ આઈડી બનાવી. આ ઈમેઈલ આઈડીથી ICCના મુખ્ય નાણા અધિકારી એટલે કે CFO ને 20 કરોડ રૂપિયાથી વધારેનું બિલ આપીને ચૂકવણી કરવા કહ્યું. CFO નો વિભાગ ઝાંસામાં આવી ગયો અને બિલની ચૂકવણી કરી દીધી. જો કે, સવાલ તે થઈ રહ્યો છે કે, આખરે સીએફસો ઓફિસમાં કોઈએ બેંક એકાઉન્ટ નંબર પર ધ્યાન કેમ ન આપ્યું, જો કે, ICC એ આ વિશે હાલ તો કોઈ નિવેદન આપ્યું નથી. પરંતુ તેણે પોતે જ તપાસ શરૂ કરી છે અને સાથે જ અમેરિકીમાં તપાસ એજન્સીઓ પાસે પણ ફરિયાદ નોંધાવી છે.
વરિષ્ઠ પત્રકાર શ્રીનિવાસ રાવે ટ્વિટપના માધ્યમથી આ અંગે જાણકારી આપી, તેમણે ટ્વિટર હેન્ડલ પર લખ્યુ કે, ‘આઈસીસીની સાથે એક છેતરપિંડ થઈ ગઈ છે.’ તેમણે આગળ લખ્યુ કે, જે લોકો છેતરપિંડી વિશે જાણતા નતી, તેમને જણાવી દઉં કે ‘જામતાડાં’ નેટફ્લિક્સ પર એક શાનદાર સીરીઝ છે, જે ‘ફિશિંગ‘ના જોખમ વિશે જણાવે છે.
શ્રીનિવાસ રાવે આગળ લખ્યુ કે, આઈસીસીની સાથે ઓનલાઈન ફ્રોડ પહેલી વાર નથી થયો. છેતરપિંડીની આ ત્રીજી ઘટના છે. હવે કહેવામાં આવી રહ્યુ છે કે, એફબીઆઈ આ ઘટના અંગે તપાસ કરી રહ્યું છે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર