Gmail યૂઝર્સ સાવધાન! શું તમને આવો કોઈ Email આવ્યો છે? ખાલી થઇ શકે છે એકાઉન્ટ

પ્રતિકાત્મક તસવીર

જીમેઇલ એકાઉન્ટ(Gmail Account)ના યૂઝર્સ માટે એક નવો ઇ-મેઇલ ફ્રોડ માથાનો દુ:ખાવો બન્યો છે. યૂઝર્સને ખતરનાક જી-મેઇલ સ્પામ (Spam)થી સાવધાન રહેવાથી ચેતવણી આપવામાં આવી

  • Share this:
    જીમેઇલ એકાઉન્ટ(Gmail Account)ના યૂઝર્સ માટે એક નવો ઇ-મેઇલ ફ્રોડ માથાનો દુ:ખાવો બન્યો છે. યૂઝર્સને ખતરનાક જી-મેઇલ સ્પામ (Spam)થી સાવધાન રહેવાથી ચેતવણી આપવામાં આવી છે. આ મેઇલ ફ્રોડ ભારત સહિત વિશ્વભરમાં થઇ રહ્યું છે. જે યુઝર્સની સમસ્યા વધારી રહ્યું છે. તેમાં યુઝર્સની સાથે ફ્રોડ કરવા માટે બિલકુલ નવી રીતનો ઉપયોગ કરાઇ રહ્યો છે. આ કારસ્તાનમાં યૂઝર્સ નકલી લિંક પર ક્લિક કરતાં નથી, માલવેર પણ ડાઉનલોડ થતો નથી, છતાં પણ તેઓ છેતરપિંડીનો ભોગ બને છે.

    આ ઇ-મેઇલ ફિશિંગ ઘણું વ્યક્તિગત છે. સ્કેમર્સ હવે અમેઝોન કે Paypal જેવી મોટી કંપનીઓના નામથી ઈ મેઈલ મોકલે છે. આ ઇ-મેઇલમાં દાવો કરાય છે કે, પીડિત યૂઝરના એકાઉન્ટ પર હાલમાં જ મોટી ખરીદી કરાઇ છે. અન્ય તમામ ઇ-મેઇલ ફ્રોડની જેમ ઇ-મેઇલ પણ અધિકારિક ફોન્ટ અને લોગોનો ઉપયોગ કરતા મેસેજની સાથે આવે છે. જે એકદમ ઓરિજીનલ લાગે છે. આ ગેરકાયદેસર ખરીદીને રોકવાનો કોઇ ઉપાય નથી. આ ઓર્ડરને કેન્સલ કરવાનો ઓપ્શન માત્ર યૂઝર્સ માટે ફોન કોલ કરવાનો રહેશે તેવું જણાવાય છે.

    આ ઇ-મેઇલમાં એક ફોન નંબર સામેલ હોય છે અને તેમાં મેસેજમાં કહેવાય છે કે, જો તમે હજુ સુધી ખરીદી નથી કરી, તો કૃપા કરીને અમને કોલ કરો. આવી સ્થિતિમાં તે નંબર પર કોલ કરનાર વ્યક્તિનો કોલ ફ્રોડ કરનાર સાથે કનેક્ટ થઈ જાય છે. આ વ્યક્તિ અમેઝોન કે પેપલનો પ્રતિનિધિ હોવાનો દાવો કરે છે. ફોનથી કનેક્ટ થયા બાદ આ ફ્રોડ વ્યક્તિ તમને તમારા એકાઉન્ટનું નામ, બેન્કની જાણકારી અને પાસવર્ડની જાણકારી માંગશે. નકલી એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે તે તમને મૂર્ખ પણ બનાવી શકે છે. આ સિવાય તમારે એક ટ્રોજન ઇન્સ્ટોલ્ડ કરી છેતરપિંડી આચરી શકે છે.

    આ પણ વાંચોવિચિત્ર કેસ: માતા-પિતાએ દીકરાનું PORN કલેક્શન ફેંકી દીધું, કોર્ટે રૂ. 22 લાખ ચૂકવવાનો કર્યો આદેશ

    Vishing દ્વારા થઇ રહ્યું છે સ્પામ

    આ નવા ઇમેઇલ સ્કેમને વિશિંગ નામ આપવામાં આવ્યું છે. Kasperskyની ટીમનું કહેવું છે કે, યુઝર્સને નકલી ઇ-મેઇલ મોકલવાનો જાણે ધોધ વહી રહ્યો છે. સાઇબર ચોરો માટે યૂઝર્સને ફોન નંબર પર કોન્ટેક્ટ કરવા માટે લાલચ આપવાની આ રીત ખૂબ અસરકારક છે. આ ખતરા વિશે વધુ જણાવતા Kasperskyના રોમન ડેડેનોકે કહ્યું કે, હાલમાં જ સ્પામ ઇ-મેઇલની ઘણી લહેરો વિશે જાણવા મળ્યું છે. જે મોટી કંપનીઓના મેઈલ જેવા હોય છે. સામાન્ય રીતે આ પ્રકારની છેતરપિંડીમાં એપલ વોચ કે ગેમિંગ લેપટોપ જેવા હાઇ એન્ડ ડિવાઇસને સામેલ કરવામાં આવે છે. નોંધનીય છે કે, આવી ખરીદીમાં PayPalનો ઉપયોગ થતો હોય છે. જેનો હેકર્સ લાભ લે છે.
    First published: