Home /News /business /સાવધાન! તમારા ખાતામાં ભૂલથી રૂપિયા ટ્રાન્સફર થઇ ગયાં, આવો ફોન આવે તો શું કરવું?

સાવધાન! તમારા ખાતામાં ભૂલથી રૂપિયા ટ્રાન્સફર થઇ ગયાં, આવો ફોન આવે તો શું કરવું?

Google Pay અથવા PhonePe દ્વારા આ પ્રકારની છેતરપિંડી પર સાયબર નિષ્ણાતો કહે છે કે આ એક પ્રકારનો માલવેર છે.

લોકોને છેતરપિંડીનો શિકાર બનાવવા માટે સાયબર ઠગોએ હવે વધુ એક નવો રસ્તો બનાવ્યો છે. જેઓ, UPI Apps પર પૈસા મોકલીને લોકોને છેતરપિંડીનો શિકાર બનાવી રહ્યા છે.

Cyber Fraud: લોકોને છેતરપિંડીનો શિકાર બનાવવા માટે સાયબર અપરાધીઓ અવનવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. મહારાષ્ટ્રના મુંબઈમાં આ સાયબર ઠગોએ 16 દિવસમાં 81 લોકોની સાથે કુલ 1 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. આ છેતરપિંડી KYC, PAN કાર્ડ કૌભાંડ દ્વારા કરવામાં આવી છે. આ પ્રકારની છેતરપિંડીમાં, ગુનેગારો UPI App દ્વારા પૈસા મોકલવાનું નાટક કરીને છેતરપિંડી કરે છે.

એપ્સ દ્વારા પૈસા ટ્રાન્સફર કર્યા પછી આ ઠગો, લોકોનો સંપર્ક કરે છે કે તેઓએ આ પૈસા ભૂલથી ટ્રાન્સફર કરી દીધા છે અને પછી તેમના પૈસા પાછા માંગે છે. આવી સ્થિતિમાં, જો કોઈ વ્યક્તિ તેમને 10 અથવા 50 રૂપિયા પરત કરે છે, તો તે એક ખાસ પ્રકારના માલવેરનો શિકાર બને છે.

આ પણ વાંચો: 2 કરોડનું ફંડ બનાવવું હોય તો વધુ કંઈ જ કરવાની જરુર નથી, ફક્ત રુ.6000 ની SIP કરી શકે જાદુ

ઠગ કેવી રીતે આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બને છે


UPI Apps દ્વારા આ પ્રકારની છેતરપિંડી પર સાયબર નિષ્ણાતો કહે છે કે આ એક પ્રકારનો માલવેર છે અને માનવ એન્જિનિયરિંગની મદદથી બનાવવામાં આવેલ જાળ હોય શકે છે. કોઈ વ્યક્તિ ઈરાદાપૂર્વક UPI Apps દ્વારા તમારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરે છે. આ પછી, તે ફોન કરીને કહે છે કે તેણે ભૂલથી તમને પૈસા ટ્રાન્સફર કરી દીધા છે. હવે તેઓ તમારી પાસે તેમના પૈસા પાછા માંગે છે. જો તમે પૈસા મોકલો છો તો તમારું એકાઉન્ટ હેક થઈ જશે તેવો દાવો કરતાં મેસેજ અને અહેવાલ ફરતા થયા છે.

આ પણ વાંચો: SMS થી Aadhaar Card આસાનીથી લોક થઈ જશે, પછી નહીં થઈ શકે દુરૂપયોગ

એવો દાવો કરવામાં આવ્યો છે કે, જ્યારે કોઈ વ્યક્તિ UPI Apps દ્વારા પૈસા ચૂકવે છે, ત્યારે તેમનો બેંક PAN, આધાર, KYC ડેટા જેવી મહત્વપૂર્ણ માહિતી આ ઠગને ઉપલબ્ધ થઈ જાય છે. આ માહિતી કોઈપણ વ્યક્તિના બેંક એકાઉન્ટને હેક કરવા માટે પૂરતી છે.

આ પ્રકારની છેતરપિંડીથી બચવાનો શું કરવું


આ જ કારણ છે કે નિષ્ણાતો તેને માલવેર અને હ્યુમન એન્જિનિયરિંગની મિશ્ર ટેક્નિક કહી રહ્યા છે. આવી સ્થિતિમાં, UPI Apps ને એન્ટી-માલવેર સોફ્ટવેરની મદદથી આવી છેતરપિંડીથી બચાવી શકાય નહીં. આવી સ્થિતિમાં, જો કોઈ તમને આ રીતે છેતરવા માંગે છે, તો તમે તેને કહો કે તમે તમારી બેંકનો સંપર્ક કરી રહ્યાં છો. આ પછી, તમે નજીકના પોલીસ સ્ટેશનમાં કોલ કરનારને મળવાનો અને રુપિયા પરત કરવાનો પ્રસ્તાવ મૂકી શકો છો.
UPI સર્વિસ પ્રોવાઈડર્સની સ્પષ્ટતા


જોકે આ મામલે યુપીઆઈ પેમેન્ટ સેવા પૂરી પાડતી કંપનીઓ તરફથી સ્પષ્ટતા કરતાં જણાવવામાં આવ્યું છે કે, આ દાવો સત્ય હોઈ શકે નહીં, તેમણે સ્પષ્ટીકરણ આપતાં જણાવ્યું કે જ્યારે યુઝર પોતાના ફોનમાં રહેલી UPI એપ્લિકેશનમાં પેમેન્ટ માટે ઓકે આપે છે ત્યારે સર્વિસ પ્રોવાઈડર રિસિવરને ફક્ત ત્રણ જ વસ્તુની માહિતી પૂરી પાડે છે. જેમાં કેટલાક રુપિયા મળ્યા તે એમાઉન્ટ, UTR નંબર અને મોકલનારનું નામ આટલી જ બાબતોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ શોધવા નહીં જવા પડે ટોપ શેર્સ, એક્સપર્ટે આ લિસ્ટ બનાવીને આપ્યું તો ખરીદવા મંડો

તેમજ બેંક આવી કોઈ KYC જાણકારી જેમાં PAN, Aadhaarની માહિતી હોય તે ક્યારેય પસાર કરતી નથી. તેથી, ટ્રાન્ઝેક્શન દરમિયાન શેર કરાયેલ કોઈપણ ડેટાને રિવર્સ એન્જિનિયર કરી આવી માહિતી લીક કરી છેતરપિંડી કરવી શક્ય નથી. કંપનીના એક્સપર્ટે કહ્યું કે જો આવું થતું હોત તો કોઈને પણ આ રીતે રુપિયા મોકવલાથી બધા જ એકાઉન્ટ અત્યાર સુધીમાં હેક થઈ ગયા હોત કારણ કે તમે કોઈને પણ રુપિયા ટ્રાન્સફર કરો તેને મોકલવાની રીત એક સમાન જ છે.
First published:

Tags: Business news, Cyber attack, Digital payment, Online payment

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો