Home /News /business /Online EPF Transfer: હવે ઓનલાઈન કરો EPF ટ્રાન્સફર, જાણો શું છે આખી પ્રોસેસ

Online EPF Transfer: હવે ઓનલાઈન કરો EPF ટ્રાન્સફર, જાણો શું છે આખી પ્રોસેસ

ઓનલાઈન EPF ટ્રાન્સફર પ્રોસેસ (પ્રતિકાત્મક તસવીર)

business news- અલગ અલગ PF એકાઉન્ટમાં જમા થયેલ પૈસાને એક જ PF એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા ઈચ્છો છો, તો તમે તે રકમ ઓનલાઈન ટ્રાન્સફર (Online Transfer)કરી શકો છો

જો તમે દર મહિને પગાર મેળવો છો, તો તમારા પગારની એક ચોક્કસ રકમ EPF તરીકે કપાતી હશે. ઘણી વાર જોબ (Job)બદલાઈ જવાથી બીજુ પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ (PF Account)ખોલવામાં આવે છે. કંપની દ્વારા EPFની રકમ તે નવા PF ખાતામાં જમા કરાવવામાં આવે છે. અલગ અલગ PF એકાઉન્ટમાં જમા થયેલ પૈસાને એક જ PF એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા ઈચ્છો છો, તો તમે તે રકમ ઓનલાઈન ટ્રાન્સફર (Online Transfer)કરી શકો છો.

EPFO ડિજિટલી સબસ્ક્રાઈબર્સને અલગ અલગ એકાઉન્ટમાં જમા થયેલ PFની રકમને એક જ એકાઉન્ટમાં જમા કરાવવાની સુવિધા આપે છે. EPFO એ ટ્વિટની મદદથી આ જાણકારી આપી છે. EPFO એ ટ્વિટમાં આ બાબતની જાણકારી આપતો એક વીડિયો પોસ્ટ કર્યો છે.

સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

- ડિજિટલી EPF ટ્રાન્સફર કરવા માટે સૌથી પહેલા સબસ્ક્રાઈબર્સે યૂનિફાઈડ મેમ્બર પોર્ટલ https://unifiedportalmem.epfindia.gov.in/memberinterface/ પર વિઝીટ કરીને UAN અને પાસવર્ડની મદદથી લોગઈન કરવાનું રહેશે.

- લોગઈન કર્યા બાદ તમારે Online Service ઓપ્શન પર જઈને One Member-One EPF Account નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

- તમારે વર્તમાન નોકરી સાથે જોડાયેલ પર્સનલ જાણકારી આપવાની રહેશે અને PF એકાઉન્ટને વેરિફાઈ કરવાનું રહેશે.

આ પણ વાંચો - શું તમે પણ Child Insurance Plan લેવા જઈ રહ્યા છે? જાણો કઈ કઈ વાતોનું રાખશો ધ્યાન

- હવે Get Details ઓપ્શન પર ક્લિક કરો, જ્યાં તમને અગાઉની નોકરી સાથે PF એકાઉન્ટની તમામ ડિટેઈલ જોવા મળશે.

- ત્યારબાદ આ ફોર્મને વેરિફાઈ કરવા માટે અગાઉના એમ્પ્લોયર અને હાલના એમ્પ્લોયરની પસંદગી કરો.

- તમારા યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મેળવવા માટે Get OTP ઓપ્શન પર ક્લિક કરવાનું કરો.

- હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે. આ OTP એન્ટર કર્યા બાદ તમારે સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. આ પ્રોસેસ પૂર્ણ થયા બાદ તમારું EPF ઓનલાઈન ટ્રાન્સફર થઈ જશે.

જે કર્મચારીઓના વેતનમાંથી પ્રોવિડન્ટ ફંડ કપાય છે, તેમને સારી સુવિધાનો લાભ મળે છે. મોટાભાગના કર્મચારીઓની બેઝિક સેલેરીની 12 ટકા રકમ પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટમાં જમા થાય છે. તેટલી જ રકમ દર મહિને કંપની તરફથી કર્મચારીના એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે.
First published:

Tags: Business, Epf, PF

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો